યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?
યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે? ગયા અઠવાડિયે અમારા મિત્ર એવા એક શિક્ષકનું હાર્ટ એટેકમાં સારવાર બાદ પણ ટૂંક સમયમાં જ મૃત્યુ થયું.તમને જાણીને નવાઈ લાગતી હશે,લોકો ચર્ચાઓ પણ ખૂબ કરે છે કે આટલી નાની ઉમરે અને હાર્ટ એટેક? કેવી રીતે? કોઈ ખુશીના પ્રસંગોમાં, લગ્નોમાં નાચતા નાચતા કે ગરબા રમતા ઢળી પડે છે અને ખબર પડે છે કે હાર્ટ એટેક આવ્યો. મારો એક મિત્ર કે જે વિમાનનો પાયલોટ હતો તે તેની નિયમિત ટેવ પ્રમાણે સવારે કસરત માટે જીમમાં ગયો અને એ લોબીમાં જ ફસડાય પડ્યો અને આ ફાની દુનિયા છોડી જતો રહ્યો. આવા તો કેટલાય સમાચારો-સમાચારપત્રો, ટીવી પર,મોબાઇલમાં દરરોજ આવે છે. ખરું કે નહી?. આ વિષય ખૂબ જ ગંભીર ધ્યાન ખેંચે તેવો છે અને ટોક ઓફ ધ ટાઉન કહી શકાય તે રીતે દરેક ટાઉનનો છે,દરેક ગામનો છે અને દરેક ઘરનો છે. કારણો ઘણા બધા હોઇ શકે છે. જ્યાં સુધી મેડિકલ સાયન્સની પ્રેકટીસ છે ત્યાં સુધી સામાન્ય જનતામાં એવી જ વ્યાપક માન્યતા અને સમજ છે કે જેઓ મેદસ્વી હોય,બેઠાડું જીવન જીવતા હોય,ચરબી,તૈલી પદાર્થોયુકત આહાર...