Nobody is Lazy- કોઈ વ્યક્તિ આળસુ નથી.
તમે આળસુ નથી
કોઈપણ વ્યક્તિ આળસુ નથી.
માઇન્ડ હેક્સ: માત્ર 5 મિનિટમાં આળસને ગાયબ કરવાની સાયન્ટિફિક રીતો
ધારો કે તમારી પાસે લક્ઝરી કાર છે, એન્જિન એકદમ પરફેક્ટ છે, ટાંકીમાં પેટ્રોલ પણ ફૂલ છે. તમે ડ્રાઇવિંગ સીટ પર બેઠા છો, પણ જો તમે 'ચાવી' ફેરવીને એન્જિન સ્ટાર્ટ જ નહીં કરો, તો શું કાર એક ઈંચ પણ આગળ ખસશે?
આપણા મનનું પણ કંઈક આવું જ છે. આપણી પાસે સપના છે, ગોલ છે, અને કંઈક કરવાની જવલંત ઈચ્છા પણ છે, પણ જ્યારે કામ કરવાનો સમય આવે છે ત્યારે મગજમાં 'આળસ' (Procrastination) , કામ ઠેલવાની વૃતિ કે પછી કરીશ,કાલે કરીશ એવો અભિગમના નામનું મોટું તાળું લાગી જાય છે. પુસ્તક ખોલતા જ અડધા કલાકમાં ઊંઘ આવવા લાગે છે, અથવા કોઈ પ્રોજેક્ટ શરૂ કરતા જ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાની ઈચ્છા થાય છે.બીજા કામો યાદ આવે છે એટલે માઇન્ડ ડિસ્ટ્રેકટ થઈ જાય છે.
એક NLP કોચ અને માઇન્ડ ટ્રેનર તરીકે હું તમને કહું કે : તમે આળસુ નથી તો તમે ખુશ થઈ જશો. કોઈપણ વ્યક્તિ જન્મથી આળસુ નથી હોતી, બસ તેને પોતાના મગજની 'સ્વિચ' ઓન કરતા નથી આવડતી. આજે આપણે જાણીશું એવી સાયન્ટિફિક ટ્રીક્સ જે માત્ર 5 મિનિટમાં તમારા મગજને સુપર-એક્ટિવ મોડમાં લાવી દેશે!
"આળસ એ બીજું કંઈ નથી, પણ તમારા મગજ પાસે એ કામ કરવા માટે કોઈ પાવરફુલ કારણ (Motivation) ન હોવાની સ્થિતિ છે."
- "શા માટે" WHY શોધો: ધ્યેયને ઊંડી, વ્યક્તિગત લાગણી અથવા મૂળ મૂલ્ય સાથે જોડો.
- તમારું મૂલ્ય વધારો : ખાતરી કરો કે પરિણામ તમને પ્રતિકારમાંથી પસાર થવા માટે એક આકર્ષક કારણ આપે છે.
- પરિણામની કલ્પના કરો: તમને શું મળી રહ્યું છે અને તે તમારા જીવનમાં કેવી રીતે સુધારો કરે છે તેનો સ્પષ્ટ નકશો બનાવો .
આળસ પાછળનું વિજ્ઞાન: મગજમાં શું ચાલે છે?
ન્યુરોસાયન્સ મુજબ, આપણા મગજમાં બે ભાગો વચ્ચે સતત યુદ્ધ ચાલતું હોય છે:
1. લિમ્બિક સિસ્ટમ (Limbic System): મગજનો આ ભાગ ખૂબ જૂનો અને ઈન્સ્ટન્ટ મજા (Instant Gratification) શોધનારો છે. તેને મહેનત કરવી ગમતી નથી.
2. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ (Prefrontal Cortex): આ તમારું લોજિકલ મગજ છે, જે પ્લાનિંગ કરે છે કે એક્ઝામ માટે વાંચવું જરૂરી છે કે કરિયર માટે કામ કરવું જરૂરી છે.
જ્યારે લિમ્બિક સિસ્ટમ જીતી જાય છે, ત્યારે આપણે કામ પાછળ ઠેલીએ છીએ અને કહીએ છીએ, "બસ, 5 મિનિટ રીલ્સ જોઈ લઉં પછી વાંચવા બેસું." અને એ 5 મિનિટ ક્યારે 2 કલાકમાં બદલાઈ જાય છે, ખબર જ નથી પડતી!
