Don't Control, Learn to Manage. કંટ્રોલ નહી પણ મેનેજ કરતાં શીખો.
Don't Control, Learn to Manage: કંટ્રોલ નહીં પણ મેનેજ કરતાં શીખો. સાઉથના સુપરસ્ટાર અલલુ અર્જુનનું મૂવી "સૂર્યા ધ સોલ્જર" જોયું હશે. તેમાં અતિશય ગુસ્સાવાળો સૂર્યા શટડાઉન સમયે મેડિકલ સ્ટોરમાંથી જરૂરી દવા - ઇન્જેકશન પોતાના ફેમેલી મેમ્બર માટે લઈ જાય છે અને બદમાશ વિલનની ભૂમિકા ભજવનાર ટોળકી તેના હાથમાંથી દવા લઈને રોડ પર તોડી નાખે છે. છતાં તે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીજુ ઇન્જેકશન પોતાના શર્ટના ખિસ્સામાં લઈ આવે છે. અંહી તે મેનેજ કરે છે. હવે રિયલ લાઇફનું ઉદાહરણ જોઈએ. ધારો કે તમે એક પાવરફુલ સ્પોર્ટ્સ કાર ચલાવી રહ્યા છો. કારની સ્પીડ 200 કિમી પ્રતિ કલાક છે. હવે અચાનક તમારી સામે એક વળાંક આવે છે. તમે શું કરશો? (A) કારના સ્ટિયરિંગને જોરથી પકડીને બ્રેક મારવા જશો તો? સ્ટીયરિંગ જામ કરી દેશો,અકસ્માતની સંભાવના વધી જશે. (Control)? (B) સ્પીડ અને સ્ટિયરિંગ વચ્ચે તાલમેલ બેસાડીને કારને વળાંક પરથી આસાનીથી વાળી લેશો (Manage)? જોરથી બ્રેક મારીને કારને કંટ્રોલ કરવાનો પ્રયત્ન અકસ્માત નોતરી શકે છે, જ્યારે યોગ્ય મેનેજમેન્ટ તમને સુરક્ષિત રાખે છે. આપણા જીવન અને મનન...