પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ

 


તમે માંગો અને "તથાસ્તુ" થઈ જાય તો? મઝા પડી જાય. 

થોડા દિવસો પહેલા મેં  મારા કુટુંબ સાથે ઘરે જ  PK મૂવી જોયું. તમે પણ જોયું જ હશે. 


ઘણીવાર મને પણ અનુભવ થયા છે કે આપણને જે જોઈએ છે તે તો બીજાઓને સરળતાથી મળી જાય છે એમ લાગે છે. 

આપણે મનુષ્યો એક અગોચર શક્તિથી ડરીને ચાલીએ છીએ કારણ કે આપણું આ મગજ અને બુધ્ધિ હજી પણ બ્રહ્માંડના ઘણાં રહસ્યોથી અજાણ છે. અને એવી શક્તિઓનો પ્રભાવ  અને ઘટનાઓ બને છે જે આપણાં સીધા નિયંત્રણમાં નથી તેથી ધાર્યા પરિણામ ન મળે એટલે આપણે કોઈ એવા રસ્તા - શોર્ટકટ શોધીએ છીએ જે આપણી મનની મુરાદો પૂરી કરી શકે. 

ભગવાન તો આપે છે પણ તેને રીઝવવા માટે લોકો માનતા કે બાધા રાખે છે. કોઈ ઉપવાસ કરે છે કોઈ વ્રત રાખે છે. કોઈ વિધિઓ કે યજ્ઞો  કરાવે છે,કોઈ કથા અને દાન-મદદ  કરે છે . અનેક પ્રકારની પધ્ધતિઓ દ્વારા કર્મોના શુદ્ધિકરણની આ રીતે પુણ્યની કમાણી મોક્ષ પ્રાપ્તિ, સ્વર્ગનો હક કે જન્નત અપાવે એવી માન્યતાઓ સરળતાથી આપણા મગજને મનાવી લે છે અને આપણે એ ગેમના સભ્ય બની જઈએ  છીએ.

અંહી ભગવાનના અસ્તિત્વ કે મોજુદગી પર શંકા કરવા વિષે નહીં પરંતુ આપણાં લોજીકલ માઇન્ડના વિકાસની સાથે મનુષ્યે જે પ્રશ્નો પૂછવાની કળા હાંસલ કરી છે તેના થકી નવું  જ્ઞાન,નવી જીવનશૈલી,નવી તકનીકો થકી વિકાસના નવા આયામો રચાતા ગયા છે. 

કેટલાક લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે કેટલાક મધ્યમ અને કેટલાક ખૂબ દારુણ ગરીબીમાં માત્ર જીવન વ્યતીત કરે છે. મનુષ્યના મગજમાં એક ખાસ શક્તિ છે જે અન્ય પ્રાણીઓમાં નથી અને તે છે ઈચ્છાઓ,મહેચ્છાઓ જે પૂરી કરવા તે આ બ્રહ્માંડીય શક્તિને પોતાના વશમાં કરી લેવા અને પોતે ઈચ્છે તે પ્રાપ્ત કરી લેવા મથ્યા કરે છે. કેટલાક થોડાઘણા અંશે સફળ થાય છે પણ ખરા.  

અંહી પોતાની ઈચ્છાપૂર્તિ  માટે યુવાજગતના માનસપટ પર  આજના આધુનિક વિચારસરણીના યુગમાં ધર્મશાસ્ત્રોનું વર્ચસ્વ જોખમાયું  છે. યુવાનો માત્ર એ ધર્મગ્રંથોને  જ સંપૂર્ણપણે  વળગી રહેવાને બદલે નવા ટેસ્ટ સાથે તેને અપનાવવા માંગે છે. અને જમાનાની માંગ છે કે હવે જેમ પહેલાના વખતમાં  બાળકોને માત્ર દૂધ આપતા હતા તેમ   હવે ચોકલેટ દૂધ, બોર્નવિટા દૂધ,પીડિયાસ્યોર દૂધની જેમ  નવા ફ્લેવર સાથે આપવાની પધ્ધતિ અને વિજ્ઞાનમય વિચારધારા સાથે  તેમના તાર્કિક મનને પણ સંતોષે તેવી રીતે પીરસાય તે જરૂરી છે. 

