પોસ્ટ્સ

Self Love લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

Love Yourself First , Know yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો,તમારી જાતને ઓળખો

છબી
  Love Yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો.   * જો તમે તમારીજાતને એટલે કે 'સ્વ' ને ચાહશો ને તો જિંદગી જીતી જશો.  "આપણે આખી જિંદગી બીજાને ખુશ કરવામાં કે પ્રેમ કરવામાં વિતાવી દઈએ છીએ, પણ શું ક્યારેય અરીસામાં જોઈને પોતાની જાતને પૂછ્યું છે કે – હું મારી જાતને કેટલો પ્રેમ કરું છું?" આ બ્લોગ લખતા મારા વાંચનમાંથી એક વાત યાદ આવે છે તેનાથી શરૂ કરીએ.        એક ગ્રીક દંતકથા : ટૂંકમાં  જણાવું તો કથા મુજબ  નાર્સિસસ નામનો એક અત્યંત સુંદર અપ્સરા જેવો યુવાન હતો.તેની સુંદરતાના કારણે ઘણા લોકો તેના તરફ આકર્ષાતા, પરંતુ તે ખૂબ જ અહંકારી હતો અને દરેકના પ્રેમનો તિરસ્કાર કરતો હતો.એક દિવસ તે જંગલમાં પાણી પીવા માટે એક સ્વચ્છ તળાવ પાસે ગયો. તેણે પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ  જોયું.અને  તે પ્રતિબિંબ જોઈને તે પોતે જ પોતાના રૂપ પર એટલો મોહિત થઈ ગયો કે તેને ખબર જ ન રહી કે એ માત્ર તેનું પ્રતિબિંબ છે. તે તળાવ કિનારે બેસીને પોતાના જ રૂપને સતત જોતો રહ્યો તે પ્રતિબિંબને ભેટી શકાતું નહોતું, છતાં તે ત્યાંથી હટી શક્યો નહીં. પ્રેમના આ જુનૂન અને તડપમાં તેણે અન્...