Love Yourself First , Know yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો,તમારી જાતને ઓળખો
Love Yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો.
* જો તમે તમારીજાતને એટલે કે 'સ્વ' ને ચાહશો ને તો જિંદગી જીતી જશો.
"આપણે આખી જિંદગી બીજાને ખુશ કરવામાં કે પ્રેમ કરવામાં વિતાવી દઈએ છીએ, પણ શું ક્યારેય અરીસામાં જોઈને પોતાની જાતને પૂછ્યું છે કે – હું મારી જાતને કેટલો પ્રેમ કરું છું?"
આ બ્લોગ લખતા મારા વાંચનમાંથી એક વાત યાદ આવે છે તેનાથી શરૂ કરીએ.
એક ગ્રીક દંતકથા : ટૂંકમાં જણાવું તો કથા મુજબ નાર્સિસસ નામનો એક અત્યંત સુંદર અપ્સરા જેવો યુવાન હતો.તેની સુંદરતાના કારણે ઘણા લોકો તેના તરફ આકર્ષાતા, પરંતુ તે ખૂબ જ અહંકારી હતો અને દરેકના પ્રેમનો તિરસ્કાર કરતો હતો.એક દિવસ તે જંગલમાં પાણી પીવા માટે એક સ્વચ્છ તળાવ પાસે ગયો. તેણે પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ જોયું.અને તે પ્રતિબિંબ જોઈને તે પોતે જ પોતાના રૂપ પર એટલો મોહિત થઈ ગયો કે તેને ખબર જ ન રહી કે એ માત્ર તેનું પ્રતિબિંબ છે. તે તળાવ કિનારે બેસીને પોતાના જ રૂપને સતત જોતો રહ્યો તે પ્રતિબિંબને ભેટી શકાતું નહોતું, છતાં તે ત્યાંથી હટી શક્યો નહીં. પ્રેમના આ જુનૂન અને તડપમાં તેણે અન્ન-જળ ત્યજી દીધા અને અંતે તળાવના કિનારે જ મૃત્યુ પામ્યો.
મોરલ શું છે? : જ્યારે આપણે વાસ્તવિકતાને છોડીને આભાસી આકર્ષણો કે ખોટા અહંકારની પાછળ દોડીએ છીએ, ત્યારે અંતે માનસિક શાંતિ અને જીવનનો વિનાશ જ થાય છે.
જરા પહેચાનો, મૈં હું કૌન? કહાં સે આયા... મૈં હું કૌન?.. કહેવાય છે કે
Toughest Journey is the Journey WITHIN
પોતાની અંદરની સફર એ સૌથી મુશકેલ સફર છે.
આપણે હંમેશા અન્યોનાં પ્રભાવથી પ્રભાવિત થતાં રહીએ છીએ. આપણે એવું થવા દઈએ છીએ. બીજાઓને જોઈને આપણે સરખામણી કરવા લાગીએ છીએ. જો કે તે મનનું વલણ છે જે જૂના પ્રોગ્રામથી ચાલે છે.
"સાચો માનવ પોતાને જાણે છે. પોતાનીજાતને ઓળખે છે અને એ જ તો સૌથી મોટું ડહાપણ છે."
આ લેખ લખવા પાછળનો હેતુ :- આજના સમયમાં લોકો દેખાદેખી,મનોરંજનની દુનિયામાં રાચે છે કે આત્મહત્યા અને સતત પોતાનીજાતને અન્યો સાથે સરખામણી કરી 'સ્વ' માટે હીનભાવ રાખવો અને એ ચમક-દમકની દુનિયાના હિસ્સા બની Million Views and Million Followers બનાવવા દોડ લગાવી દે છે. અને સતત સ્ટ્રેસમાં રહે છે. અને અમૂલ્ય જીવનને વેડફી નાખે છે.ક્યારેક સામાજિક અને કૌટુંબિક વાતાવરણ પણ આમાં જવાબદાર હોય શકે છે. અને મુક્તપણે વિચાર પ્રગટ કરવાની કદાચ ઓછી છૂટછાટ હોય તો પણ આત્મહત્યાના વિચારોના અંધકારમાં વ્યક્તિ જતી રહે છે. સમાજ કે કુટુંબની અસ્વીકૃતિ આવું કરવા માટે પરોક્ષ રીતે પ્રેરી શકે છે. એટલે અંહી હું મારા વિચારો આપની સાથે વહેંચવા માંગુ છું.
I Love You , Love You , Love You too કહેવું,લખવું એની પાછળની લાગણી અને હદયને જે અનુભૂતિ થાય એ પહેલાના વખત કરતાં હવે સામાન્ય થઈ ચૂક્યું છે.