આધુનિક યુવામાનસ સમજે,માને અને જુએ છે કે માત્ર કેટલાક વ્રતો કરવાથી,જાપ કરવાથી,વિધિઓ કરવાથી કે અમુક રીતે ભાગવાનની આરાધના કરવાથી જ મનોકામના પૂર્ણ થાય છે એ વાત એટલી પ્રભાવશાળી નથી કારણ કે એ વગર પણ કેટલાક લોકો તે પ્રાપ્ત કરી લે છે જેના માટે તેઓ ખૂબ પ્રયત્નશીલ રહેતા હતા.

આપણે મનુષ્ય જાતે આપેલ અલગ અલગ નામોવાળા ઈશ્વર,ભગવાન,અલ્લાહ-ખુદા,પ્રભુને હવાલે આપણી મનોકામનાઓનો ભાર મૂકી દીધો છે. ચોક્કસપણે  એ એક પાવરફૂલ,પ્યોર શક્તિ છે તે આ બ્રહ્માંડની ચાલક છે.આપણે સહુ અલગ રીતે શ્રધ્ધા કે આસ્થા રાખીએ જ છીએ.  આપણે કઈક પ્રાપ્ત  કરવાની ઈચ્છા હોય તો આપણી શક્તિઓની મર્યાદાની પર એ અસીમ શક્તિ પાસે તે માટે વિનંતી કરવી પડે. 

અંહી આપને એક નવો ખ્યાલ મળે છે જે તમામ ધર્મો તેનો સ્વીકાર કરે છે એવા મુખ્ય ત્રણ પ્રવેશદ્વાર જે તમારા માટે "તથાસ્તુ" ના દ્વાર ખોલી નાંખે છે. ચાલો એના પર વધુ ધ્યાન આપીએ. 


1. માફી  

"મન ચંગા તો કથારોટમેં ગંગા" 

અર્થાત મન સાફ-ચોખ્ખું હોય તો ઘરના કથરોટ-થાળમાં જ પવિત્ર ગંગા  છે.

એક દિવસ હું મારા ઘરનું બેસિન સાફ કરતો હતો, તે ઘણા લાંબા સમયથી સાફ નહોતું થયું. એમાં પાણીના ક્ષારનું એક જાડું પડ જામી ગયું હતું,હું સાફ કરતાં કરતાં વિચારતો હતો કે જો આપણે દરરોજ કે સમયાંતરે આ સફાઇ ન કરીએ તો એ જિદ્દી થઈને જામી ગયેલા પડને દૂર કરવું કેટલું મુશ્કેલ છે. હવે મારે એ સાફ કરવા માટે ખૂબ મહેનત અને ઊર્જાનો ઉપયોગ કરવો પડી રહ્યો હતો, કેમિકલનો ઉપયોગ કરવો પડ્યો પરંતુ જોઈએ તેવું પરિણામ મને ન મળ્યું એટલે મેં ધારવાળી વસ્તુથી એ ખોતરવાનું શરૂ કર્યું. જો કે તે સાફ થતું હોય તેમ લાગ્યું પણ સ્ક્રેચ પડતાં હતા જે હવે કાયમ રહેવાના હતા.   

મિત્રો આ એક સરળ અનુભવ છે જે દરેક વ્યક્તિને થયો હશે. જેમ ચોખ્ખું  દૂધ મૂકવા માટે સાફ અને શુધ્ધ વાસણ જોઈએ તેમ આપણાં મનને પણ સાફ કરવું જરૂરી છે.જ્યાં સુધી મન સાફ નથી ત્યાં સુધી  મનોકામના પૂર્તિની આગળની પ્રક્રિયા થઈ શકતી નથી.

તમને ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ વ્યક્તિએ તમારી સાથે ખોટું કે ખરાબ વર્તાવ કર્યો હોય અને તમે માફ કરી દીધા હોય તો અંદરથી  કેટલું સરસ અનુભવાય છે. જાણે હ્દયનો ભાર હળવો થઈ ગયો હોય. માફ કરવાથી આપણાં શરીરમાંથી સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે. આપણે શુધ્ધ થઈએ છીએ. 

