"પોતાના વિશે શ્રેષ્ઠ વિચારવું" એ માત્ર એક હકારાત્મક અભિગમ નથી, પણ સફળતા મેળવવાનું એક શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સાધન છે.
"આપણાં વિચારોથી જ ઘડાતાં આપણે,
જે વિચારતા તે જ બની જતાં આપણે."
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો, ત્યારે તમારી જાતને શું કહો છો?
આપણાં વિચારો એ આપણાં જીવનની 'બ્લુપ્રિન્ટ' છે. જેમ મકાન બનતા પહેલા તેનો નકશો કે બ્લુપ્રિન્ટ બને છે અને તે મુજબ એનું ચણતર થાય છે તેમ આપના મનમાં પહેલા આપણને જે જોઈએ તેના વિચારો કરવા જરૂરી છે અને તેમાં વિશ્વાસ પણ રાખવો જોઈએ. પોતાના પર કે તે વિચારો પર શંકા ન કરવી. કારણકે
"આ દુનિયામાં દરેક વસ્તુ બે વખત બને છે. પહેલા આપણાં મનમાં અને પછી બહારની દુનિયામાં."
માનવજીવનઉત્કર્ષ અને વિકાસને લગતા ઘણા પુસ્તકો વાંચવાના શોખને લીધે મને ઘણું શીખવા મળ્યું છે અને સતત શીખી પણ રહ્યો છું. નાનપણથી જ ખૂબ જ ગરીબ પરિવારમાં ઘડતર અને જીવન જરૂરીયાતો માટે સંઘર્ષના દિવસો મે જોયા છે. નાનપણથી જ હું મારા વિશે શ્રેષ્ઠ વિચારતો રહ્યો છું. સાથે અન્યો માટે પણ બેસ્ટ જ વિચારવાનું. પોતાના માટે બેસ્ટ અને બીજાઓ માટે કષ્ટની ભાવના પણ નકારાત્મક પરિણામ આપે છે.
મે સફળ લોકો વિષે ઘણું વાંચ્યું તેમાંથી આ એક વિચાર મને મળ્યો કે આ લોકો આપણાં જેવા જ છે પરંતુ તેઓ પોતાના વિશે શ્રેષ્ઠ જ વિચારતા હતા અને તેથી તેઓ સફળતાના પરિણામો મેળવી રહ્યા હતા. એટલે તેઓ બીજાઓ કરતાં આગળ પણ હતા. તેઓ સતત નવા પરિણામો મેળવતા જ જતાં હતા. કોઈ વૈજ્ઞાનિક હોય,કોઈ રમતવીર હોય,કોઈ સફળ બિઝનેસમેન હોય,કોઈ સફળ ગૃહીણી હોય કોઈ સફળ તમારે જોવું હોય તો સંશોધન કરી જોજો.
જેટલા વહેલા મનની કાર્ય કરવાની પેટર્ન જાણી લો તેટલા તમે વધુ પ્રગતિશીલ બની શકશો. મનને શ્રેષ્ઠ માટે જ તાલીમ આપો. એટલે કે દરરોજ , ડગલે ને પગલે હમેશા શ્રેષ્ઠતાના જ વિચાર કરો . પોતાની જિંદગી પાસે ક્યારેય ઓછાની અપેક્ષા રાખશો નહી. તમે જે વિચારો છો - સતત વિચારો છો અને તેમાં તમે વિશ્વાસ રાખો છો તો
1937 લખાયેલ ઓલટાઈમ high & Bestseller પુસ્તક Think and Grow Rich by Napoleon Hill માં એક મહાન સિધ્ધાંત આપેલ છે. કાયમ તમારી નોટ-ડાયરીમાં આ લખાયેલ હોય અને તે દરરોજ વાંચો અને મોઢે કરી લો તે તમારા ફાયદામાં છે.
"Whatever the Mind can Conceive and Believe, It Can be Achieve."
અર્થાત
"માનવ મન જેની કલ્પના કરી શકે અને જેમાં વિશ્વાસ કરી શકે, તે તેને પ્રાપ્ત પણ કરી શકે છે."
- આ વિચારસરણી કેવી રીતે કામ કરે છે ? તે સમજીએ
મનના વિજ્ઞાન મુજબ જ્યારે પણ તમે પોતાને કોઈપણ બાબત માટે સમર્થ માનો છો,ત્યારે તમારું મન નવી તકો શોધવાનું શરૂ કરી દે છે,નવા આઇડીયા અને ઉપાયો શોધવા લાગે છે.
- આદિમાનવે પણ ભટકાતાં જીવનથી કંટાળીને એક દિવસ પોતાનીજાતને કીધું હશે કે હવે થાક્યા. દરરોજની આ માથાકૂટથી. હવે હું એક જ જગ્યાએ રહીને એવું કઈંક કરીશ કે જેથી મારા કુટુંબનું ભરણપોષણ કરી શકું. અને એવા છોડ કે વેલાઓ લાવીને એણે જમીન પર રોપીને તેના ફળ મેળવવાની સાથે ખેતીની શોધ કરી અને શરૂઆત કરી.
