Nobody is Lazy- કોઈ વ્યક્તિ આળસુ નથી.
તમે આળસુ નથી કોઈપણ વ્યક્તિ આળસુ નથી. માઇન્ડ હેક્સ: માત્ર 5 મિનિટમાં આળસને ગાયબ કરવાની સાયન્ટિફિક રીતો આળસુ - આ શબ્દ આપણે, આપણાં માટે અથવા અન્યો માટે ઘણી વાર સાંભળ્યો છે ખરું કે નહીં ? વડીલો દ્વારા કે શિક્ષકો દ્વારા કે નોકરી ધંધો કરતાં હોય તે જગ્યાએ બોસ,કે મેનેજર દ્વારા પણ આવા શબ્દો સાંભળવા એ સામાન્ય છે. સોંપેલું કામ સમયમર્યાદામાં પૂર્ણ ન કરી શકવા માટે અથવા ડિલે થવાના લીધે આ શબ્દ સંભાળવા મળે છે. ક્યારેક વારંવાર સાંભળીને અર્ધજાગૃત મનમાં આ શબ્દ જતો રહે તો તમે જીવનભર આ રીતે જ કાર્ય કરતાં રહેશો એ પણ એટલું જ સાચું છે. સફળતા માટે તો ત્વરીત એકશન લેનાર લોકોની ડિમાન્ડ છે. તમે એ પણ નોંધ્યું હશે જ કે જ્યારે ડેડલાઇન નજીક આવે ત્યારે આપણે પૂરા જોશથી અને ફૂલ ફોકસ સાથે કામ કરી નાખીએ છીએ. ગમે તે હિસાબે પતાવી દઈએ, એવું પણ ખરું. ચાલો આ બાબતને વધુ વિગતવાર સમજીએ ધારો કે તમારી પાસે લક્ઝરી કાર છે, એન્જિન એકદમ પરફેક્ટ છે, ટાંકીમાં પેટ્રોલ પણ ફૂલ છે. તમે ડ્રાઇવિંગ સીટ પર બેઠા છો, પણ જો તમે 'ચાવી' ફેરવીને એન્જિન સ્ટાર્ટ જ નહીં કરો, તો શું કાર એ...