પોસ્ટ્સ

જુલાઈ, 2026 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Love Yourself First , Know yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો,તમારી જાતને ઓળખો

છબી
  Love Yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો.   * જો તમે તમારીજાતને એટલે કે 'સ્વ' ને ચાહશો ને તો જિંદગી જીતી જશો.  "આપણે આખી જિંદગી બીજાને ખુશ કરવામાં કે પ્રેમ કરવામાં વિતાવી દઈએ છીએ, પણ શું ક્યારેય અરીસામાં જોઈને પોતાની જાતને પૂછ્યું છે કે – હું મારી જાતને કેટલો પ્રેમ કરું છું?" આ બ્લોગ લખતા મારા વાંચનમાંથી એક વાત યાદ આવે છે તેનાથી શરૂ કરીએ.        એક ગ્રીક દંતકથા : ટૂંકમાં  જણાવું તો કથા મુજબ  નાર્સિસસ નામનો એક અત્યંત સુંદર અપ્સરા જેવો યુવાન હતો.તેની સુંદરતાના કારણે ઘણા લોકો તેના તરફ આકર્ષાતા, પરંતુ તે ખૂબ જ અહંકારી હતો અને દરેકના પ્રેમનો તિરસ્કાર કરતો હતો.એક દિવસ તે જંગલમાં પાણી પીવા માટે એક સ્વચ્છ તળાવ પાસે ગયો. તેણે પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ  જોયું.અને  તે પ્રતિબિંબ જોઈને તે પોતે જ પોતાના રૂપ પર એટલો મોહિત થઈ ગયો કે તેને ખબર જ ન રહી કે એ માત્ર તેનું પ્રતિબિંબ છે. તે તળાવ કિનારે બેસીને પોતાના જ રૂપને સતત જોતો રહ્યો તે પ્રતિબિંબને ભેટી શકાતું નહોતું, છતાં તે ત્યાંથી હટી શક્યો નહીં. પ્રેમના આ જુનૂન અને તડપમાં તેણે અન્...

જેઓ પોતાના વિશે Best વિચારે છે તેઓ શ્રેષ્ઠ પરિણામો આપે છે.

છબી
 "પોતાના વિશે શ્રેષ્ઠ વિચારવું" એ માત્ર એક હકારાત્મક અભિગમ નથી, પણ સફળતા મેળવવાનું એક શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સાધન છે.    "આપણાં વિચારોથી જ ઘડાતાં આપણે,      જે વિચારતા તે જ બની જતાં આપણે." શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો, ત્યારે તમારી જાતને શું કહો છો? આપણાં વિચારો એ આપણાં  જીવનની 'બ્લુપ્રિન્ટ' છે. જેમ મકાન બનતા પહેલા તેનો નકશો કે બ્લુપ્રિન્ટ બને છે અને તે મુજબ એનું ચણતર થાય છે તેમ આપના મનમાં પહેલા આપણને જે જોઈએ તેના વિચારો કરવા જરૂરી છે અને તેમાં વિશ્વાસ પણ રાખવો જોઈએ. પોતાના પર કે તે વિચારો પર શંકા ન કરવી. કારણકે  "આ દુનિયામાં દરેક વસ્તુ બે વખત બને છે. પહેલા આપણાં મનમાં અને પછી બહારની દુનિયામાં." માનવજીવનઉત્કર્ષ અને વિકાસને લગતા ઘણા પુસ્તકો વાંચવાના શોખને લીધે મને ઘણું શીખવા મળ્યું છે અને સતત શીખી પણ રહ્યો છું. નાનપણથી જ ખૂબ જ ગરીબ પરિવારમાં ઘડતર અને જીવન જરૂરીયાતો માટે સંઘર્ષના દિવસો મે  જોયા છે. નાનપણથી જ હું મારા વિશે શ્રેષ્ઠ વિચારતો રહ્યો છું. સાથે અન્યો માટે પણ બેસ્ટ જ વિચારવાનું. પોતાના માટે બેસ્ટ અને બીજ...