- થોમસ અલ્વા એડિસને વિચાર્યું કે એવો દીવો બનાવું જે હવામાં પણ ઓલવાઈ નહી અને સતત પ્રકાશ આપતો રહે. પરિણામ તમે જાણો છો.
- હેન્રી ફોર્ડે વિચાર્યું કે એવી ગાડી બનાવવી છે જેમાં ઘોડાઓ જ ન હોય અને પછી તમે જુઓ .. કારની શોધ થઈ ગઈ
- રાઇટ બ્રધર્સે શ્રેષ્ઠ વિચાર્યું કે ગમે તે થાય પણ એવી રચના કરીએ કે આપણે પણ હવામાં ઊડીને એક જગ્યાએથી બીજે જઇ શકીએ. - વિમાનની શોધ આ રીતે જ થઈ છે.
- આજના ઇલોન મસ્ક વિશે તમે જાણતા જ હશો. આજથી દસ વર્ષ પહેલા તેમના વિચારો હાસ્યાસ્પદ હતા અને માની ના શકાય તેવા હતા. તેમનું સ્વપ્ન છે કે માનવજાત આ પૃથ્વી જેવા ગ્રહ પરથી મંગળ કે અન્ય ગ્રહો પર પણ આવ-જા કરી શકે અને એવી પરિસ્થિતઓ દ્વારા પરગ્રહો પર પણ માનવીને વસવાટલાયક જગ્યા બનાવી શકાય. આજે નાસા જેવી સંસ્થા પણ તેમના SpaceX program માટે જોડાણ કરીને કામ કરી રહી છે. સફળ પરીક્ષણો થઈ રહ્યા છે. એમના વિચારોમાં High Potential છે. તેમણે શ્રેષ્ઠ વિચાર્યું અને પરિણામ પણ મળી રહ્યા છે.
- અભ્યાસ હોય કે બિઝનેસ મુશ્કેલીઓ તો આવે જ છે પણ જે ફરીથી ઊભા થાય છે તેઓ જ સફળ થાય છે. આ એ જ લોકો છે જે નિષ્ફળતામાં હું લૂંટાઈ ગયો કહેવાને બદલે હવે હું ક્યાંથી શરૂઆત કરું? અને પોતાને હમેશા અગ્રેસર જોવાની ટેવ એમને આગળ રાખે છે.
એક વખત બોલિવૂડના સુપરસ્ટાર શ્રી અમિતાભ બચ્ચન તેમની કંપની 'ABCL' એ 1996 માં મિસ વર્લ્ડની ઇવેંટ સ્પોન્સર કરી હતી અને ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું અને ફરીથી તેઓએ પોતાની સમૃધ્ધિ પાછી મેળવી કારણ કે તેઓ એ તેમના વિષે હમેશા શ્રેષ્ઠ વિચારતા રહ્યા અને એ મુજબ એક્શન પણ લીધી.
- NLP નો એક ખાસ સિધ્ધાંત છે : 'Map is not the territory' : "એટલે કે આપણી વાસ્તવિકતા એ નથી જે બહાર છે, પણ એ છે જે આપણે સતત અંદર વિચારીએ છીએ."
- અંહી હું કેટલીક ખાસ NLP ટેકનીકો તમારી સાથે શેર કરવા માંગુ છું.
Affirmation Anchoring ( એંકરીંગ)
હું શાળામાં શિક્ષક છું ઘણા વર્ષો સુધી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયને બાળકો ગમાડી લે અને આનંદથી શીખે તે માટે એક જાતે કરેલ પ્રયોગ જણાવું છું જે પ્રયોગના પરિણામો પણ ખૂબ જ ખાસ અને આશ્ચર્યજનક રહ્યા છે. વિષય ગમે તે લો પણ આપણે પોતાનીજાતને શીખવા માટે તૈયાર કરવાની છે.
ટેકનીક નું નામ છે "YES POWER"
વિધ્યાર્થીઓને જગ્યા પર ઊભા રહીને એક હાથની મુઠ્ઠી જોરથી વાળીને એક પગ સહેજ ઘૂટણમાંથી વાળીને જોશથી બોલવું
- ગણિત/વિજ્ઞાન મારો પ્રિય વિષય છે. જોશથી બોલો "Yes"
- મને _______ વિષય ભણવાની ખૂબ મઝા આવે છે. "YES"
- ____________ વિષયમાં મારા ખૂબ સારા માર્કસ આવે છે . "YES"
- હું સક્ષમ છું
- મારી યાદશક્તિ લાજવાબ છે.
આવા અનેક વાક્યો તમે બનાવી શકો છો આ હકારાત્મક સૂચનો છે.
Reframing-રીફ્રેમિંગ : જ્યારે પણ કોઈ નકારાત્મક વિચાર આવે. દા. ત. "હું આ નહીં કરી શકું." ત્યારે તેને તરત જ બદલો: "હું અત્યારે આ શીખી રહ્યો છું અને ટૂંક સમયમાં તેમાં માહિર થઈ જઈશ. ન ગમતો વિષય કે બાબત ને મુશ્કેલી તરીકે નહીં પણ 'શીખવાની તક' તરીકે જુઓ.