તમે કહેશો સાહેબ મારા ! એવી કોઈ ઘટના બને કે તમે તેને ભૂલી જ ના શકો અને વારંવાર તમને એ નકારાત્મક ઘટના કે વ્યક્તિ નજર સામે આવ્યા  જ કરે અને એ મનના ખૂણામાં ઘરબાયેલી ખરાબ લાગણી પેલા ક્ષારના પડની જેમ અંદર જામી ગઈ હોય તો કેવી રીતે કાઢવું? 

અંહી હું તમને NLP ટેકનીક આપું છું એનો પ્રયોગ કરી જુઓ. મને ખાતરી છે જ - ચોક્કસ તમને સારો અનુભવ થશે. 

  • પહેલો રસ્તો : એ વ્યક્તિને સીધા જઈને sorry કહો,દિલથી માફી માંગો. નમ્રતા સાથે.  
  • બીજો રસ્તો : તમે કહેશો કે -  એ વ્યક્તિ એટલી નકારાત્મક છે કે તમે મળવા જ માંગતા નથી તો પછી ? તેને પત્ર લખો,મેસેજ કરો કે "જે થયું તે બહુ ખરાબ થયું.તમે તમારી જગ્યાએ સાચા છો પરંતુ મને તે બાબતથી ખોટું લાગ્યું. હું આપની પાસે દિલથી માફી માગું છું અને મારા મનમાંથી કોઈપણ રંજ કે લાગણીથી મુક્ત થાઉં  છું.મને આપના માટે હવે કોઈ દ્વેષભાવ નથી. આપ આપના જીવનમાં પ્રગતિ કરો અને ખુશ રહો." 
  • ત્રીજો રસ્તો : જો પત્ર કે મેસેજ પણ આપી નથી શકતા તો ઉપરનું લખાણ એક કાગળમાં લખીને તેને એ નકરાત્મક ભાવ-લાગણીઓ સહિત સળગાવી દો અને મુક્ત થાઓ.
  • ચોથો રસ્તો :  તમારી રોજની પ્રાર્થના કે ધ્યાન સમયે આ ઘટનાને ફરી પુનરાવર્તિત કરો અને એ વ્યક્તિને નજર સામે લાવી તેને ભેટીને, પગે પડીને,નમ્ર બનીને માફી માંગો અને  ઉચ્છવાસની સાથે કાળા ધુમાડા દ્વારા તે ખરાબ લાગણી તમારા શરીરમાંથી બહાર જાય છે તેવું વિઝ્યુલાઇઝેશન કરો. 
મારો અનુભવ કહું તો - મારી સાથે ભૂતકાળમાં બનેલ એક ઘટના મારા માટે પણ ભૂલી ના શકાય તેવી હતી, હું ઘણા દિવસ હેરાન થયો. મારે આ બાબતથી છુટકારો મેળવવો હતો - "કોઈને કહેવાય પણ નહી અને સહેવાય પણ નહી" એવો ઘાટ હતો. હું એ વ્યક્તિને ફરી ન મળી શક્યો પણ  ઉપરની  ટેકનીક માંથી બીજો,ત્રીજોઅને ચોથો રસ્તો અપનાવી હું મુક્ત થયો. હવે હું ખુશ છું. હું ફરી એ વ્યક્તિને મળું છું તો સામે ચાલીને એ નકારાત્મક ભાવની લાગણી વિના સહજતાથી મળી શકું છું. પ્રથયાં વખત થોડું અજુગતું લાગે પણ આપણે એ ભાવથી મુક્ત થયા છે માટે હવે એ વ્યક્તિ પણ આપણી સાથે સારું વર્તન કરે અને વિચારે છે કે આ વ્યક્તિ વિષે હું જે વિકહારતો હતો તેવી એ નથી. બસ! આપણે તો આ જ કરવાનું છે. આપણી પ્રગતિ માટે આ બ્રહ્માંડમાં એવી કોઈ નકારાત્મક લાગણીરૂપી દોરીની તરંગ આવૃતિ જે અદ્રશ્ય છે તે રાખવાનું નથી. 

