અતિ સર્વત્ર વર્જયેત
હાઇસ્કૂલમાં ભણતા ત્યારે સંસ્કૃતભાષામાં શ્લોક શીખવા મળતા. પરીક્ષા માટે શ્લોકનો ગુજરાતી ભાવાનુવાદ કરવાનો થતો. સમજતા ખરા પણ પૂરા માર્કસ મેળવવા માટે ગોખી પણ લેતા. આજે વર્ષો થયે ઉમર અને અનુભવના પડાવે ઘણી વાર કયારેક વિચાર આવી જાય અને એનો ખરો અર્થ સમજાય છે ત્યારે જીવનમાં ઘણી મજલ કાપી ચૂક્યા છીએ. અતિ સર્વત્ર વર્જયેત "કોઈપણ બાબતનો અતિરેક (અતિ) એ દરેક જગ્યાએ હાનિકારક છે,તેથી તેનો ત્યાગ કરવો જોઈએ." જો કે આ સિદ્ધાંતને સમજવા માટે એક પ્રખ્યાત પંક્તિ છે તે જોઈએ. અતિ રૂપા ધૃતા સીતા, અતિ ગર્વેણ રાવણઃ। અતિ દાનાત્ બલિર્બદ્ધો, અતિ સર્વત્ર વર્જયેત॥ અતિશય સુંદરતા : માતા સીતાની અત્યંત મનમોહક સુંદરતા અને પવિત્રતાને કારણે રાવણનું મન વિચલિત થયું અને તેમનું હરણ થયું. અતિશય અંહકાર : રાવણ મહાયજ્ઞાની અને પરાક્રમી હતો,પરંતુ તેના 'અતિશય અંહકાર' અભિમાન ને કારણે આખી લંકા અને તેનો પોતાનો નાશ થયો. અતિશય દાન: રાજા બાલી ખૂબ જ દયાળુ અને દાની હતા,પરંતુ પોતાની પોતાની ક્ષમતાથી બહાર જઈને 'અતિશય દાન આપવાના અહંકારને કારણે તેમણે પાતાળમાં જવું...