પોસ્ટ્સ

best Performer લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

Love Yourself First , Know yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો,તમારી જાતને ઓળખો

છબી
  Love Yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો.   * જો તમે તમારીજાતને એટલે કે 'સ્વ' ને ચાહશો ને તો જિંદગી જીતી જશો.  "આપણે આખી જિંદગી બીજાને ખુશ કરવામાં કે પ્રેમ કરવામાં વિતાવી દઈએ છીએ, પણ શું ક્યારેય અરીસામાં જોઈને પોતાની જાતને પૂછ્યું છે કે – હું મારી જાતને કેટલો પ્રેમ કરું છું?" આ બ્લોગ લખતા મારા વાંચનમાંથી એક વાત યાદ આવે છે તેનાથી શરૂ કરીએ.        એક ગ્રીક દંતકથા : ટૂંકમાં  જણાવું તો કથા મુજબ  નાર્સિસસ નામનો એક અત્યંત સુંદર અપ્સરા જેવો યુવાન હતો.તેની સુંદરતાના કારણે ઘણા લોકો તેના તરફ આકર્ષાતા, પરંતુ તે ખૂબ જ અહંકારી હતો અને દરેકના પ્રેમનો તિરસ્કાર કરતો હતો.એક દિવસ તે જંગલમાં પાણી પીવા માટે એક સ્વચ્છ તળાવ પાસે ગયો. તેણે પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ  જોયું.અને  તે પ્રતિબિંબ જોઈને તે પોતે જ પોતાના રૂપ પર એટલો મોહિત થઈ ગયો કે તેને ખબર જ ન રહી કે એ માત્ર તેનું પ્રતિબિંબ છે. તે તળાવ કિનારે બેસીને પોતાના જ રૂપને સતત જોતો રહ્યો તે પ્રતિબિંબને ભેટી શકાતું નહોતું, છતાં તે ત્યાંથી હટી શક્યો નહીં. પ્રેમના આ જુનૂન અને તડપમાં તેણે અન્...

જેઓ પોતાના વિશે Best વિચારે છે તેઓ શ્રેષ્ઠ પરિણામો આપે છે.

છબી
 "પોતાના વિશે શ્રેષ્ઠ વિચારવું" એ માત્ર એક હકારાત્મક અભિગમ નથી, પણ સફળતા મેળવવાનું એક શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સાધન છે.    "આપણાં વિચારોથી જ ઘડાતાં આપણે,      જે વિચારતા તે જ બની જતાં આપણે." શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો, ત્યારે તમારી જાતને શું કહો છો? આપણાં વિચારો એ આપણાં  જીવનની 'બ્લુપ્રિન્ટ' છે. જેમ મકાન બનતા પહેલા તેનો નકશો કે બ્લુપ્રિન્ટ બને છે અને તે મુજબ એનું ચણતર થાય છે તેમ આપના મનમાં પહેલા આપણને જે જોઈએ તેના વિચારો કરવા જરૂરી છે અને તેમાં વિશ્વાસ પણ રાખવો જોઈએ. પોતાના પર કે તે વિચારો પર શંકા ન કરવી. કારણકે  "આ દુનિયામાં દરેક વસ્તુ બે વખત બને છે. પહેલા આપણાં મનમાં અને પછી બહારની દુનિયામાં." માનવજીવનઉત્કર્ષ અને વિકાસને લગતા ઘણા પુસ્તકો વાંચવાના શોખને લીધે મને ઘણું શીખવા મળ્યું છે અને સતત શીખી પણ રહ્યો છું. નાનપણથી જ ખૂબ જ ગરીબ પરિવારમાં ઘડતર અને જીવન જરૂરીયાતો માટે સંઘર્ષના દિવસો મે  જોયા છે. નાનપણથી જ હું મારા વિશે શ્રેષ્ઠ વિચારતો રહ્યો છું. સાથે અન્યો માટે પણ બેસ્ટ જ વિચારવાનું. પોતાના માટે બેસ્ટ અને બીજ...

તમારી મર્યાદિત કરનારી માન્યતાઓ (Limiting Beliefs)

છબી
  માનસિક પ્રોગ્રામિંગ: તમારી મર્યાદિત માન્યતાઓ (Limiting Beliefs)  ને કેવી રીતે તોડવી? માનવીય જીવન જીવતા સ્વતંત્રતા માટે,ખુશી-આનંદ માટે, કેટલા બધા આયોજનો અને સિસ્ટમોનો ઉપયોગ કરીએ છીએ આપણે. ક્યારેક ખબર પડે છે કે બધુ ટ્રાય કરી લીધું પણ જોઈએ એવું પરિણામ નથી મળતું. કૈંક તો એવું છે જે મને આગળ વધતાં રોકી રહ્યું છે. ચાલો આ શું છે તે વિગતે જોઈએ.  શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કંઈક નવું કરવા માંગો છો, પણ અંદરથી કોઈ અવાજ આવે છે કે,  "આ તારા બસની વાત નથી"  ? "રહેવા દે  તારાથી નહી થાય " જો હા, તો તમે એક અદ્રશ્ય સાંકળથી બંધાયેલા છો.  કેવી વાત કરો છો સાહેબ?અંહી જે નથી દેખાતું તેવી મનની સાંકળ વિશે સમજવાની જરૂર છે.  આ સાંકળને સમજવા માટે ચાલો હાથીનું એક મનોવૈજ્ઞાનિક ઉદાહરણ જોઈએ. એક પુસ્તકમાં આ ઉદાહરણ જ્યારે મેં વાંચ્યું હતું ત્યારથી મને ખૂબ જ ગમી ગયું. હું ક્યાંક સેમિનાર આપવા જાણું ત્યારે આ વિષય ઉપર કહેવાનું થાય ત્યારે આ પાવરફૂલ ઉદાહરણ હમેશા મારા વક્તવ્યમાં આવી જાય છે. હાથી અને સાંકળનું રહસ્ય: બાળપણનું પ્રોગ્રામિંગ તમે ક્યારેય વિચાર્યું છે કે આટલો વિશાળ ...