અતિ સર્વત્ર વર્જયેત

છબી
 હાઇસ્કૂલમાં ભણતા ત્યારે સંસ્કૃતભાષામાં શ્લોક શીખવા મળતા. પરીક્ષા માટે શ્લોકનો  ગુજરાતી ભાવાનુવાદ કરવાનો થતો. સમજતા ખરા પણ પૂરા માર્કસ મેળવવા માટે ગોખી પણ લેતા.  આજે વર્ષો થયે ઉમર અને અનુભવના પડાવે ઘણી વાર કયારેક વિચાર આવી જાય અને એનો ખરો અર્થ સમજાય છે ત્યારે જીવનમાં ઘણી મજલ કાપી ચૂક્યા છીએ.  અતિ સર્વત્ર વર્જયેત   "કોઈપણ બાબતનો અતિરેક (અતિ) એ દરેક જગ્યાએ હાનિકારક છે,તેથી તેનો ત્યાગ કરવો જોઈએ." જો કે આ સિદ્ધાંતને સમજવા માટે એક પ્રખ્યાત પંક્તિ છે તે જોઈએ.  અતિ રૂપા ધૃતા સીતા, અતિ ગર્વેણ રાવણઃ।   અતિ દાનાત્ બલિર્બદ્ધો, અતિ સર્વત્ર વર્જયેત॥ અતિશય સુંદરતા : માતા સીતાની અત્યંત મનમોહક સુંદરતા અને પવિત્રતાને કારણે રાવણનું મન  વિચલિત થયું અને તેમનું હરણ થયું.  અતિશય અંહકાર : રાવણ મહાયજ્ઞાની અને પરાક્રમી હતો,પરંતુ  તેના  'અતિશય અંહકાર' અભિમાન ને કારણે આખી લંકા અને તેનો પોતાનો નાશ થયો.  અતિશય દાન: રાજા બાલી ખૂબ જ દયાળુ અને દાની હતા,પરંતુ પોતાની  પોતાની ક્ષમતાથી  બહાર જઈને 'અતિશય દાન આપવાના અહંકારને કારણે તેમણે પાતાળમાં જવું...

પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ

છબી
  તમે માંગો અને "તથાસ્તુ" થઈ જાય તો? મઝા પડી જાય.  થોડા દિવસો પહેલા મેં  મારા કુટુંબ સાથે ઘરે જ  PK મૂવી જોયું. તમે પણ જોયું જ હશે.  ઘણીવાર મને પણ અનુભવ થયા છે કે આપણને જે જોઈએ છે તે તો બીજાઓને સરળતાથી મળી જાય છે એમ લાગે છે.  આપણે મનુષ્યો એક અગોચર શક્તિથી ડરીને ચાલીએ છીએ કારણ કે આપણું આ મગજ અને બુધ્ધિ હજી પણ બ્રહ્માંડના ઘણાં રહસ્યોથી અજાણ છે. અને એવી શક્તિઓનો પ્રભાવ  અને ઘટનાઓ બને છે જે આપણાં સીધા નિયંત્રણમાં નથી તેથી ધાર્યા પરિણામ ન મળે એટલે આપણે કોઈ એવા રસ્તા - શોર્ટકટ શોધીએ છીએ જે આપણી મનની મુરાદો પૂરી કરી શકે.  ભગવાન તો આપે છે પણ તેને રીઝવવા માટે લોકો માનતા કે બાધા રાખે છે. કોઈ ઉપવાસ કરે છે કોઈ વ્રત રાખે છે. કોઈ વિધિઓ કે યજ્ઞો  કરાવે છે,કોઈ કથા અને દાન-મદદ  કરે છે . અનેક પ્રકારની પધ્ધતિઓ દ્વારા કર્મોના શુદ્ધિકરણની આ રીતે પુણ્યની કમાણી મોક્ષ પ્રાપ્તિ, સ્વર્ગનો હક કે જન્નત અપાવે એવી માન્યતાઓ સરળતાથી આપણા મગજને મનાવી લે છે અને આપણે એ ગેમના સભ્ય બની જઈએ  છીએ. અંહી ભગવાનના અસ્તિત્વ કે મોજુદગી પર શંકા કરવા વિષે નહીં પરંતુ આપણાં લોજીકલ...