સામાન્ય રીતે અન્યોને કે અન્યને I LOVE YOU કહેવું એ એટલું સરળ નથી જેટલું બાહ્ય દેખાવથી પ્રભાવિત થઈને કહેવામાં આવે છે. અથવા અન્ય કોઈ પણ રીતે પ્રભાવિત થઈને કોઈને કહેવામાં આવે. એ તો એક કાળજી, સુરક્ષા-સલામતીનો અહેસાસ કરાવવાની બાંહેધરી છે જે તમે વચન આપો છો, તે તેટલું જ નિભાવવાની જવાબદારી સાથે સંલગ્ન હોય છે.
I LOVE MYSELF કહેવાનું શીખો. જો તમે આ વાક્ય સાથે જીવવાનું શરૂ કરશો તો તમારી અંદર એક નવા બદલાવની અનુભૂતિ કરશો. તો જ તમે તમારીજાત પાસે શ્રેષ્ઠ અને બેસ્ટની અપેક્ષા પણ રાખશો. આ સ્વાર્થની વાત નથી, પરંતુ ક્યારેક આપણે આપાણીજાતને જ ભૂલી જઈએ છીએ.
આપણાં સબ કોનશીયસ માઈન્ડના એક વિભાગમાં આપણાં જન્મથી આજદિન સુધી આપણી સાથે થયેલ તમામ વ્યવહારો તેમજ અવાજો અને અનુભવો સ્ટોર થયેલા છે. એમાંથી કેટલાક સારા અનુભવો છે અને કેટલાક ન ગમતા. એ પૈકી ઘણા ન ગમતા અનુભવો એટલા સ્ટ્રૉન્ગલી implanted થયેલા છે કે તે આજે પણ આપણને આપણાં ભવિષ્યના વર્ઝન સાથે મિલાપ થવા દેતા નથી. આને ધ્યાનમાં રાખીને કેટલાક ઓનલાઈન કોચિંગ પ્રોગ્રામો પણ ચાલે છે. જેવા કે Child Healing, Inner child care,Shadow Healing એ તમારા મનના ખૂણામાં અસંતુષ્ટ થઈને ઉછરી રહેલા એ બાળકની વાત છે જેને તમે પ્રેમ કરીને,Heal કરીને ફરીથી નવી દિશા અને નવા જીવનનો આનંદ આપી શકો છો.
અંહી એ વાત પણ જાણી લઈએ કે જેઓ પોતાની અંદર રહેલ એ બાળ મનની અસંતુષ્ટ લાગણીઓ અને અનુભવોને સંતોષતા નથી તો તેઓ અન્યોને પણ ઇજા,હાનિ પહોંચાડતા હોય છે.આ આપણાં તાર્કિક મનના નિયંત્રણમાં નથી હોતું. તે તો સબકોનશીયસ માઈન્ડમાં પડેલ છે જેથી તેને હીલ કરવું જરૂરી છે.
કેટલીક ગુનાહિત પ્રવૃતિઓ જેવી કે સિરિયલ કિલર કે સાઇકો કિલરની વાત, કોઈ સતત બીજાને હેરાન કરીને ખુશી મેળવે,વગેરેના જીવનના પ્રાથમિક તબક્કાએ પોતાના બાળપણમાં કોઈ એવી ખૂબ જ હેરાન કરતી ઘટનાના ભોગ બન્યા હોય એવું બન્યું હોય તેની શક્યતા વધુ છે તેમ સંશોધનો પુરવાર કરે છે.
જેઓ પોતાને પ્રેમ કરે છે તેઓ જાણે છે કે પોતાને શું ગમે છે અને શું નથી ગમતું? પોતે કયાં જવા માંગે છે? અને પોતાના જીવનનો હેતુ શો છે? પોતે બીજા કરતાં અલગ અને અનન્ય છે અને પોતાનો વર્ગ,સંસ્કૃતિ,જાતિ,ચામડીનો રંગ કે જન્મ લીધેલ ભૌગોલિક પરિસ્થિતિ પસંદ કરવું એ તેમના હાથની વાત નથી. તેથી તેઓ જેવા છે તેવા પોતાને જો સ્વીકારે અને તે રીતે આગળ વધે ત્યારે સમ સંવેદી બને છે.અને તેથી જ તેઓ બીજાઓને પણ એ રીતે જ સ્વીકારે છે. જેઓ આ બાબત સ્વીકારતા નથી તેઓ જ અન્યોને ઉતરતા કે ઊંચા,નીચા નો ભેદ ઊભો કરે છે જે આખરે સમાજમાં વિષ ફેલાવવાનું કામ કરે છે. અને માનવ સમૂહ જીવનને દૂષિત કરે છે.
