તમારી મર્યાદિત કરનારી માન્યતાઓ (Limiting Beliefs)
માનસિક પ્રોગ્રામિંગ: તમારી મર્યાદિત માન્યતાઓ (Limiting Beliefs)
ને કેવી રીતે તોડવી?
શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કંઈક નવું કરવા માંગો છો, પણ અંદરથી કોઈ અવાજ આવે છે કે,
"આ તારા બસની વાત નથી" ? "રહેવા દે તારાથી નહી થાય "
જો હા, તો તમે એક અદ્રશ્ય સાંકળથી બંધાયેલા છો.
કેવી વાત કરો છો સાહેબ?અંહી જે નથી દેખાતું તેવી મનની સાંકળ વિશે સમજવાની જરૂર છે. આ સાંકળને સમજવા માટે ચાલો હાથીનું એક મનોવૈજ્ઞાનિક ઉદાહરણ જોઈએ. એક પુસ્તકમાં આ ઉદાહરણ જ્યારે મેં વાંચ્યું હતું ત્યારથી મને ખૂબ જ ગમી ગયું. હું ક્યાંક સેમિનાર આપવા જાણું ત્યારે આ વિષય ઉપર કહેવાનું થાય ત્યારે આ પાવરફૂલ ઉદાહરણ હમેશા મારા વક્તવ્યમાં આવી જાય છે.
હાથી અને સાંકળનું રહસ્ય: બાળપણનું પ્રોગ્રામિંગ
તમે ક્યારેય વિચાર્યું છે કે આટલો વિશાળ અને શક્તિશાળી હાથી, જે ધારે તો આખું ઝાડ ઉખેડી શકે છે, તે માત્ર એક પાતળા દોરડાથી કેમ બંધાયેલો રહે છે?
તેની પાછળનું કારણ તેનું 'બાળપણનું પ્રોગ્રામિંગ' છે. જ્યારે હાથીનું બચ્ચું નાનું હોય છે, ત્યારે તેને લોખંડની મજબૂત સાંકળથી બાંધવામાં આવે છે. એ સમયે બચ્ચું સાંકળ તોડવા માટે પૂરી તાકાત લગાવે છે, પણ તે નાનું હોવાથી સાંકળ તોડી શકતું નથી. વારંવારના પ્રયત્નો પછી તેના મનમાં એક માન્યતા (Belief) ઘર કરી જાય છે કે: "આ સાંકળ તોડવી અશક્ય છે."
સમય જતાં એ બચ્ચું મોટો હાથી બની જાય છે. હવે તેની પાસે અખૂટ શક્તિ છે, પણ તેનો માલિક તેને માત્ર એક સામાન્ય દોરડાથી બાંધે છે. ભૂલથી પણ જો એ દોરડું ખેંચાય કે તરત જ એના મનમાંથી એક અવાજ આવે છે રહેવા દે. તારાથી એ નહી થાય. તેં નાનપણથી એને તોડવાનો પ્રયત્ન કર્યો હતો ,ટુ કેટલો જખમી થયો હતો યાદ છે ને? આ તર્ક એટલે કે એનું લોજીકલ માઇન્ડ હવે નવી વાસ્તવિકતા સ્વીકારવા માટે તૈયાર નથી એટલે એ હાથી એ દોરડું તોડવાનો પ્રયત્ન જ નથી કરતો, કારણ કે તેનું મન હજુ પણ એ જૂની માન્યતામાં કેદ છે કે તે બંધાયેલો છે. તેને દોરડું નહીં, પણ તેની 'માન્યતા' રોકી રહી છે.
આપણી મર્યાદિત માન્યતાઓ શું છે?
હાથીની જેમ આપણે પણ નાનપણમાં મળેલી નિષ્ફળતા, કોઈની ટીકા કે સામાજિક ડરને કારણે આપણા મનમાં મર્યાદિત માન્યતાઓ ઉભી કરી લઈએ છીએ.
