શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: બેસ્ટ પરિણામ માટે બેસ્ટ વિચારો.
શા માટે અમુક લોકો જીવનમાં ખૂબ શ્રેષ્ઠ પરિણામો મેળવે છે જ્યારે અમુક લોકો ખૂબ સંઘર્ષ કરે છે? જાણો એ મનનું વિજ્ઞાન અને પોતાના જીવનમાં પણ તેનો ઉપયોગ કરી અનુભવ કરો. આપ સર્વને આપના શ્રેષ્ઠ જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: વિચારો, અનુભૂતિ અને સફળતાના હોર્મોન્સ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમાન કુશળતા, સમાન શિક્ષણ અને સમાન વાતાવરણ હોવા છતાં બે વ્યક્તિઓના પરિણામો કેમ તદ્દન અલગ હોય છે? યાદ રાખો : બહારના સંસાધનો ક્યારેય તફાવત સર્જતા નથી; તફાવત હંમેશા આપણી અંદરની દુનિયાથી પડે છે. મેં ઘણા પુસ્તકો વાંચ્યા અને સમજવાની કોશિશ કરી કે જે લોકો જીવનમાં અસાધારણ અને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરે છે, તેઓ તે પરિણામોને બહાર મેળવતા પહેલા પોતાની અંદર deeply (ઊંડાણપૂર્વક) વિચારે છે, અનુભવે છે અને જીવે છે. નેપોલિયન હીલ નું થિંક એન્ડ ગ્રો રીચ વાંચો.ડેલ કાર્નેગી,એન્ડ્ર્યુ કાર્નેગી, ઇલોન મસ્ક,સ્ટીવ જોબ,બિલ ગેટસ,ધીરુભાઈ અંબાણી,રતન ટાટા, અમિતાભ બચ્ચન કે કોઈપણ તમારા માટે રોલ મોડલ હોય તે વ્યક્તિ લઈ લો ,, વગેરે ને વાંચશો એટલે એમના વિચારોની પેટર્ન ખબર...