હવે શું કરી શકાય?
ચોક્કસપણે તમે જીવનના કોઈપણ તબક્કે તમારા જીવનનું નવું પ્રકરણ શરૂ કરી શકો છો. એ હમેશા તમારી પસંદગી છે.
"જે લોકો પોતાનીજાતને પ્રેમ કરે છે તેઓ મહાન પરિણામોના સર્જક બની જાય છે."
એ લોકો માટે એમના પોતાના ધ્યેય,પોતાના સ્વજનો,પોતાનો દેશ,પોતાની સંસ્કૃતિ,ભાષા,વગેરે પ્રથમ પ્રાથમિકતા બની જાય છે અને એની સુરક્ષા માટે,પ્રાપ્તિ માટે માણસ કોઈપણ હદે જવા માટે પ્રેરિત થાય છે. આ પ્રેરણા જાણે ખૂબ જ જીદ સાથે અને અંતરના ઊંડાણમાંથી સતત સ્ખલિત થતી રહે છે. તે જ એક મહાન અકલ્પનીય પરિણામ તરફ દોરી જાય છે.
આ વ્યક્તિઓ 'સ્વ'ની ખોજથી જીવનનો હેતુ શોધી કાઢે છે અને તે માટે સમર્પિત જીવન જીવે છે.
અંહી કેટલાક ઉદાહરણો યાદ કરાવું.
- મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાના એ સ્ટેશન પર જ્યારે અન્ય દ્વારા તરછોડાયા ત્યારે એમને પોતાના વિશે વધુ સભાનતા પ્રાપ્ત થઈ અને તેઓ તરત જ સ્વદેશ આવ્યા અને પોતાના દેશપ્રેમને લીધે સમર્પિત જીવન અને આઝાદી સુધીની લડત ....
- દશરથ માંઝીની - એક જીવંત પ્રેમકથા શું સૂચવે છે? જ્યારે દુનિયા પોતાના પ્રેમના એ સત્યને સ્વીકારતી નથી ત્યારે તે પોતાનીજાતને ઓળખતા હોવાથી એક એવી અકલ્પનીય ઊર્જા અને શક્તિથી પહાડને પણ તોડી નાંખે છે.
- મધર ટેરેસાને આત્મસાક્ષાત્કાર થયો- સ્વની ઓળખ થઈ ત્યારે દરેક માનવમાં એમણે ઈશ્વરના દર્શન કર્યા અને સેવાના માર્ગે આગળ વધ્યા જે કોઈપણ વ્યક્તિ કરવા માટે આગળ નહોતું આવતું.
- તમામ આધ્યાત્મિક ગુરુઓ કે સંતો પહેલા પોતાની ખોજ કરે છે. ત્યારે જ માનવજાતના કલ્યાણકારી વિચારો અને કાર્યો કરવા સમર્થ બને છે
પોતાની જાતને પ્રેમ કરવું એટલે ખરેખર તમે આધ્યાત્મિક રીતે સામાન્ય માનવ સમુદાય કરતાં વધુ ઊંચે ઊઠો છો અને તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે.જેમ ગૌતમ બુધ્ધને પ્રાપ્ત થયું. તમે તમારા વિશે વધુ સભાન બનો છો.
- તમે કોણ છો ?
- તમે અંહી શા માટે છો?
- તમારા જીવનનો હેતુ શો છે?
- તમે કઇ જન્મજાત ખાસિયત કે ખૂબી ધરાવો છો?
- તમારી કઇ નબળાઈઓ છે જે તમારે જીતવાની છે?
We need to love ourselves just the way we are,with all our problems and limitations.
When we do that we starts to change.
જે વ્યક્તિ 'સ્વ' એટલે કે પોતાને ઓળખી લે છે તે સાક્ષાત્કારનો અનુભવ કરે છે.
'સ્વ' એટલે પોતાનું , પોતાનું કુટુંબ,પોતાનો દેશ, પોતાનું સ્વમાન,પોતાની સંસ્કૃતિનું ગૌરવ,પોતાના માટે લડી લેવું અને પોતાનું અસ્તિત્વ સુધ્ધાં ન્યોછાવર કરી દેવું એ જ જીવનનો સાર છે.
- જો તમે પોતાની જાતને પ્રેમ કરો છો ત્યારે તમે આભારની લાગણી સાથે એવા જૈવ રાસાયણિક કેમિકલ્સ- હોર્મોનથી શરીરના કોષોને આનંદિત અને પ્રફુલ્લિત કરો છો જેથી તમે વધુ શ્રેષ્ઠ આશીર્વાદોને તમારા જીવનમાં આકર્ષિત કરતાં જાઓ છો.
