The Psychology of High Performance: Steal the Daily Rituals of the Top 1% | હાઈ પરફોર્મન્સ સાયકોલોજી: ટોપ ૧% લોકોની આદતો અપનાવો
હાઈ પરફોર્મન્સ સાયકોલોજી: ટોપ 1% લોકોની આદતો અપનાવો
સફળતા હંમેશા સંકેતો છોડે છે. શું તમે તેને સમજવા તૈયાર છો?
"High performance is not about doing more things; it’s about becoming the person who executes flawlessly."
(હાઈ પરફોર્મન્સ એટલે વધુ કામ કરવું એ નથી;
પણ એક એવા વ્યક્તિ બનવું છે જે દરેક કાર્ય સચોટતાથી પૂરું કરે છે.)
"You Can Win" પુસ્તકના લેખક શિવ ખેડાનું ખૂબ પ્રચલિત Quote છે. જે મને ગમે છે. આ વિચારને મે મારા જીવનનો ભાગ બનાવ્યો છે.
"વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતાં પરંતુ તેઓ દરેક કામ અલગ રીતે કરે છે."
દુનિયાના શ્રેષ્ઠ એથલીટ્સ(રમતવીરો), સફળ ઉદ્યોગપતિઓ અને વર્લ્ડ-ક્લાસ લીડર્સ એટલું કામ માત્ર એક દિવસમાં કેવી રીતે પૂરું કરી લે છે જ્યારે એ જ કામ કરતા સામાન્ય માણસને આખો મહિનો લાગે?
આનો જવાબ એ નથી કે તેમની પાસે દિવસમાં 24 કલાકથી વધુ સમય છે. અસલી તફાવત તેમની માનસિક સંરચના (Psychological Architecture) માં છે. હાઈ પરફોર્મર્સ માત્ર ઈચ્છાશક્તિ (Willpower) પર આધાર રાખતા નથી; તેઓ મનને કાયમ "ફ્લો સ્ટેટ (Flow State)" એટલે કે સર્વોચ્ચ કાર્યક્ષમતામાં રાખવા માટે સાયન્ટિફિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
એક NLP કોચ અને માઇન્ડ ટ્રેનર તરીકે, મેં માનવ મગજની કામ કરવાની શૈલીનો ઊંડો અભ્યાસ કર્યો છે. આજે આપણે દુનિયાના ટોપ 1% લોકોની બિહેવિયરલ સાયન્સ (વર્તણૂક વિજ્ઞાન) વિશે વાત કરીશું અને જાણીશું કે કેવી રીતે તમે CBT (Cognitive Behavioral Therapy) - જ્ઞાનાત્મક વર્તણૂંક થેરાપી અને NLP ની મદદથી તેમની દૈનિક આદતોને તમારા જીવનમાં ઉતારી શકો છો.
શ્રેષ્ઠ કાર્યક્ષમતા પાછળનું વિજ્ઞાન: CBT અને NLP નો સમન્વય
જો આપણે હાઈ પરફોર્મર બનવું હોય, તો આપણાં વિચારો કેવી રીતે ભવ્ય વાસ્તવિકતામાં બદલાય છે તે સમજવું પડશે.
1. વિચારવાની શૈલી બદલો (The CBT Framework)
CBT આપણને શીખવે છે કે આપણા વિચારો (Thoughts) આપણી લાગણીઓ (Feelings) ને જન્મ આપે છે, લાગણીઓ આપણી ક્રિયાઓ (Actions) નક્કી કરે છે, અને ક્રિયાઓ આપણા પરિણામો (Results) સર્જે છે.
99% લોકોની ભૂલ: સામાન્ય લોકો પોતાના વિચારો બદલ્યા વગર માત્ર પોતાની ક્રિયાઓ બદલવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે "આજે મારે 12 કલાક કામ કરવું છે," પણ તેમનું અચેતન મન કહેતું હોય છે કે "હું બહુ થાકી ગયો છું." આના કારણે માનસિક તણાવ વધે છે.
1% લોકોનો અભિગમ: ટોપ 1% લોકો સૌપ્રથમ પોતાના વિચારવાની રીતને બદલે છે. તેઓ કોઈપણ પડકારને 'નિષ્ફળતા' તરીકે જોવાને બદલે તેને એક 'ડેટા' કે 'શીખવાની તક' તરીકે જુઓ છે.
