પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ
તમે માંગો અને "તથાસ્તુ" થઈ જાય તો? મઝા પડી જાય. થોડા દિવસો પહેલા મેં મારા કુટુંબ સાથે ઘરે જ PK મૂવી જોયું. તમે પણ જોયું જ હશે. ઘણીવાર મને પણ અનુભવ થયા છે કે આપણને જે જોઈએ છે તે તો બીજાઓને સરળતાથી મળી જાય છે એમ લાગે છે. આપણે મનુષ્યો એક અગોચર શક્તિથી ડરીને ચાલીએ છીએ કારણ કે આપણું આ મગજ અને બુધ્ધિ હજી પણ બ્રહ્માંડના ઘણાં રહસ્યોથી અજાણ છે. અને એવી શક્તિઓનો પ્રભાવ અને ઘટનાઓ બને છે જે આપણાં સીધા નિયંત્રણમાં નથી તેથી ધાર્યા પરિણામ ન મળે એટલે આપણે કોઈ એવા રસ્તા - શોર્ટકટ શોધીએ છીએ જે આપણી મનની મુરાદો પૂરી કરી શકે. ભગવાન તો આપે છે પણ તેને રીઝવવા માટે લોકો માનતા કે બાધા રાખે છે. કોઈ ઉપવાસ કરે છે કોઈ વ્રત રાખે છે. કોઈ વિધિઓ કે યજ્ઞો કરાવે છે,કોઈ કથા અને દાન-મદદ કરે છે . અનેક પ્રકારની પધ્ધતિઓ દ્વારા કર્મોના શુદ્ધિકરણની આ રીતે પુણ્યની કમાણી મોક્ષ પ્રાપ્તિ, સ્વર્ગનો હક કે જન્નત અપાવે એવી માન્યતાઓ સરળતાથી આપણા મગજને મનાવી લે છે અને આપણે એ ગેમના સભ્ય બની જઈએ છીએ. અંહી ભગવાનના અસ્તિત્વ કે મોજુદગી પર શંકા કરવા વિષે નહીં પરંતુ આપણાં લોજીકલ...