શબ્દોની માયાજાળ: કેવી રીતે તમારી ભાષા તમારું નસીબ બદલી શકે છે?

 


શબ્દોની માયાજાળ: 

કેવી રીતે તમારી ભાષા 

તમારું નસીબ બદલી શકે છે?

મેં ઘણી વખત સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે લોકો જે રીતે વાતચીતમાં શબ્દોનો ઉપયોગ કરે છે તે મુજબ તેમના જીવનમાં પરિવર્તનો આવે છે. તેમની સફળતા કે નિષ્ફળતા માટે દૈનિક જીવનમાં વપરાતા શબ્દો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. 
  • ક્યારેક ખૂબ જ ફેકુ માણસો પણ આગળ જતાં સફળતા પ્રાપ્ત કરી લે છે જ્યારે ખૂબ જ સિરિયસ અને મહેનતુ,પ્રામાણિક વ્યક્તિ પણ જીવનમાં પાછળ રહી જાય છે? તમને તમારી સાથે ભણતા કોઈ મિત્રોને યાદ કરીને આ બાબતનો અંદાજ આવી શકે છે? તમારામાંથી કોણ મારી આ વાત સાથે સહમત થાઓ છો? જરા કોમેન્ટ કરજો.
  • તમારા  શબ્દો તમારા  જીવન પર કેટલી  પ્રભાવશાળી અસર ઉત્પન્ન કરે છે તે જાણવા માટે જરા અંહી વાંચો અને અપનાવી જુઓ. 

ધારો કે તમારી પાસે દુનિયાનું સૌથી એડવાન્સ સુપર-કોમ્પ્યુટર છે. તમે તેમાં જેવો કમાન્ડ (Command) ટાઈપ કરશો, તે એવું જ પરિણામ આપશે. જો તમે ખોટો કમાન્ડ આપશો, તો સિસ્ટમ ક્રેશ થઈ જશે.

શું તમે જાણો છો? તમારું અચેતન મન - અર્ધજાગૃત મન  (Subconscious Mind) પણ આ સુપર-કોમ્પ્યુટર જેવું જ છે, અને તમે રોજ જે શબ્દો બોલો છો તે આ કોમ્પ્યુટરના કમાન્ડ છે! એક વિદ્યાર્થી જ્યારે પરીક્ષાના દબાણમાં હોય છે અથવા એક યુવાન જ્યારે કરિયરના પડકારોનો સામનો કરતો હોય છે, ત્યારે તે પોતાની જાત સાથે કેવા શબ્દોમાં વાત કરે છે (Self-Talk), તેના પરથી જ તેનું ભવિષ્ય નક્કી થાય છે. 

NLP (Neuro-Linguistic Programming) વિજ્ઞાન કહે છે: 

"Your Words Create Your World" 

"તમારા શબ્દો જ તમારી દુનિયા અને તમારું નસીબ ઘડે છે."

 

"બીજા સાથે સંભાળીને બોલો એ વિવેક છે,

પણ પોતાની જાત સાથે સંભાળીને બોલો એ વિજ્ઞાન છે."

ચાલો અંહી સમજીએ કે  

શબ્દો પાછળનું વિજ્ઞાન: ન્યુરોસાયન્સ શું કહે છે?

જ્યારે તમે કોઈ શબ્દ બોલો છો, ત્યારે મગજમાં ચોક્કસ ન્યુરોન્સ (Neurons) સક્રિય થાય છે, આ શબ્દ સાથે તમને શીખવ્યા મુજબ કે તમે જાતે શીખીને ,અનુભવીને આ શબ્દ સાથે એક અર્થ જોડ્યો છે આ અર્થને લીધે  શરીરમાં ચોક્કસ હોર્મોન્સ ( એક રસાયણ) રિલીઝ થાય છે.જેનાથી એક લાગણી જન્મ લે છે.

ન્યુરૉન્સ અને હોર્મોન વિશે વિગતવાર કોઈક દિવસ જણાવીશ પરંતુ અંહી કેટલાક અગત્યના આજના ટૉપિકને સંબંધિત હોર્મોન વિષે જણાવેલ છે.

