જીવન ઘડતરનો નવો અભિગમ: આપણા વિચારો અને અર્ધજાગ્રત મનનું સાચું પ્રોગ્રામિંગ
માનવ ઘડતરમાં મનનો ફાળો
શિક્ષણ જગતમાં બે દાયકા (૨૦ વર્ષ) ના લાંબા અનુભવ અને માનવ મનની ક્ષમતાઓના ઊંડા અભ્યાસ પછી, મને એક વાત ખૂબ જ દ્રઢતાથી સમજાઈ છે:
"જેવું આપણું મન, તેવું જ આપણું જીવન."
શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન આપવા પૂરતું મર્યાદિત નથી, તેનું અંતિમ લક્ષ્ય 'માનવ ઘડતર' અને 'જીવન ઘડતર' છે.
આજના આ પ્રથમ લેખમાં, હું તમારી સાથે એક એવા વિજ્ઞાન વિશે વાત કરવા માંગું છું જે આપણા જીવનને આકાર આપવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે – અને તે છે NLP (Neuro-Linguistic Programming) એટલે કે આપણા મનનું પ્રોગ્રામિંગ.
માનવ ઘડતરમાં મનનો ફાળો
આપણે દરરોજ હજારો વિચારો કરીએ છીએ. આ વિચારો આપણા અર્ધજાગ્રત મન (Subconscious Mind) માં એક પેટર્ન બનાવે છે. જો બાળપણથી કે આપણી આસપાસના વાતાવરણથી મનમાં નકારાત્મક પેટર્ન બની ગઈ હોય, તો વ્યક્તિ ગમે તેટલો પ્રતિભાશાળી હોવા છતાં સફળ થઈ શકતો નથી.
NLP આપણને એ શીખવે છે કે કેવી રીતે આપણે આપણા મનની એ જૂની અને નકામી પેટર્નને બદલીને (Deprogram કરીને) સફળતા, શાંતિ અને આત્મવિશ્વાસનું નવું પ્રોગ્રામિંગ કરી શકીએ.
આ બ્લોગ શરૂ કરવાનો મારો ઉદ્દેશ્ય
આ પ્લેટફોર્મ માત્ર લેખો લખવા માટે નથી, પરંતુ સમાજ સેવા અને સાચી દિશા આપવાનું એક માધ્યમ છે. આ બ્લોગ દ્વારા મારો પ્રયત્ન રહેશે કે:
વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાની માનસિક શક્તિઓને ઓળખીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને જીવનના પડકારોનો નીડરતાથી સામનો કરી શકે.
શિક્ષકો અને વાલીઓ નવી પેઢીના માનસિક ઘડતરમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શકે.
આપણે સૌ સાથે મળીને એક એવી વિચારધારા ઊભી કરીએ જ્યાં 'જીવન જીવવું' એ બોજ નહીં પણ એક ઉત્સવ બને.
આ એક નવી શરૂઆત છે, માનવ મૂલ્યો અને મનની અસીમ ક્ષમતાઓના વિકાસની. આ પ્રવાસમાં તમારા વિચારો અને પ્રતિભાવો મારા માટે ખૂબ મૂલ્યવાન રહેશે. કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો કે તમે જીવન ઘડતરના કયા વિષય પર વધુ વાંચવા ઈચ્છો છો.
હું દર અઠવાડિયે એક-બે બ્લોગ દ્વારા માહિતી,માર્ગદર્શન આપવાનો મારો નમ્ર પ્રયાસ કરી આપના જીવવનને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે પ્રયાસ કરતો રહીશ. મારી સાથે જોડાયેલા રહીને આપ ખૂબ પરગતિ કરો એજ શુભેચ્છાઓ પાઠવું છું.
જીવનને સકારાત્મક અને સક્ષમ બનાવવાની દિશામાં આગળ વધતા રહીએ...
- Shantubhai V.
NLP Coach & Mind Trainer
Founder: Infinite Mindset Academy

શિક્ષકો અને વાલીઓ
જવાબ આપોકાઢી નાખો