Slow and Steady Wins - Be consistent.સાતત્ય (Consistency) એ જ આધુનિક યુગનું 'બ્રહ્માસ્ત્ર'
Slow and Steady Wins - Be consistent. સાતત્ય (Consistency) એ જ આધુનિક યુગનું 'બ્રહ્માસ્ત્ર' 🐢 કાચબાની ગતિ અને આધુનિક યુગમાં Consistency નું મહત્વ દરેક વ્યક્તિએ પ્રાથમિક શાળાના શિક્ષણમાં સસલા અને કાચબાની વાર્તા સાંભળી જ હશે. સાથે તમને જણાવી દઉં કે આ વાર્તાનો અસલી પ્રયોગ વિદેશમાં કરવામાં આવ્યો. હાં દોસ્તો અને આજે પણ એ જ પરિણામ મળ્યું. સમય મળે તો ગૂગલ કરશો તો જોવા મળશે. કાચબો ચાલ્યા જ કરે છે અને સસલો ગમે ત્યાં કુદા- કુદ,દોડા-દોડ કરીને હારી જાય છે. આજના 'ઈન્સ્ટન્ટ મેગી નૂડલ્સ'અને 'Shorts/Reels'ના જમાનામાં જ્યાં બધું જ તરત જોઈએ છે, ત્યાં સફળતાનું એક જૂનું સૂત્ર આજે પણ એટલું જ પ્રસ્તુત છે: "Slow and Steady Wins the Race." પણ શું આજના હાઈ-સ્પીડ યુગમાં આ શક્ય છે? જવાબ છે: હા, સાતત્ય (Consistency) એ જ આધુનિક યુગનું 'બ્રહ્માસ્ત્ર' છે. મેં ગામડાના ઘણા યુવક અને યુવતીઓને જોયા છે તેઓ બહુ ભણેલા ન હોય તો પણ ગાય,બકરા ચરાવવા જાય ત્યારે સાથે વાંસળી રાખી હોય તો એમની ફુરસદે રોજના અભ્યાસથી એટલું સુંદર વાંસળી વગાડે કે તમે મંત્રમુગ્ધ બની સાંભળ્યા જ કરો. મેં એવ...