  • જો તમે બોલો છો: 

  • "હું બહુ સ્ટ્રેસમાં છું, મારાથી આ નહીં થાય"

  • હું ખૂબ થાકેલો છું. આજે મેં ખૂબ શ્રમ કર્યો છે 

  • મને કંટાળો આવે છે , મને રસ નથી વગેરે જેવા વાક્યોથી – મગજ તરત જ Cortisol (સ્ટ્રેસ હોર્મોન) રિલીઝ કરે છે, જે તમારી યાદશક્તિ અને શીખવાની ક્ષમતાને બ્લોક કરી દે છે.તમને સર્વાઇવલ મોડમાં લઈ જાય છે 

  • જો તમે બોલો છો: "આ એક મોટો પડકાર છે, પણ હું આમાંથી કંઈક નવું શીખીશ" – મગજ તરત જ  Dopamine નામનો હોર્મોન  રિલીઝ કરે છે, જે તમને પ્રેરણા અને એનર્જી આપે છે.

યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પાવરફુલ શબ્દોનું રી-પ્રોગ્રામિંગ (NLP Shifts)

આપણે રોજબરોજ અજાણતા જ નકારાત્મક શબ્દો બોલીને આપણા મનને ફેલ થવા માટે પ્રોગ્રામ કરીએ છીએ.આ બધુ આપણી આસપાસના લોકો,મિત્રો,સામાજિક અનુભવો, દ્વારા અજાણતા જ આપણાં જીવન  સાથે વણાતી જાય છે. એમાં તમારી ભૂલ નથી,  ચાલો જોઈએ કે કયા સામાન્ય શબ્દોને બદલીને આપણે માઇન્ડસેટ બદલી શકીએ:

1 . "મારે આ કરવું પડશે" (I have to) ને બદલે  

    "હું આ પસંદ કરું છું" (I choose to)

  • નકારાત્મક અસર: જ્યારે વિદ્યાર્થી કહે છે, "મારે આજે રાત્રે જાગીને વાંચવું પડશે," ત્યારે મનને લાગે છે કે આ એક સજા કે ગુલામી છે. મન તરત જ કંટાળો અને આળસ પેદા કરે છે.

  • NLP શિફ્ટ: તેના બદલે બોલો, "સારા રિઝલ્ટ માટે આજે રાત્રે વાંચવાનું હું પોતે પસંદ કરું છું." આ શબ્દ બદલતા જ તમે મનને ગુલામમાંથી 'માલિક' બનાવી દો છો. આનાથી આંતરિક શક્તિ (Willpower) વધે છે.

2 . "હું ટ્રાય કરીશ" (I will try) ને બદલે  

     "હું આ ચોક્કસ કરીશ" (I will do)

  • નકારાત્મક અસર: "ટ્રાય" (Try) એ એક બહુ ખતરનાક શબ્દ છે. જ્યારે તમે કહો છો કે "હું વહેલા ઉઠવાનો ટ્રાય કરીશ" અથવા "હું આ એક્ઝામ પાસ કરવાનો ટ્રાય કરીશ", ત્યારે તમે અચેતન મનને પહેલેથી જ ફેલ થવાનો પાછલો દરવાજો ખોલી આપો છો.

  • NLP શિફ્ટ: 'Try' શબ્દ ડિક્શનરીમાંથી કાઢી નાખો. કાં તો કહો "હું આ કરીશ" અથવા કહો "હું આ નહીં કરું". મનને સ્પષ્ટ કમાન્ડ આપો.

3 . "આ મારી સમસ્યા છે" (Problem) ને બદલે  

    "આ મારા માટે પડકાર છે" (Challenge)

  • નકારાત્મક અસર: 'સમસ્યા' (Problem) ,મુશ્કેલી, તકલીફ, વગેરે શબ્દો  સાંભળતા જ મન ગભરાઈ જાય છે અને બચાવ મુદ્રા (Defense Mode) માં આવી જાય છે.

