જેઓ પોતાના વિશે Best વિચારે છે તેઓ શ્રેષ્ઠ પરિણામો આપે છે.
"પોતાના વિશે શ્રેષ્ઠ વિચારવું" એ માત્ર એક હકારાત્મક અભિગમ નથી, પણ સફળતા મેળવવાનું એક શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સાધન છે. "આપણાં વિચારોથી જ ઘડાતાં આપણે, જે વિચારતા તે જ બની જતાં આપણે." શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો, ત્યારે તમારી જાતને શું કહો છો? આપણાં વિચારો એ આપણાં જીવનની 'બ્લુપ્રિન્ટ' છે. જેમ મકાન બનતા પહેલા તેનો નકશો કે બ્લુપ્રિન્ટ બને છે અને તે મુજબ એનું ચણતર થાય છે તેમ આપના મનમાં પહેલા આપણને જે જોઈએ તેના વિચારો કરવા જરૂરી છે અને તેમાં વિશ્વાસ પણ રાખવો જોઈએ. પોતાના પર કે તે વિચારો પર શંકા ન કરવી. કારણકે "આ દુનિયામાં દરેક વસ્તુ બે વખત બને છે. પહેલા આપણાં મનમાં અને પછી બહારની દુનિયામાં." માનવજીવનઉત્કર્ષ અને વિકાસને લગતા ઘણા પુસ્તકો વાંચવાના શોખને લીધે મને ઘણું શીખવા મળ્યું છે અને સતત શીખી પણ રહ્યો છું. નાનપણથી જ ખૂબ જ ગરીબ પરિવારમાં ઘડતર અને જીવન જરૂરીયાતો માટે સંઘર્ષના દિવસો મે જોયા છે. નાનપણથી જ હું મારા વિશે શ્રેષ્ઠ વિચારતો રહ્યો છું. સાથે અન્યો માટે પણ બેસ્ટ જ વિચારવાનું. પોતાના માટે બેસ્ટ અને બીજ...