અતિ સર્વત્ર વર્જયેત

 હાઇસ્કૂલમાં ભણતા ત્યારે સંસ્કૃતભાષામાં શ્લોક શીખવા મળતા. પરીક્ષા માટે શ્લોકનો  ગુજરાતી ભાવાનુવાદ કરવાનો થતો. સમજતા ખરા પણ પૂરા માર્કસ મેળવવા માટે ગોખી પણ લેતા. 

આજે વર્ષો થયે ઉમર અને અનુભવના પડાવે ઘણી વાર કયારેક વિચાર આવી જાય અને એનો ખરો અર્થ સમજાય છે ત્યારે જીવનમાં ઘણી મજલ કાપી ચૂક્યા છીએ. 

અતિ સર્વત્ર વર્જયેત 

"કોઈપણ બાબતનો અતિરેક (અતિ) એ દરેક જગ્યાએ હાનિકારક છે,તેથી તેનો ત્યાગ કરવો જોઈએ."



જો કે આ સિદ્ધાંતને સમજવા માટે એક પ્રખ્યાત પંક્તિ છે તે જોઈએ. 

અતિ રૂપા ધૃતા સીતા, અતિ ગર્વેણ રાવણઃ। 

અતિ દાનાત્ બલિર્બદ્ધો, અતિ સર્વત્ર વર્જયેત॥

  • અતિશય સુંદરતા : માતા સીતાની અત્યંત મનમોહક સુંદરતા અને પવિત્રતાને કારણે રાવણનું મન  વિચલિત થયું અને તેમનું હરણ થયું. 
  • અતિશય અંહકાર : રાવણ મહાયજ્ઞાની અને પરાક્રમી હતો,પરંતુ  તેના  'અતિશય અંહકાર' અભિમાન ને કારણે આખી લંકા અને તેનો પોતાનો નાશ થયો. 
  • અતિશય દાન: રાજા બાલી ખૂબ જ દયાળુ અને દાની હતા,પરંતુ પોતાની પોતાની ક્ષમતાથી  બહાર જઈને 'અતિશય દાન આપવાના અહંકારને કારણે તેમણે પાતાળમાં જવું પડ્યું હતું. 
આ તો શ્લોકનો ગુજરાતી અનુવાદ છે પરંતુ આજના જમાનામાં શું તે આટલો અતિરેકવાળો ગુણ આપણે ધરાવીએ છીએ ખરા? તમે કહેશો ના.તમે સાચા જ છો. જોકે આ પંક્તિ આજના ડીજીટલ યુગમાં પણ એટલી જ પ્રાસંગિક છે. રામાયણના ઉદાહરણો તો ઓકે છે પણ આજના વરખોલીઝં અને શોષીયલ મીડીયા એડિક્શન સુધી જીવનમાં સંતુલન કેવી રીતે લાવવું તે આ લેખમાં વાંચો. 
WHO - World Health Organization ના રિપોર્ટ મુજબ આધુનિક જીવનશૈલી અને ફાસ્ટફૂડના ફાસ્ટ  યુગમાં લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. કારણો  અનેક છે.

જવાબદાર નાગરિક ડગલે ને પગલે  "અતિશય" થી થાકી ગયો છે. અતિશય કામ, અતિશય ગુસ્સો,અતિશય  ટેન્શન, અતિશય તણાવ,વગેરે લક્ષણો માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને  કામ તો કરવું જ પડે. ટેન્શન ન લો તો ટાર્ગેટ પ્રમાણે કામ પણ પૂરા ના કરી શકો. જાયે તો જાયે કહાં ?

હું એક શિક્ષિત વ્યક્તિને મળ્યો જે ખૂબ જ ડિસ્ટર્બ હતી. આમ તો તે બાહ્ય રીતે OK હોય તેમ લાગતું હતું. પરંતુ તે સતત પોતાના જીવનથી ભાગી રહી હતી. તેને પોતાની અંગત સમસ્યાઓ કેવી રીતે કોઈને કહેવી કે ન કહેવી તે સૂઝતું નહોતું. તેના જીવનમાં એવા લોકો,ઘટનાઓ  અને એવી લાગણીઓ સરળતાથી પસાર થતી હતી જાણે એનું જીવન એક બજાર હોય. કોઈપણ ગમે ત્યારે કઇ પણ કહી જાય અને બીજાને  મદદરૂપ થવાની ભાવના અને પોતાની સ્કીલ બીજાઓ માટે ઉપયોગ કરવાનો આશય હોવાથી કોઈપણ કામ કરાવી જાય. તે સરળ અને ભોળી વ્યક્તિ હતી તેથી કોઈને ના પણ પાડી ના શકે માટે બધા જ તેનો જાણે ઉપયોગ કરે. 

જો તમે તમારી સીમાઓ (હદ) નક્કી નહીં કરો તો આવું ચાલ્યા જ કરવાનું. 

"You are free to set your Boundaries"

સીમાઓ નક્કી કરવું એટલે એક હદ  પછી તમારે  "ના" પાડતા શીખવું પડે. નહિતર ઉપર જેવો ઘાટ થાય.