2. શ્રેષ્ઠતાનું મોડેલિંગ (The NLP Strategy)
NLP નો એક પાયાનો સિદ્ધાંત છે: Modeling (મોડેલિંગ). જો આ દુનિયામાં કોઈ એક વ્યક્તિ કોઈ પરિણામ મેળવી શકે છે, તો તમે પણ તેની વિચારવાની શૈલી, તેની શારીરિક ભાષા (Physiology) અને તેની વ્યૂહરચનાનું અનુકરણ કરીને એ જ પરિણામ મેળવી શકો છો.
ટોપ 1% લોકોની 3 શક્તિશાળી આદતો જે તમે આજે જ અપનાવી શકો છો
૧. 'સ્ટેટ-ઇન્ડક્શન' મોર્નિંગ રિચ્યુઅલ (NLP ટેકનિક)
હાઈ પરફોર્મર્સ ક્યારેય સવારે ઉઠીને સીધો મોબાઈલ હાથમાં લઈને દુનિયાને રિએક્ટ (પ્રતિક્રિયા) નથી કરતા. તેઓ સવારની શરૂઆતમાં જ પોતાના મનની સ્થિતિ નક્કી કરે છે.
આદત: તેઓ NLP ની State Control (મનની સ્થિતિ પર કાબૂ) પદ્ધતિ વાપરે છે. કોઈ પણ સ્ક્રીન જોતા પહેલા, તેઓ ઊંડા શ્વાસ અને શારીરિક મુદ્રા દ્વારા મનને સંપૂર્ણ એકાગ્રતા અને આત્મવિશ્વાસના મોડમાં લાવી દે છે.
આને કેવી રીતે અપનાવવી: સવારે પથારીમાંથી ઉઠતા જ ટટ્ટાર ઊભા રહો, 10 લાંબા અને ઊંડા શ્વાસ લો, અને ભૂતકાળની કોઈ એવી ક્ષણને યાદ કરો જ્યારે તમે ખૂબ જ સફળ અને ખુશ હતા. તમારા મનને કમાન્ડ આપો કે આજનો દિવસ અદભુત જવાનો છે.
૨. કોગ્નિટિવ રીસ્ટ્રક્ચરિંગ અને વિચારોની ચોકીદારી (CBT ટેકનિક)
દિવસ દરમિયાન, ઉચ્ચ પ્રદર્શન કરનારા લોકો તેમના મનના ચોકીદાર તરીકે કામ કરે છે. નકારાત્મક વિચારો ખોટા નિર્ણયમાં બદલાય તે પહેલાં જ તેઓ તેને પકડી પાડે છે.
આદત: જ્યારે કોઈ મોટો બિઝનેસ લોસ થાય કે મોટી મુશ્કેલી આવે, ત્યારે તેઓ હિંમત નથી હારતા. તેઓ તરત જ પોતાના ઓટોમેટિક નેગેટિવ વિચારો (ANTs- Automatic negative Thoughts) ને પડકારે છે.
આને કેવી રીતે અપનાવવી: જ્યારે પણ મનમાં ડર કે નકારાત્મકતા આવે, ત્યારે CBT ની પ્રશ્નોત્તરી પદ્ધતિ વાપરો. તમારી જાતને પૂછો: "હું જે વિચારી રહ્યો છું તે શું 100 % સાચું છે? આ પરિસ્થિતિમાં સૌથી બેસ્ટ પગલું હું અત્યારે શું લઈ શકું?" આ પ્રશ્ન પૂછવાથી મગજ ડરના કેન્દ્ર (Amygdala) માંથી બહાર આવીને લોજિકલ કેન્દ્ર (Prefrontal Cortex) માં એક્ટિવ થઈ જાય છે.
3. રાત્રિનું "VAK" ફ્યુચર પેસિંગ રિચ્યુઅલ (NLP ટેકનિક)
સૂતા પહેલા, ટોપ 1% લોકો આગામી દિવસની માનસિક તૈયારી (Mental Rehearsal) કરી લે છે.
આદત: તેઓ આવતીકાલની ચિંતા સાથે નથી સૂતા. તેઓ Future pacing નો ઉપયોગ કરીને આવતીકાલના તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થઈ ગયા છે તેવી કલ્પના કરે છે.
