શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: બેસ્ટ પરિણામ માટે બેસ્ટ વિચારો.

 

શા માટે અમુક લોકો જીવનમાં ખૂબ શ્રેષ્ઠ પરિણામો મેળવે છે જ્યારે અમુક લોકો ખૂબ સંઘર્ષ કરે છે? 

જાણો એ મનનું વિજ્ઞાન અને પોતાના જીવનમાં પણ તેનો ઉપયોગ કરી અનુભવ કરો. આપ સર્વને આપના શ્રેષ્ઠ જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: વિચારો, અનુભૂતિ અને સફળતાના હોર્મોન્સ

    શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમાન કુશળતા, સમાન શિક્ષણ અને સમાન વાતાવરણ હોવા છતાં બે વ્યક્તિઓના પરિણામો કેમ તદ્દન અલગ હોય છે? યાદ રાખો : બહારના સંસાધનો ક્યારેય તફાવત સર્જતા નથી; તફાવત હંમેશા આપણી અંદરની દુનિયાથી પડે છે.

મેં  ઘણા પુસ્તકો વાંચ્યા અને સમજવાની કોશિશ કરી કે જે લોકો જીવનમાં અસાધારણ અને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરે છે, તેઓ તે પરિણામોને બહાર મેળવતા પહેલા પોતાની અંદર deeply (ઊંડાણપૂર્વક) વિચારે છે, અનુભવે છે અને જીવે છે.

નેપોલિયન હીલ નું થિંક એન્ડ ગ્રો રીચ વાંચો.ડેલ કાર્નેગી,એન્ડ્ર્યુ કાર્નેગી,  ઇલોન મસ્ક,સ્ટીવ જોબ,બિલ ગેટસ,ધીરુભાઈ અંબાણી,રતન ટાટા, અમિતાભ બચ્ચન કે કોઈપણ તમારા માટે રોલ મોડલ હોય તે વ્યક્તિ લઈ લો ,,  વગેરે ને વાંચશો એટલે એમના વિચારોની પેટર્ન ખબર પડી જશે. 

Think Like a PRO.  

તમે ક્યારેક સાંભળ્યું તો હશે કે પોલીસ જ્યારે ચોરને પકડી નથી શકતી ત્યારે એક તબક્કે  એવું વિચારે છે કે આપણે ચોરને પકડવા માટે ચોરની જેમ વિચારવું પડશે.- એ ધાર્યું પરિણામ મેળવવા માટે તેઓ આ જ વિજ્ઞાનનો જાણે અજાણે ઉપયોગ કરે છે. 

એક માઇન્ડ ટ્રેનર અને ન્યુરો-લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ (NLP) ના દ્રષ્ટિકોણથી આ વિષયને સમજીએ તો: તમારી આંતરિક સ્થિતિ જ તમારી બાહ્ય વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. ચાલો તેના પાછળના મનોવૈજ્ઞાનિક અને ન્યુરોલોજીકલ વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજીએ.

1 . NLP દ્રષ્ટિકોણ: આંતરિક નકશાની શક્તિ (Internal Representation)

NLP માં એક બહુ મોટો સિદ્ધાંત છે: "The map is not the territory." એટલે કે, આપણે બહારની દુનિયા પ્રમાણે નથી જીવતા, પણ આપણા મગજમાં બહારની દુનિયાનો કેવો નકશો (Map) બનાવ્યો છે તેના આધારે જીવીએ છીએ. આ નકશો આપણા વિચારો, આંતરિક સંવાદો અને માનસિક ચિત્રોથી બને છે.

  • પોતાના વિશે ઊંચો અભિપ્રાય (High Self-Esteem): જ્યારે તમે તમારા પોતાના વિશે શ્રેષ્ઠ અભિપ્રાય ધરાવો છો, ત્યારે તમારું મગજ નકારાત્મકતા અને શંકાઓને ફિલ્ટર કરીને બહાર ફેંકી દે છે. તમારું સબકોન્શિયસ માઇન્ડ (અર્ધજાગ્રત મન) માત્ર તકો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે." હું કંઈ પણ કરવા સક્ષમ છું અને સામર્થ્ય ધરાવું છું" એ આત્મવિશ્વાસ. 

  • માનસિક પ્રોગ્રામિંગ: જ્યારે તમે સભાનપણે એક વિજેતાની જેમ વિચારવાનું અને અનુભવવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારા મગજને એ જ દિશામાં કામ કરવા માટે પ્રોગ્રામ કરો છો. પછી તમારું મન એવી જ બાબતો પર ધ્યાન આપે છે, એવી જઘટનાઓ અને પ્રસંગો કે તકો તમારી સામે આવશે જેની તમે નોંધ લેશો. 

2 . ખુશીઓનું ન્યુરોલોજી: ડોપામાઇન અને સેલ્યુલર ઊર્જા (Cellular Energy)

આ માત્ર કોઈ ઉપરછલ્લી "પોઝિટિવ થિંકિંગ" ની વાતો નથી, પણ શુદ્ધ વિજ્ઞાન છે. જ્યારે તમે સભાનતાપૂર્વક શ્રેષ્ઠ વિચારો પસંદ કરો છો અને ખુશ રહેવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તમારા શરીરમાં એક મોટો બાયોકેમિકલ - જૈવરાસાયણિક  બદલાવ આવે છે.