The Art of Saying "NO" book વાંચવાની  તક મળે તો વાંચશો

"સફળ અને શાંતિપૂર્ણ જીવનની ચાવી ઝડપથી ધ્યેય  હાંસલ કરવામાં નહી પરંતુ બ્રેક અને એક્સિલરેટર  વચ્ચે  સંતુલન જાળવવામાં છે."

  • વર્કહોલિઝમનો અતિરેક : કરિયરમાં સફળ થવા માટે દિવસ-રાત જોયા વગર કામ કરવું - પ્રશસનીય ગણાય છે, સતત એક જ કામમાં રચ્યા પચ્યા રહેવું અન્ય બાબતો પર ધ્યાન જ ના આપવું . યુવાઓ NEET,JEE,JEE Advance, UPSC,GPSC વગેરે પરીક્ષાઓ માટે રાત-દિવસ એક કરી દે છે પણ તેનો અતિરેક બર્ન આઉટ , હાર્ટ એટેક અને ફેમેલી લાઈફ બગાડવાનું કારણ બને છે. 
  • ફિટનેસ અને ડાયેટિંગનો અતિરેક : વર્તમાનમાં લોકો હેલ્થ કોનશીયસ  જોવા મળે છે. કસરત,જીમ અને ડાયેટિંગના નામે ઘણી જાગૃતિ જોવા મળે છે. પરંતુ ધીરજ નથી. ખૂબ જલ્દી 6 પેક બોડી કે એબ્સ બનાવી લેવા છે એટલે અતિશય વર્કઆઉટ કરી લેવું અને શરીરને નુકસાન કરવાનું થાય છે. આનાથી પણ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે .કિડની અને લીવર ફેઇલ થઈ જાવાના કિસ્સા વધતાં જોવા મળે છે.  
  • માહીતીનો અતિરેક : ઈન્ટરનેટ પર તો માહિતીનો તો જાણે વિસ્ફોટ છે. જે  માહિતી જોઈએ તે ઇન્સ્ટન્ટ મળે છે. ખૂબ મોટી માત્રામાં મળી જાય છે. ચોવીસ કલાક રિલ્સ અને આર્ટિકલ્સ વાંચીને મગજમાં 'અતિશય માહિતી' ભરવાથી નિરણે લેવાની ક્ષમતા ઘટી જાય છે ,મગજ વધુ કન્ફ્યુઝ થાય છે પરિણામે એંગઝાયટી વધે છે. 
  • વ્યસન : શરીર અને મનને નુકસાન કરે  તેવા અતિરેકવાળી  કોઈપણ  પ્રવૃતિ કે ટેવ એ જ વ્યસન છે. પછી તે દારૂ,આલ્કોહોલ પીવાની બાબત હોય કે બીડી,સિગારેટ,તમાકુ  વગેરે. એ વિનાશ જ નોતરે છે.સ્વાસ્થ્ય બગાડે છે. ભગવાને આપેલા જીવનને શરીરના અંગોને રિબાવીને મારવા કરતાં તંદુરસ્ત રહીને જીવો.
  • હેલ્પિંગ  નેચર (અતિશય ભલાઈ ) : કોઈને મદદરૂપ થવું એ ચૂકસ પુણ્યનું જ કામ છે,પણ "ન" ન પાડી શકવાને કારણે લોકો તમારી ભલાઈનો ખોટો ફાયદો ઉઠાવવા લાગે છે. અતિશય બહોળા અને સીધા હોવું પણ પર્સનલ ગ્રોથ માટે નુકસાનકારક છે . 
"જ્યાં સંતોષ પૂરો થાય છે અને લાલચ શરૂ થાય છે તે જ અતિરેકની શરૂઆત છે."

14 એપ્રિલ 1912 ના રોજ  ડૂબી ગયેલ એક વૈભવશાળી જહાજની પ્રથમ સફર જ અંતિમ સફર બની ગઈ. કારણકે તેના કેપ્ટને  નક્કી કર્યુ કે  યુરોપથી અમેરિકા  સૌથી ઓછા સમયમાં પહોંચવાનો રેકોર્ડ બનાવવું  છે. સાથે જહાજ બનાવતી  કંપનીએ પણ  એ જમાનાની એવી સુવિધાઓ આપી જે અન્ય કોઈ જહાજ પર નહોતી. અને જણાવ્યું કે આ જહાજ એટલું સુરક્ષિત છે કે તેને ભગવાન પણ ડૂબાડી શકશે નહી. અતિશય આત્મવિશ્વાસ અને અતિશય ઝડપે અનુભવી કેપ્ટનના ઈરાદાઓને ટક્કર મારી ચકનાચૂર કર્યા  સ્પીડના લીધે નિયંત્રણ ગુમાવ્યું અને જહાજ દરિયાના પેટાળમાં દફન થઈ ગયું. હા તમે બરાબર અનુમાન લગાવ્યું છે. હું ટાઇટેનિક ની જ વાત કરું છું.  