આને કેવી રીતે અપનાવવી: રાત્રે સૂતી વખતે 5 મિનિટ આંખો બંધ કરો. આવતીકાલના દિવસનું આખું ચિત્ર મનમાં સ્પષ્ટ રીતે જુઓ (Visual), તમારી મીટિંગ્સ કે કામમાં તમારો પ્રભાવશાળી અવાજ સાંભળો (Auditory), અને દિવસ પૂરું થયા પછીનો સંતોષ મનમાં અનુભવો (Kinesthetic). તમારું સબકોન્શિયસ માઇન્ડ આખી રાત આ જ નકશા પર કામ કરશે.
પરફોર્મન્સ મેટ્રિક્સ (Performance Matrix)
| લક્ષણ | સામાન્ય મન (99%) | હાઈ પરફોર્મર (ટોપ 1%) |
| ફોકસ સ્ટાઈલ | રિએક્ટિવ (બીજાના ઈમેલ/મેસેજનો જવાબ આપવામાં સમય બગાડે) | પ્રોએક્ટિવ (પોતાના નક્કી કરેલા શિડ્યુલ મુજબ જ કામ કરે) |
| ભૂલ પ્રત્યે દ્રષ્ટિકોણ - પ્રતિભાવ (અભિગમ) | ઓળખની ખામી ("હું જ નકામો છું") | ફીડબેક લૂપ ("આ ભૂલમાંથી મારે શું સુધારવાનું છે?") |
| એનર્જી મેનેજમેન્ટ | થાકીને લોથપોથ થઈ જાય ત્યાં સુધી કામ કરે | સમયસર શોર્ટ બ્રેક લઈને ઉર્જા જાળવી રાખે |
"Winners don't do different things, they do things differently." "વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતાં પરંતુ તેઓ દરેક કામ અલગ રીતે કરે છે." "Winners see the gain; losers see the pain." વિજેતાઓ કંઈ પ્રાપ્ત થતું જુએ છે ; હારી જનારા તે માટે કેટલી મુશ્કેલીઓ અને દુ:ખ છે તે જુએ છે. "The winner has a solution for every problem; the loser has a problem for every solution." વિજેતાઓ પાસે દરેક મુશ્કેલીઓ માટે ઉકેલ શોધવાનો અભિગમ હોય છે; જ્યારે હારી જનારા દરેક ઉકેલમાં પણ મુશ્કેલીઓ જુએ છે. "Winners have willpower, losers have won't power." વિજેતાઓ પાસે પ્રબળ ઇચ્છાશક્તિ હોય છે. હાર માની લેનારા પાસે તે નથી હોતી. "Winners form the habit of doing things losers don't like to do." વિજેતાઓ એવી ટેવો વિકસાવે છે કે જે હાર માની લેનારાઓને કરવાનું ગમતું નથી હોતું.
અંતિમ વિચાર: હાઈ પરફોર્મન્સ એ એક પસંદગી છે.
હાઈ પરફોર્મર બનવું એ કોઈ જન્મજાત જાદુ નથી; એ એક શીખેલી માનસિક શિસ્ત (Psychological Discipline) છે. CBT ના જ્ઞાન અને NLP ની સ્ટેટ-કંટ્રોલ ટેકનિકનો ઉપયોગ કરીને તમે તમારા વર્તમાન જીવન અને તમારી સર્વોચ્ચ ક્ષમતા વચ્ચેનો સેતુ બનાવી શકો છો. પ્રેરણા (Inspiration) ની રાહ જોવાનું બંધ કરો—એક એવું માળખું તૈયાર કરો કે સફળતા અનિવાર્ય બની જાય!
આભાર અને નવી માનસિકતાઓ સાથે જીવવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ..
✍️ About the Author (લેખક પરિચય):
Shantubhai V.
NLP Coach | Mind Trainer | Author
Founder, Infinite Mindset
તમારા મનની અસીમ શક્તિઓને જગાડો.

"ખૂબ જ ઉપયોગી બ્લોગ છે, સર. આપના આ બ્લોગમાંથી મને 'એનર્જી મેનેજમેન્ટ' અને 'પ્રોએક્ટિવ ફોકસ' વિશે ઘણું નવું શીખવા મળ્યું જે મને પરીક્ષાની તૈયારીમાં ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે ખૂબ મદદરૂપ થશે. આપનો હૃદયપૂર્વક આભાર, સર."
જવાબ આપોકાઢી નાખો