નકારાત્મક લાગણીઓ એ માત્ર અદ્રશ્ય,મનોભાવ  અને સામાન્ય બાબત નથી તે આપણાં શરીરમાં ભાર/વજનનો અનુભવ કરાવે છે જો કે હજુ વિજ્ઞાન આ વજનને માપી શકે તેવા સાધનો વિકસાવી નથી શક્યું. 

જ્યારે પણ તમે આવી ઘટના,વ્યક્તિ,લાગણીથી મુકત થાઓ છો ત્યારે તમે હળવાશ અનુભવો છો.અને હદય હલકું થયું હોય તેવો અહેસાસ થાય છે. ભારમુક્ત થઈ જાઓ છો. સારું લાગે છે. 

તમને આવો કોઈ કિસ્સો યાદ હોય તો અંહી કોમેન્ટ સેક્શનમાં જણાવો કે તમે કેવી રીતે તેમાંથી બહાર આવ્યા. 

2. આભાર - 

તમારી પાસે જે કંઈ છે તેના માટે આભારની લાગણી,કૃતજ્ઞતાનો ભાવ અને Thank You કહેવાનું રાખો. 

  • જે છે તેનો સ્વીકાર કરો.
વિજ્ઞાન અને આધ્યાત્મ બંને માંને છે કે " જે તમારી પાસે છે તેના માટે જો તમે આભાર માનશો તો આ બ્રહ્માંડ તમને અનેકગણું આપવા તૈયાર છે" 
તમે જ્યાં પણ હો,જે પરિસ્થિતિમાં હો તેનો સ્વીકાર કરો

  • દરરોજ નાની નાની બાબતો માટે ભગવાનનો આભાર માનો.
  • ખરાબ કે પડકારજનક  પરિસ્થિતઓથી શીખવાની તક આપવા બદલ આભાર. 
  • નવા અનુભવો માટે આભાર 
  • નવી તકો માટે આભાર 
  • પોઝીટીવ વાઇબ્રેશન 
ફરિયાદ કરવાથી નકારાત્મકતા વધે છે.  

જરા ચેતી જજો
 "જો તમે સતત ફરિયાદ કરતાં રહેશો તો તમે તમારા મનને વધુ નકારાત્મકતા જોવાની તાલીમ મળે છે"  
Negative Vibration મતલબ Low frequency 
તમે અનુભવ્યું હશે જ કે જે વ્યક્તિ સતત નકારાત્મક બાબતો પ્રત્યે ધ્યાન આપે છે,ભૂલો બતાવ્યા કરે કે ખામીઓ કાઢ્યા કરે  તેને કોઈ સ્વીકારતું નથી. 
માટે આજથી જ નક્કી કરો કે હું ફરિયાદ નહી કરું 
જેને તમે બદલી શકતા હો તેને જરૂરથી તમારી ફેવરમાં બદલો પરંતુ 
"જે તમારા નિયંત્રણમાં નથી તેને સ્વીકારો"

3. માંગણી

પ્રાર્થના એટલે અરજ કે માંગણી  : આપણે બધા જ ભગવાન પાસે 

હે ભગવાન મને આ આપજે તે આપજે , આટલું આપજે તેટલું આપજે. બ્લોગની શરૂઆત જ આનાથી થઈ છે. 

જાણે મંદિર,દેવળ,મસ્જિદ કોઈપણ એવું દૈવ સ્થાન હોય બસ માંગવાનું લિસ્ટ ચાલુ કરી દેવું અને સામે આટલા નારિયેળ,આ ચઢાવો અને દાન વગેરે.. કેટલું હાસ્યાસ્પદ લાગે છે છતાં આપણે એ જ કરીએ છીએ. શિક્ષિત કહો કે અભણ - મોટાભાગે આવું જોવા મળે છે એ મારુ અંગત મંતવ્ય છે. તમારો અનુભવ અલગ હોઇ શકે છે. 

