પોસ્ટ્સ

Protect Yourself લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: બેસ્ટ પરિણામ માટે બેસ્ટ વિચારો.

છબી
  શા માટે અમુક લોકો જીવનમાં ખૂબ શ્રેષ્ઠ પરિણામો મેળવે છે જ્યારે અમુક લોકો ખૂબ સંઘર્ષ કરે છે?   જાણો એ મનનું વિજ્ઞાન અને પોતાના જીવનમાં પણ તેનો ઉપયોગ કરી અનુભવ કરો. આપ સર્વને આપના શ્રેષ્ઠ જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: વિચારો, અનુભૂતિ અને સફળતાના હોર્મોન્સ      શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમાન કુશળતા, સમાન શિક્ષણ અને સમાન વાતાવરણ હોવા છતાં બે વ્યક્તિઓના પરિણામો કેમ તદ્દન અલગ હોય છે? યાદ રાખો : બહારના સંસાધનો ક્યારેય તફાવત સર્જતા નથી; તફાવત હંમેશા આપણી અંદરની દુનિયાથી પડે છે. મેં  ઘણા પુસ્તકો વાંચ્યા અને સમજવાની કોશિશ કરી કે જે લોકો જીવનમાં અસાધારણ અને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરે છે, તેઓ તે પરિણામોને બહાર મેળવતા પહેલા પોતાની અંદર deeply (ઊંડાણપૂર્વક) વિચારે છે, અનુભવે છે અને જીવે છે. નેપોલિયન હીલ નું થિંક એન્ડ ગ્રો રીચ વાંચો.ડેલ કાર્નેગી,એન્ડ્ર્યુ કાર્નેગી,  ઇલોન મસ્ક,સ્ટીવ જોબ,બિલ ગેટસ,ધીરુભાઈ અંબાણી,રતન ટાટા, અમિતાભ બચ્ચન કે કોઈપણ તમારા માટે રોલ મોડલ હોય તે વ્યક્તિ લઈ લો ,,  વગેરે ને વાંચશો એટલે એમના વિચારોની પેટર્ન ખબર...

અતિ સર્વત્ર વર્જયેત

છબી
 હાઇસ્કૂલમાં ભણતા ત્યારે સંસ્કૃતભાષામાં શ્લોક શીખવા મળતા. પરીક્ષા માટે શ્લોકનો  ગુજરાતી ભાવાનુવાદ કરવાનો થતો. સમજતા ખરા પણ પૂરા માર્કસ મેળવવા માટે ગોખી પણ લેતા.  આજે વર્ષો થયે ઉમર અને અનુભવના પડાવે ઘણી વાર કયારેક વિચાર આવી જાય અને એનો ખરો અર્થ સમજાય છે ત્યારે જીવનમાં ઘણી મજલ કાપી ચૂક્યા છીએ.  અતિ સર્વત્ર વર્જયેત   "કોઈપણ બાબતનો અતિરેક (અતિ) એ દરેક જગ્યાએ હાનિકારક છે,તેથી તેનો ત્યાગ કરવો જોઈએ." જો કે આ સિદ્ધાંતને સમજવા માટે એક પ્રખ્યાત પંક્તિ છે તે જોઈએ.  અતિ રૂપા ધૃતા સીતા, અતિ ગર્વેણ રાવણઃ।   અતિ દાનાત્ બલિર્બદ્ધો, અતિ સર્વત્ર વર્જયેત॥ અતિશય સુંદરતા : માતા સીતાની અત્યંત મનમોહક સુંદરતા અને પવિત્રતાને કારણે રાવણનું મન  વિચલિત થયું અને તેમનું હરણ થયું.  અતિશય અંહકાર : રાવણ મહાયજ્ઞાની અને પરાક્રમી હતો,પરંતુ  તેના  'અતિશય અંહકાર' અભિમાન ને કારણે આખી લંકા અને તેનો પોતાનો નાશ થયો.  અતિશય દાન: રાજા બાલી ખૂબ જ દયાળુ અને દાની હતા,પરંતુ પોતાની  પોતાની ક્ષમતાથી  બહાર જઈને 'અતિશય દાન આપવાના અહંકારને કારણે તેમણે પાતાળમાં જવું...

Mental Shield: The NLP Way to Protect Yourself from Negativity and Criticism : : મેન્ટલ શીલ્ડ : લોકોની નેગેટિવ વાતો અને ટીકાઓથી તમારી જાતને બચાવવાની NLP ટેકનિક

છબી
  Mental Shield: The NLP Way to Protect Yourself from Negativity and Criticism 🌐 Quick Navigation / ભાષા પસંદગી: 👉 Read in English | 👉 ગુજરાતીમાં વાંચો 🌐 ENGLISH VERSION Imagine you are walking outside during a heavy downpour. If you step out without a raincoat or an umbrella, you are bound to get soaked. You cannot stop the rain, but wearing a protective layer is entirely in your hands. Our world is quite similar. In this journey of life, negative comments, harsh criticism, and taunts from others are like rain—they can pour down at any moment. When someone talks behind your back or a close one lashes out at you, do you allow those words to disturb your mental peace for days? If yes, you are standing in the rain without an umbrella! As an NLP Coach & Mind Trainer , I want to teach you how to build a 'Mental Shield' —a psychological raincoat that ensures external negativity cannot even touch your inner peace. "People will throw stones at you. Whether you build a w...

જીવન ઘડતરનો નવો અભિગમ: આપણા વિચારો અને અર્ધજાગ્રત મનનું સાચું પ્રોગ્રામિંગ

છબી
માનવ ઘડતરમાં મનનો ફાળો   નમસ્કાર મિત્રો, તમારા બધાનું મારા આ ડિજિટલ પ્લેટફોર્મ પર આદરપૂર્વક સ્વાગત છે.      શિક્ષણ જગતમાં બે દાયકા (૨૦ વર્ષ) ના લાંબા અનુભવ અને માનવ મનની ક્ષમતાઓના ઊંડા અભ્યાસ પછી, મને એક વાત ખૂબ જ દ્રઢતાથી સમજાઈ છે:  "જેવું આપણું મન, તેવું જ આપણું જીવન." શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન આપવા પૂરતું મર્યાદિત નથી, તેનું અંતિમ લક્ષ્ય 'માનવ ઘડતર' અને 'જીવન ઘડતર' છે. આજના આ પ્રથમ લેખમાં, હું તમારી સાથે એક એવા વિજ્ઞાન વિશે વાત કરવા માંગું છું જે આપણા જીવનને આકાર આપવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે – અને તે છે NLP (Neuro-Linguistic Programming) એટલે કે આપણા મનનું પ્રોગ્રામિંગ. માનવ ઘડતરમાં મનનો ફાળો આપણે દરરોજ હજારો વિચારો કરીએ છીએ. આ વિચારો આપણા અર્ધજાગ્રત મન (Subconscious Mind) માં એક પેટર્ન બનાવે છે. જો બાળપણથી કે આપણી આસપાસના વાતાવરણથી મનમાં નકારાત્મક પેટર્ન બની ગઈ હોય, તો વ્યક્તિ ગમે તેટલો પ્રતિભાશાળી હોવા છતાં સફળ થઈ શકતો નથી. NLP આપણને એ શીખવે છે કે કેવી રીતે આપણે આપણા મનની એ જૂની અને નકામી પેટર્નને બદલીને (Deprogram કરીને) સફળતા, શાંતિ અને આત્...