  • ડોપામાઇન (Dopamine) નો ચમકારો: જ્યારે તમે આંતરિક રીતે ખુશી અને ગર્વ અનુભવો છો, ત્યારે મગજમાંથી ડોપામાઇન નામનો અંતઃસ્ત્રાવ (હોર્મોન) મુક્ત થાય છે. જેને "રિવોર્ડ હોર્મોન" પણ કહેવાય છે.

  • કોષોનું નવજીવન: ડોપામાઇન માત્ર મનને સારું નથી લગાડતું, પણ તે આપણા શરીરના કરોડો કોષો (Cells) ને પ્રોત્સાહિત કરે છે. તે સ્ટ્રેસ હોર્મોન (Cortisol) ને ઘટાડે છે અને આપણા શરીરની ઊર્જાને તરોતાજા, જીવંત અને પાવરફુલ રાખે છે.

  • ખુશ રહેવાનો પ્રયત્ન: વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે જ્યારે તમે માત્ર ખુશ રહેવાનો પ્રયત્ન પણ કરો છો, ત્યારે પણ તમારું મગજ સક્રિય થઈને આ પોઝિટિવ હોર્મોન્સ છોડવાનું શરૂ કરી દે છે. તમે તમારા કોષોને જાણે ઊર્જાના અમૃતથી નવડાવો છો!

કેટલું અદભૂત કહેવાય!  ખરું ને? 

3. ઊંડાણપૂર્વકના ઉદાહરણો: અંદરથી બહારની તરફ યાત્રા

  • એક સફળ લીડરનું ઉદાહરણ: માની લો કે એક બિઝનેસમેન મોટી મીટિંગમાં જાય છે. એક વ્યક્તિ એવો છે જે માત્ર પરિણામની ચિંતા કરે છે અને ડરેલો છે. શું થશે? થશે કે નહી ? વગેરે વાઈરાસરૂપી નકારાત્મક વિચારો કરે છે, જ્યારે બીજો વ્યક્તિ મીટિંગમાં જતા પહેલા જ અંદરથી સક્સેસને ફીલ કરે છે—તે પોતાની જાતને વિજેતા તરીકે જુએ છે, તેનો આત્મવિશ્વાસ તેના અવાજ અને બોડી લેંગ્વેજમાં દેખાય છે. પરિણામે, સામેવાળી વ્યક્તિ તેની ઊર્જાથી પ્રભાવિત થઈને ડીલ લોક કરી દે છે.

  • રમતવીરો (Athletes) નું ઉદાહરણ: દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ મેદાન પર જતા પહેલા આંખો બંધ કરીને વિઝ્યુઅલાઈઝ કરે છે (જેને NLP માં Mental Rehearsal કહેવાય છે). તેઓ મેડલ ગળામાં પહેરવાની ક્ષણને, લોકોની તાળીઓને પોતાની અંદર એટલી તીવ્રતાથી અનુભવે છે કે તેમનું મગજ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો ભેદ ભૂલી જાય છે અને શરીરને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર કરી દે છે. ઘણી વખત સમાચારપત્રોમાં પણ આ બાબતો લખાયેલી છે. સચિન તેંડુલકરે, વિરાટ કોહલીએ વર્લ્ડકપની ફાઇનલમાં રમતા પહેલા પીચ પર કે ગ્રાઉન્ડ પર જઈને મેડિટેશન કે વિજહઉલાઈઝેશન કરેલ છે.અને બીજા દિવસની મેચમાં તેમના શાનદાર પ્રદર્શનથી ટીમ વિજેતા પણ થઈ છે. 


આપણે શ્રેષ્ઠની અપેક્ષા રાખીએ છીએ પણ અંદરથી બદલાવની શરૂઆત જો ના કરીએ તો આપણને હમેશા એ જ મળતું રહેશે જે મળતું આવ્યું છે. અને જો શ્રેષ્ઠ વિચારશો તો બેસ્ટ પરિણામ મળવાનું નક્કી છે. 
તમારા જીવનના પરિવર્તનનો દરવાજો અંદરથી ખૂલે છે. બહારથી નહી. જે તમે જ ખોલી શકશો. 

આપના  માટે આજનો મુખ્ય સંદેશ:

"એ લોકો વધુ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરે છે,

જેઓ પોતાના વિશે ઊંચા અભિપ્રાયો ધરાવે છે. પોતાના વિષે શ્રેષ્ઠ વિચારે અને અનુભવે છે." 

 શ્રેષ્ઠ પરિણામો મળ્યા પછી ખુશ થવું એ સામાન્ય બાબત છે. પરંતુ પરિણામો મેળવતા પહેલા અંદરથી શ્રેષ્ઠ વિચારવું, ખુશ રહેવું અને પોતાના વિશે ઊંચો અભિપ્રાય રાખવો—એ જ મહાન પરિણામો લાવવાની સાચી ચાવી છે.

આજે તમે આ લેખમાંથી શું લઈને જશો તે કોમેન્ટ સેકશનમાં જણાવો.  

 

Shantubhai V.

NLP Coach | Mind Trainer | Author

Founder, Infinite Mindset

તમારા મનની અસીમ શક્તિઓને જગાડો.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?

આપણે શા માટે કંઇક કરીએ છીએ અથવા નથી કરતાં?

પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