પોસ્ટ્સ

NLP લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: બેસ્ટ પરિણામ માટે બેસ્ટ વિચારો.

છબી
  શા માટે અમુક લોકો જીવનમાં ખૂબ શ્રેષ્ઠ પરિણામો મેળવે છે જ્યારે અમુક લોકો ખૂબ સંઘર્ષ કરે છે?   જાણો એ મનનું વિજ્ઞાન અને પોતાના જીવનમાં પણ તેનો ઉપયોગ કરી અનુભવ કરો. આપ સર્વને આપના શ્રેષ્ઠ જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: વિચારો, અનુભૂતિ અને સફળતાના હોર્મોન્સ      શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમાન કુશળતા, સમાન શિક્ષણ અને સમાન વાતાવરણ હોવા છતાં બે વ્યક્તિઓના પરિણામો કેમ તદ્દન અલગ હોય છે? યાદ રાખો : બહારના સંસાધનો ક્યારેય તફાવત સર્જતા નથી; તફાવત હંમેશા આપણી અંદરની દુનિયાથી પડે છે. મેં  ઘણા પુસ્તકો વાંચ્યા અને સમજવાની કોશિશ કરી કે જે લોકો જીવનમાં અસાધારણ અને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરે છે, તેઓ તે પરિણામોને બહાર મેળવતા પહેલા પોતાની અંદર deeply (ઊંડાણપૂર્વક) વિચારે છે, અનુભવે છે અને જીવે છે. નેપોલિયન હીલ નું થિંક એન્ડ ગ્રો રીચ વાંચો.ડેલ કાર્નેગી,એન્ડ્ર્યુ કાર્નેગી,  ઇલોન મસ્ક,સ્ટીવ જોબ,બિલ ગેટસ,ધીરુભાઈ અંબાણી,રતન ટાટા, અમિતાભ બચ્ચન કે કોઈપણ તમારા માટે રોલ મોડલ હોય તે વ્યક્તિ લઈ લો ,,  વગેરે ને વાંચશો એટલે એમના વિચારોની પેટર્ન ખબર...

જેઓ પોતાના વિશે Best વિચારે છે તેઓ શ્રેષ્ઠ પરિણામો આપે છે.

છબી
 "પોતાના વિશે શ્રેષ્ઠ વિચારવું" એ માત્ર એક હકારાત્મક અભિગમ નથી, પણ સફળતા મેળવવાનું એક શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સાધન છે.    "આપણાં વિચારોથી જ ઘડાતાં આપણે,      જે વિચારતા તે જ બની જતાં આપણે." શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો, ત્યારે તમારી જાતને શું કહો છો? આપણાં વિચારો એ આપણાં  જીવનની 'બ્લુપ્રિન્ટ' છે. જેમ મકાન બનતા પહેલા તેનો નકશો કે બ્લુપ્રિન્ટ બને છે અને તે મુજબ એનું ચણતર થાય છે તેમ આપના મનમાં પહેલા આપણને જે જોઈએ તેના વિચારો કરવા જરૂરી છે અને તેમાં વિશ્વાસ પણ રાખવો જોઈએ. પોતાના પર કે તે વિચારો પર શંકા ન કરવી. કારણકે  "આ દુનિયામાં દરેક વસ્તુ બે વખત બને છે. પહેલા આપણાં મનમાં અને પછી બહારની દુનિયામાં." માનવજીવનઉત્કર્ષ અને વિકાસને લગતા ઘણા પુસ્તકો વાંચવાના શોખને લીધે મને ઘણું શીખવા મળ્યું છે અને સતત શીખી પણ રહ્યો છું. નાનપણથી જ ખૂબ જ ગરીબ પરિવારમાં ઘડતર અને જીવન જરૂરીયાતો માટે સંઘર્ષના દિવસો મે  જોયા છે. નાનપણથી જ હું મારા વિશે શ્રેષ્ઠ વિચારતો રહ્યો છું. સાથે અન્યો માટે પણ બેસ્ટ જ વિચારવાનું. પોતાના માટે બેસ્ટ અને બીજ...

શબ્દોની માયાજાળ: કેવી રીતે તમારી ભાષા તમારું નસીબ બદલી શકે છે?