"હું ગણિતમાં કાચો છું."
"મને English બોલતા નહી આવડે અથવા નહી ફાવે."
"મને સ્ટેજ પર બોલતા ડર લાગે છે."
"અત્યારે નવો બિઝનેસ શરૂ કરવો જોખમી છે."
"જો હું આ કરીશ તો નિષ્ફળ જ જઈશ."
"હું જ્યારે પણ આવું કામ શરૂ કરું ત્યારે મને નિષ્ફળતા જ મળે છે."
કોચ તરીકે મારે ઘણા વ્યક્તિઓને મળવાનું થાય છે જ્યારે અલગ રીતે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તે વ્યક્તિનો સમૂળગો દ્રષ્ટિકોણ જ બદલાય જાય છે.
માન્યતાઓને તોડવા માટેના પ્રેક્ટિકલ સ્ટેપ્સ
1. તમારી 'સાંકળ' ને ઓળખો (Identify)
વિચારો કે તમારા જીવનમાં એવું કયું 'દોરડું' છે જે તમને રોકી રહ્યું છે? તમે તમારી જાતને કયા નકારાત્મક વાક્યો કહો છો? તેને કાગળ પર લખો.
2. તર્ક સાથે પ્રશ્ન પૂછો (Challenge)
પોતાને પૂછો: "શું આ માન્યતા આજે પણ સાચી છે? શું મારી પાસે આજે એ હાથી જેવી શક્તિ નથી કે હું આ દોરડું તોડી શકું?" તમે જોશો કે મોટાભાગના ડર પાયાવિહોણા છે.તર્કની એરણ પર ચકાસતા જ એ ખ્યાલો કડડભૂસ થઈને તૂટી જાય છે.
કદાચ વર્ષોથી કેટલાક લોકો આવી માન્યતાઓ લઈને જીવતા રહે છે. જ્યારે સહેજ નવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે આતો આટલું સરળ છે. મેં આવું ક્યારેય નહી વિચાર્યું? અમે આવો વિચાર કેમ ના આવ્યો?
3. માઇન્ડ રી-પ્રોગ્રામિંગ (NLP Reframing)
તમારી જૂની સ્ક્રિપ્ટ બદલો.
જૂની માન્યતા: "હું ભૂતકાળમાં નિષ્ફળ ગયો હતો, એટલે હું આ નહીં કરી શકું."
નવી માન્યતા: "ભૂતકાળ એ મારો અનુભવ હતો, મારી ક્ષમતાની મર્યાદા નથી. આજે હું વધુ શક્તિશાળી અને સમજદાર છું."
4. એક્શન લો (Take Action)
હાથીએ તો માત્ર એક જ વાર જોર લગાવવાની જરૂર છે. તમે પણ તમારી નવી માન્યતા મુજબ એક નાનું ડગલું ભરો. નાની સફળતા તમારી વર્ષો જૂની મર્યાદિત માન્યતાઓને તોડી નાખશે.
નિષ્કર્ષ
મિત્રો, તમે હાથી જેવા શક્તિશાળી છો. તમારી ક્ષમતા અનંત (Infinite) છે. તમારી મર્યાદા લોખંડની સાંકળમાં નથી, પણ તમારા વિચારોમાં છે. આજે જ નક્કી કરો કે તમે તમારા મનનું આ 'બાળપણનું પ્રોગ્રામિંગ' ક્યારે બદલશો?
👉"તમારા જીવનમાં એવી કઈ સાંકળ (માન્યતા) છે જે તમને આગળ વધતા રોકી રહી છે?
👉શું તમે તેને તોડવા તૈયાર છો?
કોમેન્ટમાં 'YES' લખીને તમારી મન મક્કમતા જાહેર કરો."
Shantubhai V. (Mind Trainer & NLP Coach)

Thank you
જવાબ આપોકાઢી નાખોYES! 👍
જવાબ આપોકાઢી નાખો