મગજની સ્વિચ ઓન કરવાના 4 પાવરફુલ માઇન્ડ હેક્સ (NLP Techniques)
તમારા મગજના લોજિકલ ભાગને સક્રિય કરવા અને આળસને પળભરમાં ભગાડવા માટે આ 4 સાયન્ટિફિક રીતો આજે જ અપનાવો:
1 . ધ 5-સેકન્ડ રૂલ (The 5-Second Rule)
વિશ્વપ્રસિદ્ધ લેખિકા મેલ રોબિન્સનો આ નિયમ ન્યુરોસાયન્સ પર આધારિત છે. જ્યારે પણ કોઈ કામ કરવાનો સમય આવે (જેમ કે સવારે ઉઠવું કે વાંચવા બેસવું) અને આળસ આવે, ત્યારે ઊંધી ગણતરી શરૂ કરો: 5,4,3,2,1... અને એક્શન લો!
આની પાછળનું વિજ્ઞાન: ઊંધી ગણતરી કરવાથી મગજ ગૂંચવાઈ જાય છે અને તે બહાના બનાવવાનું બંધ કરી દે છે. આ 5 સેકન્ડમાં તમારું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ - કપાળનો ભાગ એક્ટિવ થઈ જાય છે અને તમે આળસના લૂપમાંથી બહાર નીકળી જાઓ છો.
2. મેલ્ટિંગ આઈસબર્ગ ટેકનિક: માત્ર 5 મિનિટનો કમાન્ડ
જ્યારે કોઈ મોટું ચેપ્ટર કે મોટો પ્રોજેક્ટ સામે હોય ત્યારે મગજ ગભરાઈને આળસ કરવા લાગે છે. આ સમયે મનને ઉલ્લુ બનાવો!
NLP શિફ્ટ: જેમ્સ ક્લિયરના પુસ્તક "એટોમીક હેબિટ્સ" માં પણ આવી તરીક આપેલ છેઃ તમારી જાતને કહો: "મારે આખું પુસ્તક નથી વાંચવું, હું માત્ર 5 જ મિનિટ ચોપડી ખોલીને બેસીશ." જ્યારે તમે 5 મિનિટ કામ શરૂ કરી દો છો, ત્યારે મન એવું વિચારે છે કે મે મારી જાતને જે પ્રોમિસ આપેલું એટલું કર્યું છે એટલે મગજમાં કૈંક કર્યા બાદ રિવૉર્ડ સિસ્ટમ દ્વારા 'ડોપામાઈન' (Dopamine - જે ખુશી અને સંતોષ આપે છે) અંતઃ સ્ત્રાવ રિલીઝ થાય છે. જે એક બાયો કેમિકલ છે તે એકવાર શરીરમાં તેની અસર છોડે એટલે એકવાર કામ શરૂ થયા પછી, મન આપોઆપ તેને આગળ વધારવા માટે તૈયાર થઈ જાય છે.
3. એન્કરિંગ ફિઝિયોલોજી (Anchoring Physiology - શરીરની હલચલ)
જ્યારે તમે પલંગ પર આડા પડ્યા હોવ કે ખુરશી પર ઢીલા થઈને બેઠા હોવ, ત્યારે મગજને સિગ્નલ મળે છે કે 'હવે સૂવાનો સમય છે'.યાદ રાખો Physiology changes Psychology and vice versa એટલે કે તમારૂ બોડી પોશ્ચર એ તમારી મનોસ્થિતિ બદલે છે અને મનોસ્થિતિ તમારું બોડી પોશ્ચર.
માઇન્ડ હેક: આળસ આવે ત્યારે તરત જ ઊભા થાઓ, મોઢા પર ઠંડુ પાણી છાંટો અને 20 સેકન્ડ માટે સ્પીડમાં સ્પોટ જોગિંગ (જગ્યા પર દોડવું) કે કસરત કરો. જેવી શરીરની એનર્જી બદલાશે (State Shift), મગજની આળસ ગાયબ થઈ જશે.
4 . પેઈન અને પ્લેઝર પ્રિન્સિપલ (Pain vs Pleasure)
આપણું અચેતન મન હંમેશા દર્દથી દૂર ભાગે છે અને ખુશી તરફ આકર્ષાય છે.(Pain & Pleasure Principle ) જો તમને વાંચવામાં આળસ આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારા મગજે વાંચવાને 'દર્દ' અને મોબાઈલ જોવાને 'ખુશી' સાથે જોડી દીધું છે.