- જ્યારે તમે પોતાને પ્રેમ કરો છો ત્યારે તમે બીજાને ખૂબ જ સરળતાથી માફ પણ કરી દો છો.
- તમે તમારીજાતને મુક્ત કરવાનું શીખી જાઓ છો. કોઈ બાબત કે ઘટના ગમે તેટલી ખરાબ હોય તો પણ તમે તેને પકડી નથી રાખતાં.
- તમે તમારા જીવનને એક ભેટ તરીકે લો છો અને હેતુપૂર્વક જીવવા માટે કટિબધ્ધ બનો છો.
કેવી રીતે તમે તમારીજાતને ચાહતા શીખશો?
- તમે દરરોજની જર્નલ લખવાની પ્રેક્ટિસ કરીને પોતાની જાતને ઓળખવાની શરૂઆત કરી શકો.
- તમારા મનગમતા કામ-શોખ જેવા કે વાંચન,ચાલવા જવું,સંગીત,રમત,ડાન્સ,ડ્રોઈંગ,લેખન,જીમ વગેરે માટે ઉત્સાહથી સમય ફાળવો.
- કોઈ મોટા લક્ષ્યની રાહ જોયા વગર નાની સિદ્ધિઓને પણ બિરદાવો.
- ક્યારેક સારું કામ કરીને જાતે જ પીઠ થપ થપાવી લો.
- પોતાના વિશે આભારની લાગણી વ્યક્ત કરીને કે
- હે ભગવાન તમે આપેલ આ સુંદર શરીર માટે આભાર
- તમે આપેલ શક્તિઓ -આવડતો, શારિરીક અને માનસિક શક્તિઓ અને આ સંવેદી શરીર માટે આભાર.
- દરરોજ અરીસામાં પોતાનીજાતને જોઈને આભાર વ્યક્ત કરવું. ટેવ પાડો
- હું જેવો/જેવી છું તેવો /તેવી પરફેક્ટ છું અને હું દરરોજ વધુ સુધારા સાથે પ્રગતિ કરું છું.
- આપણે ઘણીવાર બીજા સાથે બહુ પ્રેમથી વાત કરીએ છીએ પણ પોતાની જાત માટે બહુ કઠોર બની જઈએ છીએ. હકારાત્મક આત્મ-સંવાદ (Positive Self-Talk) પર ખાસ ભાર મૂકો.
- મેડિટેશન દ્વારા પોતાના બાળ મનની ઈચ્છાઓ કે લાગણીઓને સંતુલિત કરીને.
- તમારા ભૂતકાળને અને ભૂલોને માફ કરો": જ્યાં સુધી આપણે આપણી જૂની ભૂલો માટે પોતાને માફ નથી કરતા, ત્યાં સુધી આપણે પોતાની જાતને પ્રેમ નથી કરી શકતા.
- જરૂર પડે ત્યારે 'ના' પાડતા શીખીને.
- તમારી બાઉન્ડરી સેટ કરીને.
Awareness is the first step towards Progress.સભાનતા એ પ્રગતિ તરફનું પ્રથમ ડગલું છે.
- Shantubhai V.
NLP Coach & Mind Trainer
Founder: Infinite Mindset Academy


"સૌંદર્યો વેડફી દેતાં ના, ના, સુંદરતા મળે;
જવાબ આપોકાઢી નાખોસૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે."
સુંદરમ્
ઝરણાનું પાણી ત્યારે જ સુંદર અને નયનરમ્ય લાગે જ્યારે તે વહેતું હોય..
જ્યારે તમે પોતાને પ્રેમ કરો છો ત્યારે તમે બીજાને ખૂબ જ સરળતાથી માફ પણ કરી દો છો.
તમે તમારી જાતને મુક્ત કરવાનું શીખી જાઓ છો. કોઈ બાબત કે ઘટના ગમે તેટલી ખરાબ હોય તો પણ તમે તેને પકડી નથી રાખતાં.
ઉપરના વાક્યો સ્પર્શી ગયા.
રોજ પોતાને ઝડપથી update કરતી જિંદગી સાથે આપણે ઘણી વખત ઘસડાઈને જીવતા હોઈએ એવું લાગે. પોતાની જાતને મુક્ત કરવા જેવું કપરું છતાં અનિવાર્ય કામ વહેલામાં વહેલી તકે કરવું જોઈએ...
ખોબો ભરીને આભાર .. આપ આપના જીવનને વધુ ચાહતા શીખો એ જ શુભેચ્છાઓ .. બદલાવની શરૂઆત પોતાનાથી ..
જવાબ આપોકાઢી નાખો