  • NLP શિફ્ટ: યુવાનો જ્યારે જોબ કે બિઝનેસમાં નિષ્ફળ જાય ત્યારે તેને સમસ્યા ન કહેતા 'ચેલેન્જ' અથવા 'પડકાર' કહેતાં શીખો, આપણું મન ચેલેન્જ જીતવા માટે બનેલું છે, તેનાથી લડવાની મજા આવે છે.તમને તરત જ નવા અનુભવો થશે. 

4 . "હું આમાં કાચો છું" (I am bad at this) ને બદલે 

      "હું હજુ આ શીખી રહ્યો છું" (Yet)

  • નકારાત્મક અસર: "મને ગણિત  નથી આવડતું" અથવા "મને English બોલતા નથી ફાવતું" – આ વાક્ય તમારા મગજ પર કાયમી ખોટો સિક્કો (Full Stop) મારી દે છે.

  • NLP શિફ્ટ: તેની પાછળ માત્ર એક જાદુઈ શબ્દ ઉમેરો: 'હજુ સુધી' (Yet). "મને હજુ સુધી English  બોલતા નથી ફાવતું, પણ હું શીખી રહ્યો છું." આ એક નાનો શબ્દ મગજ માટે વિકાસ (Growth) ના નવા હજારો રસ્તા ખોલી નાખે છે.

તમારી ભાષા બદલવાની 3 પ્રેક્ટિકલ ટિપ્સ અંહી રજૂ કરું છું.

ક્રમરીત (Method)તેનો ફાયદો (Benefit)
1પોઝિટિવ અફર્મેશન્સ: સવારે ઉઠીને સૌથી પહેલા બોલો: "આજનો દિવસ અદભુત છે, હું દરેક પડકાર માટે તૈયાર છું."મગજ આખા દિવસ માટે પોઝિટિવ મોડમાં સેટ થઈ જાય છે.
2ફરિયાદ કરવાનું બંધ કરો: "નસીબ ખરાબ છે", "સિસ્ટમ ખરાબ છે" "લોકો ખરાબ છે "એવા શબ્દો બોલવાનું ટાળો.તમારી ઊર્જા વેડફાતી અટકે છે અને ફોકસ સોલ્યુશન પર જાય છે.
3શબ્દોની ચોકીદારી: જ્યારે પણ મોઢામાંથી નેગેટિવ શબ્દ નીકળે, ત્યારે તરત જ તેને સુધારીને પોઝિટિવ વાક્ય ફરીથી બોલો.સબકોન્શિયસ માઇન્ડની જૂની નેગેટિવ પ્રોગ્રામિંગ ડિલીટ થઈ જાય છે.

જતાં જતાં : યાદ રાખો તમે તમારા પોતાના નસીબના લેખક છો.

વિદ્યાર્થી મિત્રો અને યુવાનો, યાદ રાખો કે તમારું ભાગ્ય આકાશમાંથી નથી લખાતું, તે તમારા મોઢામાંથી નીકળતા શબ્દો દ્વારા દરરોજ લખાય છે. નબળા શબ્દો બોલીને નબળું ભવિષ્ય ન બનાવો. તમારી ભાષા બદલો, તમારા વિચારો બદલાશે અને વિચારો બદલાશે એટલે તમારું નસીબ આપોઆપ બદલાઈ જશે.

"તમારા શબ્દોમાં એ તાકાત છે કે તે તમારા જીવનમાં કાં તો બગીચો ઉગાડી શકો છો,

અથવા તો કાંટાની વાડી.

પસંદગી તમારી છે!"

તમને આ બ્લોગમાંથી કયો શબ્દ આજે જ બદલવાની પ્રેરણા મળી? નીચે Comment સેક્શનમાં લખો:

 "હું આજથી 'Try' ના બદલે 'Do' શબ્દ વાપરીશ." અને તમારા મિત્રો સાથે આ જ્ઞાન ચોક્કસ Share કરો!

- Shantubhai V.

(NLP Coach & Mind Trainer)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?

આપણે શા માટે કંઇક કરીએ છીએ અથવા નથી કરતાં?

પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