પછી તે કમ્પ્યુટર શીખવા અંગે હોય કે English કે કોઈ નવી સ્કીલ હોય હમેશા
The 'As If ' Technique (જાણે કે ...)
જ્યારે પણ મુશલેલ લાગતો વિષય ,પરિસ્થિતિ, જીવનમાં આવે ત્યારે તમારીજાતને પૂછો, "જો હું અત્યારે આ કામમાં શ્રેષ્ઠ હોત ,તો હું કેવી રીતે વર્તત ?" અને તે રીતે જ વિચારવાનું,વર્તવાનું શરૂ કરી દો. આપણું મગજ તફાવત સમજી શકતું નથી. તે નવી વર્તણૂંકને સ્વીકારી લે છે.
Visualization technique (વિઝ્યુઅલાઈઝેશન) :
જે લોકો સફળ છે તેઓ પોતાને ભવિષ્યમાં જે મેળવવા ધારે છે તે અત્યારે જ મારી પાસે છે અને મને કોઈ મુશ્કેલી કે પ્રશ્ન નથી તેમ વિચારે છે અને તે તેમના નિયંત્રણમાં છે એમ જ વિચારે છે. તે રીતે જ વર્તે છે. તેવી રીતે ચાલે છે,બોલે છે તેવા વિચારો કરે છે વગેરે..
દરરોજ સવારે 5 મિનિટ કે 10 મિનિટ આંખો બંધ કરીને જુઓ કે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે અને તમે તેવું અનુભવી રહ્યા છો.
કોઈ પણ પરિણામ જાદુઇ કે ચમત્કારિક નથી. હમેશા યાદ રાખો તમારે જે જોઈએ છે તેના માટે એકશન તમારે જ લેવાની છે. તમારા માટે તે બીજું કોઈ નહિ કરી શકે.
કેટલીક વાર સાંભળ્યું કે વાંચ્યુ હશે કે કોઈપણ નવઓપરૉગ્રામ તમારા મનમાં ઇન્સ્ટોલ કરવું હોય તો 21 દિવસ સુધી સતત કરતાં રહેશો તો તે તમારી આદત બની જશે. આ આદત તમને સફળ બનાવશે.
મે તો તમને જણાવ્યું પણ હવે તમારી પસંદગી છે કે તમે સફળ જીવન માટે તમારા પોતાના માટે શ્રેષ્ઠ વિચારવાનું અને આ લેખમાં આપેલ માહિતીને જીવનમાં દરરોજની ક્રિયામાં અમલ કરી લેવું કે પછી અમસ્તું જ વાંચીને પોતાની ગઇકાલ સુધીની જિંદગી અને ટેવોમાં વ્યસ્ત રહીને એ જ જીવન ચાલુ રાખવું.
આજે જ તમારીજાત સાથે વાત કરવાની રીત બદલો અને જુઓ કે દુનિયા તમારા પ્રત્યે કેવી રિતે બદલાય છે અને નવી તકો આપે છે.
તમને આ બ્લોગ કેવો લાગ્યો તે ચોકકસ જણાવશો..
Follow my Facebook Page.
-Shantubhai V.
NLP Coach & Mind Trainer
Founder: Infinite Mindset Academy
"આગળના બધા બ્લોગની જેમ આ બ્લોગ પણ ખૂબ જ પ્રેરણાદાયી અને સરસ છે, સર. આ બ્લોગ વાંચીને ઘણું નવું શીખવા મળ્યું. આપે હકારાત્મક વિચારો (Positive mindset) વિશે આટલી સરળ અને સચોટ માહિતી આપી છે, મને આ બ્લોગ ખૂબ જ ગમ્યો. આપના આ બ્લોગના વિચારોના કારણે મારા અંદર બદલાવ આવી રહ્યો છે, એવું મને અંદરથી ફીલ થાય છે, સર. હું હંમેશથી આપને મારા માર્ગદર્શક માનું છું, અને મારા માર્ગદર્શક બનીને આપ મને સાચું માર્ગદર્શન આપતા આવ્યા છો અને આપ્યું જ છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, સર!"
જવાબ આપોકાઢી નાખોખૂબ જ સરસ બ્લૉગ.
જવાબ આપોકાઢી નાખોઆ બ્લોગ ખૂબ જ આશીર્વાદરૂપ અને આત્મિક રીતે ઉત્સાહ આપનાર છે. સરળ ભાષામાં ઊંડા સત્યો રજૂ કરવામાં આવ્યા છે, જે વાંચીને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. આ અમૂલ્ય સેવા બદલ હૃદયપૂર્વક આભાર. ઈશ્વર આપને વધુ જ્ઞાન, કૃપા અને આશીર્વાદથી, તેમના લોકોની સેવાને અર્થે ઉપયોગ કરે એજ આશા અને પ્રાર્થના.
જવાબ આપોકાઢી નાખો