ઉપરના બંને તબક્કામાંથી પસાર થાઓ એટલે ભગવાન તમને જે જોઈતું હોય તે આપે જ છે. 

માંગો ઓછું અને આભાર વધારે માનો. બસ આ જ સિક્રેટ છે. 

" હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો"

ઉપરવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે... 

અંહી ખાસ ધ્યાન રાખો કે આપણાં વિચારો એ વિધ્યુત તરંગો છે જ્યારે લાગણીઓ ચુંબકીય તરંગો છે માટે જ્યારે પણ માફી અને આભારની લાગણી વ્યક્ત કરો ત્યારે તમે શુધ્ધ બની વિધ્યુત ચુંબકીય તરંગો દ્વારા આ બ્રહ્માંડમાં સિગ્નલો મોકલો છો જે તમને વધુ આશીર્વાદથી ભરપૂર કરે છે અને એ જ લાગણીઓ દ્વારા નવી તકો પૂરી પાડે છે. આ વિજ્ઞાન છે.આકર્ષણનો સિધ્ધાંત કહો કે Law of manifestation.

અંહી આપેલ બે જ બાબતોનો ઉપયોગ કરો- દિવસમાં તમારી જાતે સ્વમૂલ્યાંકન કરો કે મે આજે કેટલી વખત નમ્રતાપૂર્વક Sorry કીધું? કેટલી વખત Thank you કહ્યું? આ ટેવ ચાલુ રાખો અને તમને ધીમે ધીમે તમારી આસપાસની બાબતો બદલાતી લાગશે. સારું ફીલ થશે. તમે એક નવી જ ફ્રિક્વન્સી પર વાઇબ્રેટ થશો જે સતત ચમત્કારોનો અનુભવ કરાવશે. 

તમને નવા જીવનની શુભેચ્છાઓ..

આજનો બ્લોગ કેવો લાગ્યો તે અચૂક કોમેન્ટ સેકશનમાં જણાવશો. ગમે તો મિત્રોને પણ share કરજો. 

- Shantubhai V.

NLP Coach, Mind Trainer and Author,

Founder: Infinite Mindset Academy.






 


ટિપ્પણીઓ

  1. "ખૂબ જ અદ્ભુત અને વિચારવા મજબૂર કરી દે તેવો લેખ! ખાસ કરીને માફી માટેની NLP ટેકનિક અને 'માંગો ઓછું ને આભાર વધારે માનો' વાળી વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ. નકારાત્મકતાથી દૂર રહીને પોઝીટીવ વાઈબ્રેશનમાં કેવી રીતે જીવવું તે અંગે આ બ્લોગ ખૂબ સાચી દિશા આપે છે. આ ઉપયોગી બ્લોગ શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, સર!"

    જવાબ આપોકાઢી નાખો
  2. પ્રેરણાદાયી વિચારોની ખૂબ સારી અભિવ્યક્તિ.

    જવાબ આપોકાઢી નાખો
  3. આ માહિતીસભર બ્લોગ પોસ્ટ શેર કરવા બદલ તમારો આભાર.આ લેખ પ્રાર્થનાની સાચી રીત વિશે ઊંડી સમજ આપે છે, જેમાં માફી, આભાર અને માંગણી એમ ત્રણ મુખ્ય દ્વારનો ઉલ્લેખ છે. લેખ સૂચવે છે કે પ્રાર્થના એટલે માત્ર માંગણીઓની યાદી નહીં, પરંતુ મનને શુદ્ધ કરી "ઓછું માંગવું અને આભાર વધારે માનવો" એ જ ચમત્કારિક જીવનનું રહસ્ય છે. NLP ટેકનીક દ્વારા નકારાત્મકતા દૂર કરીને અને કૃતજ્ઞતાના પોઝીટીવ વાઈબ્રેશન દ્વારા આપણે બ્રહ્માંડની અસીમ શક્તિ સાથે જોડાઈ શકીએ છીએ.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?

આપણે શા માટે કંઇક કરીએ છીએ અથવા નથી કરતાં?