છબી
  શબ્દોની માયાજાળ:  કેવી રીતે તમારી ભાષા  તમારું નસીબ બદલી શકે છે? મેં ઘણી વખત સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે લોકો જે રીતે વાતચીતમાં શબ્દોનો ઉપયોગ કરે છે તે મુજબ તેમના જીવનમાં પરિવર્તનો આવે છે. તેમની સફળતા કે નિષ્ફળતા માટે દૈનિક જીવનમાં વપરાતા શબ્દો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.  ક્યારેક ખૂબ જ ફેકુ માણસો પણ આગળ જતાં સફળતા પ્રાપ્ત કરી લે છે જ્યારે ખૂબ જ સિરિયસ અને મહેનતુ,પ્રામાણિક વ્યક્તિ પણ જીવનમાં પાછળ રહી જાય છે? તમને તમારી સાથે ભણતા કોઈ મિત્રોને યાદ કરીને આ બાબતનો અંદાજ આવી શકે છે? તમારામાંથી કોણ મારી આ વાત સાથે સહમત થાઓ છો? જરા કોમેન્ટ કરજો. તમારા  શબ્દો તમારા  જીવન પર કેટલી  પ્રભાવશાળી અસર ઉત્પન્ન કરે છે તે જાણવા માટે જરા અંહી વાંચો અને અપનાવી જુઓ.  ધારો કે તમારી પાસે દુનિયાનું સૌથી એડવાન્સ સુપર-કોમ્પ્યુટર છે. તમે તેમાં જેવો કમાન્ડ (Command) ટાઈપ કરશો, તે એવું જ પરિણામ આપશે. જો તમે ખોટો કમાન્ડ આપશો, તો સિસ્ટમ ક્રેશ થઈ જશે. શું તમે જાણો છો? તમારું અચેતન મન - અર્ધજાગૃત મન  (Subconscious Mind) પણ આ સુપર-કોમ્પ્યુટર જેવું જ છે, અને તમે રોજ જે...

Don't Control, Learn to Manage. કંટ્રોલ નહી પણ મેનેજ કરતાં શીખો.

છબી
  Don't Control, Learn to Manage:  કંટ્રોલ નહીં પણ મેનેજ કરતાં શીખો. સાઉથના સુપરસ્ટાર અલલુ અર્જુનનું મૂવી "સૂર્યા ધ સોલ્જર" જોયું હશે. તેમાં અતિશય ગુસ્સાવાળો સૂર્યા શટડાઉન સમયે મેડિકલ સ્ટોરમાંથી  જરૂરી દવા - ઇન્જેકશન  પોતાના ફેમેલી મેમ્બર માટે લઈ જાય છે અને બદમાશ વિલનની ભૂમિકા ભજવનાર ટોળકી તેના હાથમાંથી દવા લઈને રોડ પર તોડી નાખે છે. છતાં તે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીજુ ઇન્જેકશન પોતાના શર્ટના ખિસ્સામાં લઈ આવે છે.  અંહી તે મેનેજ કરે છે.  હવે રિયલ લાઇફનું ઉદાહરણ જોઈએ.  ધારો કે તમે એક પાવરફુલ સ્પોર્ટ્સ કાર ચલાવી રહ્યા છો. કારની સ્પીડ 200  કિમી પ્રતિ કલાક છે. હવે અચાનક તમારી સામે એક વળાંક આવે છે. તમે શું કરશો? (A) કારના સ્ટિયરિંગને જોરથી પકડીને બ્રેક મારવા જશો તો? સ્ટીયરિંગ જામ કરી દેશો,અકસ્માતની સંભાવના વધી જશે. (Control)? (B) સ્પીડ અને સ્ટિયરિંગ વચ્ચે તાલમેલ બેસાડીને કારને વળાંક પરથી આસાનીથી વાળી લેશો (Manage)? જોરથી બ્રેક મારીને કારને કંટ્રોલ કરવાનો પ્રયત્ન અકસ્માત નોતરી શકે છે, જ્યારે યોગ્ય મેનેજમેન્ટ તમને સુરક્ષિત રાખે છે. આપણા જીવન અને મનન...

આપણે શા માટે કંઇક કરીએ છીએ અથવા નથી કરતાં?