આપણાં રોજિંદા જીવનમાં આ "અતિરેક" કયા નડે છે? ચાલો જોઈએ. 
  • ખોરાક: સ્વાદિષ્ટ ભોજન શરીર માટે જરૂરી છે પણ જો તેનો અતિરેક થાય તો? ભૂખ નથી તો પણ બજારમાં જતાં  રેસ્ટોરાંટની જાહેરાતો કે રેંકડી,લારી  પર મળતા પિત્ઝા ,વડાપાઉં ,પાણીપુરી  વગેરે જોઈને ખાવાની ઈચ્છા થઈ જવી તે મન પરનો કાબૂ નથી તેમ દર્શાવે છે. આખરે આ ટેવ પછીથી  સ્થૂળતા ,ડાયાબીટીસ અને અન્ય બિમારીઓનું કારણ બને છે. 
  • મહેનત : કરિયરમાં આગળ વધવા મહેનત જરૂરી છે  પણ અતિશય મહેનત - બર્ન આઉટ નોતરે છે ઓછા સમયમાં વધુ કમાણી કરી લેવાની માનસિકતા- ડબલ,ટ્રીપલ શિફ્ટ, પરીક્ષાઓની તૈયારીમાં  લાંબા સમય સુધી ન પાણી પીવું ,ન ખોરાક લેવો,ન શરીરનું હલન -ચલન,ન નવી હવા શ્વાસમાં લેવી , ન બ્રેક લેવો, ન ફરવા જવું,ન નવા વ્યક્તિને મળવું, ન રિલેક્સ થવું ,ન આરામ  વગેરે .. આ પધ્ધતિ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને બગાડી નાખે છે. માટે બેલેન્સ બનાવી રાખો. 
  • ટેકનોલોજીનો ઉપયોગ - Screen Time : સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા કનેકટેડ રહેવા માટે ઓકે છે પણ તેનો અતિશય ઉપયોગ ડિપ્રેશન અને સામેનો બગાડ નોતરે છે. પરિપક્વ લોકો પણ નક્કી કરે છે કે હું 5 મિનિટ મોબાઈલ જોઈને મૂકી દઇશ એન તે તમારી જાણ બહાર 1-2 કલાકમાં પરિણમે છે. ખરું કે નહી?હવે તો નાના બાળકો - નવું જનરેશન પણ આ વ્યાસનથી બાકાત નથી. 
  • સંબંધોમાં અપેક્ષાઓ  ( Expectations):  કુટુંબમાં સૌ એકબીજાની સાથે પ્રેમ-સ્નેહના તાંતણે જોડાયેલા છે ,પણ એનાથી અતિશય પઝેસિવનેસ કે માલિકીપણું  જેવા ગુણો વર્તનમાં આવી જાય છે અને પછી  "અતિશય અપેક્ષાઓ" સંબંધોને ગૂંગળાવી દે છે. સાસુ-વહુના કિસ્સાઓમાં મોટેભાગે આ અપેક્ષાઓ જ ઝગડાનું કારણ પણ બને છે. માં-બાપ પોતાના બાળકને અન્ય કરતાં વધુ શ્રેષ્ઠ પરિણામની  અપેક્ષા રાખીને ક્યારેક આત્મહત્યા તરફ દોરીજાય છે. 


"વીણાના તારને એટલા પણ ન ખેંચવા જોઈએ કે તે તૂટી જાય, અને એટલા ઢીલા પણ ન મૂકવા જોઈએ કે તેમાંથી સૂર જ ન નીકળે."

અમિત ટેલરની ગઝલ આ ટોપીક પર મજેદાર છે. 

https://gujarati.pratilipi.com/story/અતિ-સર્વત્ર-વર્જયેત-vx0baoybiv2m?utm_campaign=general&utm_source=web_share


જીવનનો અસલી આનંદ સંતુલન - Balance જાળવવામાં છે,ખાવા-પીવાથી લઈને , બોલવા અને વિચારવા સુધી ; દરેક જગ્યાએ  'અતિ'  ટાળો. 

તમે તમારા જીવનમાં કઇ બાબતમાં  'અતિરેક' કરી રહ્યા છો? કમેંટ સેક્શનમાં જરૂર જણાવો અને આજથી જ સંતુલન તરફ એક પગલું ભરો. 

- Shantubhai V

NLP Coach & Mind Trainer

Founder: Infinite Mindset Academy 

ટિપ્પણીઓ

  1. "ખૂબ સરસ બ્લોગ સર!
    ભણવાની સાથે જીવનમાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. કોઈપણ બાબતનો અતિરેક એ નુકસાન કરે છે એ વાત બિલકુલ સાચી છે. હું આજથી ચોક્ક્સ એ વાતનું ધ્યાન રાખીશ કે ભણવાની સાથે અન્ય કોઈપણ બાબતમાં અતિરેક ના કરું અને બેલેન્સ જાળવી રાખું. આ ઉપયોગી માહિતી શેર કરવા બદલ આપનો આભાર, સર!"

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?

આપણે શા માટે કંઇક કરીએ છીએ અથવા નથી કરતાં?

પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