તેને મેનેજ કરવાની રીત: આ કનેક્શનને ઉલટાવી દો. તમારી જાતને પૂછો: "જો હું આજે આ કામ નહીં કરું, તો આગામી 6 મહિનામાં મારે કેટલું મોટું નુકસાન વેઠવું પડશે?" (મનને દર્દનો અહેસાસ કરાવો). અને "જો હું આ કામ પૂરું કરી લઈશ, તો મને કેવો ગર્વ અનુભવાશે?" (મનને પ્લેઝર આપો).
આળસથી દૂર ભગાડવાનું દૈનિક ટાઈમ-ટેબલ
| ટેકનિકનું નામ | ક્યારે વાપરવી? | કેવી રીતે કામ કરે છે? |
| 5 -સેકન્ડ રૂલ | સવારે પથારીમાંથી ઉઠતી વખતે અથવા કામ શરૂ કરતી વખતે. | બહાના બનાવવાની મગજની આદતને તોડે છે. |
| 2-મિનિટ રૂલ | જે કામ ખૂબ નાનું હોય (જેમ કે ઈમેલ કરવો કે ફાઈલ ગોઠવવી). | પળભરમાં કામ પૂરું કરવાનો આત્મવિશ્વાસ આપે છે. |
| પોમોડોરો (Pomodoro) | લાંબા સમય સુધી અભ્યાસ કે ઓફિસ વર્ક કરતી વખતે. | 25 મિનિટ કામ અને 5 મિનિટ બ્રેક મગજને થાકવા નથી દેતું. |
છેલ્લે જતાં જતાં... : સ્વિચ તમારા હાથમાં છે
મિત્રો, આળસ એ કોઈ કાયમી બીમારી નથી, એ માત્ર એક 'માનસિક સ્થિતિ' (State of Mind) છે. જેમ ઘરમાં અંધારું થાય ત્યારે આપણે અંધારાને ગાળો નથી આપતા, પણ સ્વિચ ઓન કરીને લાઈટ ચાલુ કરીએ છીએ; બરાબર તેમ જ, જ્યારે આળસ ઘેરી વળે ત્યારે પોતાની જાતને કોસવાને બદલે ઉપર જણાવેલા 'માઇન્ડ હેક્સ' વાપરીને મગજની સ્વિચ ઓન કરી દો.
યાદ રાખો, સફળ લોકો અલગ નથી હોતા, બસ તેઓ આળસના મોજા પર સવાર થઈને તેને મેનેજ કરતા શીખી ગયા હોય છે!
"કાલથી શરૂ કરીશ એ આળસનો મંત્ર છે, અને આજથી જ શરૂ કરીશ એ વિજેતાનો મંત્ર છે!"
આગામી બ્લોગમાં આપણે શું વાત કરીશું?
શું તમારી સાથે એવું બને છે કે લોકો તમારી પીઠ પાછળ વાતો કરે છે અથવા કોઈની નાની અમથી વાત તમને અઠવાડિયા સુધી પરેશાન કરે છે? તમે કોઈના નેગેટિવ વહેવારને દિલ પર લઈ લો છો?
અમારા આગામી બ્લોગ "મેન્ટલ શીલ્ડ: લોકોની નેગેટિવ વાતો અને ટીકાઓથી તમારી જાતને બચાવવાની NLP ટેકનિક" માં આપણે જાણીશું એક એવું અદ્રશ્ય કવચ બનાવવાની રીત, જે તમારી માનસિક શાંતિને ક્યારેય ભંગ થવા નહીં દે. મિસ ન કરતા!
તમે આજે કયા કામ માટે '5 -સેકન્ડ રૂલ' વાપરવાના છો? નીચે Comment સેક્શનમાં હમણાં જ લખો અને તમારા એવા મિત્રને Tag/Share કરો જેને અત્યારે જ આળસ ભગાડવાની સખત જરૂર છે!
- Shantubhai V.
(NLP Coach & Mind Trainer)

"હું વેકેશન દરમિયાન જનરલ નોલેજની ચોપડી વાંચતી હતી પણ અમુક પોઇન્ટ વાંચવાથી આળસ આવતી હતી અને એ પોઇન્ટ મેં છોડી દીધા હતા, એટલે આ બાકી રાખેલ પોઇન્ટને વાંચવા માટે હું આજથી જ આ '5 સેકન્ડ રૂલ' વાપરવાની છું. આપનો ખૂબ ખૂબ આભાર સર."
જવાબ આપોકાઢી નાખો