છબી
આપણે શા માટે અમુક કામ કરીએ છીએ અને અમુક નથી કરતા?  મનનું 'રિમોટ કંટ્રોલ': પેઈન અને પ્લેઝર હું NLP શીખ્યો અને સતત જીવનમાં એનો ઉપયોગ કરતો જાઉ છું સાથે મારા સંપર્કના લોકોને પણ આ જ્ઞાનનો લાભ મળે તે હેતુથી સેમિનાર અને બ્લોગ લેખન દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકું અને જીવનને વધુ શ્રેષ્ઠ રીતે જીવી શકાય તે માટે અલગ અલગ માધ્યમો દ્વારા આ જ્ઞાનની વહેંચણી - લહાણી કરવાનું મને ગમે છે.  મને ઘણીવાર વિચાર આવે કે આપણે શા માટે અમુક કામ કરીએ છીએ? આપણે થાકેલા હોય, નિરાશ હોય,દુ:ખમાં હોય તો પણ અમુક કામ કેમ નથી કરતાં ? એની પાછળ એવું કયુ વિજ્ઞાન જવાબદાર છે? કે જેથી લોકોને વ્યસનની લત લાગી જાય. લોકો મનથી અને તનથી સ્વસ્થ હોય તો પણ પોતાના જીવન સંબંધી - હેલ્થ,સંબંધો,પૈસા,કરિયર જેવી  અગત્યની બાબતોમાં પણ એક્શન લેતા નથી.  શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને ખબર હોય છે કે કયું કામ આપણા માટે સારું છે, છતાં આપણે તે નથી કરી શકતા? અને જે નુકસાનકારક છે, તે કરવા માટે મન વારંવાર લલચાય છે? આ કોઈ આળસ નથી, પણ આપણા મનનું એક ખાસ વિજ્ઞાન છે. NLP (Neuro-Linguistic Programming) મુજબ, માણસનું આખું જીવન માત્ર...

The Law of Cause & Effect - પસંદગી તમારી, પરિણામ કુદરતનું

છબી
  The Law of Cause & Effect:  We are Free to Choose, But Not Free to Choose Consequences |  પસંદગી તમારી, પરિણામ કુદરતનું પસંદગી કરો... પણ જવાબદારી સાથે! | Choose... but with Responsibility! "When you pick up one end of the stick, you also pick up the other." "જયારે  તમે લાકડીનો એક છેડો ઉઠાવો છો, ત્યારે બીજો છેડો પણ આપોઆપ ઊંચકાય જ છે." શાસ્ત્રોમાં દર્શાવેલ Law of Karma - કર્મનો સિધ્ધાંત એ આજ  છે.આજના જમાનાના નવી વિચારધારાના લોકો માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે. 🌐 Quick Navigation / ભાષા પસંદગી: 👉 Read in English | 👉 ગુજરાતીમાં વાંચો 🌐 ENGLISH VERSION The Law of Cause and Effect ( C > E ) In Neuro-Linguistic Programming (NLP), your success depends on where you stand on the Cause vs. Effect scale. The Effect Side: People here blame luck, the economy, or others for their failures. The Cause Side: This is where leaders live. They realize:   "I am the cause of my results. My choices determine my destiny." The Golden Rule:   You have the absolu...

The Psychology of High Performance: Steal the Daily Rituals of the Top 1% | હાઈ પરફોર્મન્સ સાયકોલોજી: ટોપ ૧% લોકોની આદતો અપનાવો

છબી
  હાઈ પરફોર્મન્સ સાયકોલોજી: ટોપ 1% લોકોની આદતો અપનાવો  સફળતા હંમેશા સંકેતો છોડે છે. શું તમે તેને સમજવા તૈયાર છો? "High performance is not about doing more things; it’s about becoming the person who executes flawlessly." (હાઈ પરફોર્મન્સ એટલે વધુ કામ કરવું એ નથી; પણ એક એવા વ્યક્તિ બનવું છે જે દરેક કાર્ય સચોટતાથી પૂરું કરે છે.) "You Can Win" પુસ્તકના  લેખક શિવ ખેડાનું ખૂબ પ્રચલિત  Quote છે. જે મને ગમે છે. આ વિચારને મે મારા જીવનનો ભાગ બનાવ્યો છે.  "વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતાં પરંતુ તેઓ દરેક કામ અલગ રીતે કરે છે." દુનિયાના શ્રેષ્ઠ એથલીટ્સ(રમતવીરો), સફળ ઉદ્યોગપતિઓ અને વર્લ્ડ-ક્લાસ લીડર્સ એટલું કામ માત્ર એક દિવસમાં કેવી રીતે પૂરું કરી લે છે જ્યારે એ જ કામ કરતા સામાન્ય માણસને આખો મહિનો લાગે? આનો જવાબ એ નથી કે તેમની પાસે દિવસમાં 24 કલાકથી વધુ સમય છે. અસલી તફાવત તેમની માનસિક સંરચના (Psychological Architecture) માં છે. હાઈ પરફોર્મર્સ માત્ર ઈચ્છાશક્તિ (Willpower) પર આધાર રાખતા નથી; તેઓ મનને કાયમ "ફ્લો સ્ટેટ (Flow State)" એટલે કે સર્વોચ્ચ કાર્યક્ષમતામાં રાખ...