The Law of Cause & Effect - પસંદગી તમારી, પરિણામ કુદરતનું

 


The Law of Cause & Effect: 

We are Free to Choose, But Not Free to Choose Consequences | 

પસંદગી તમારી, પરિણામ કુદરતનું

પસંદગી કરો... પણ જવાબદારી સાથે! | Choose... but with Responsibility!

"When you pick up one end of the stick, you also pick up the other."

"જયારે  તમે લાકડીનો એક છેડો ઉઠાવો છો,

ત્યારે બીજો છેડો પણ આપોઆપ ઊંચકાય જ છે."

શાસ્ત્રોમાં દર્શાવેલ Law of Karma - કર્મનો સિધ્ધાંત એ આજ  છે.આજના જમાનાના નવી વિચારધારાના લોકો માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે.

🌐 Quick Navigation / ભાષા પસંદગી:

👉 Read in English | 👉 ગુજરાતીમાં વાંચો

🌐 ENGLISH VERSION

The Law of Cause and Effect (C > E)

In Neuro-Linguistic Programming (NLP), your success depends on where you stand on the Cause vs. Effect scale.

  • The Effect Side: People here blame luck, the economy, or others for their failures.

  • The Cause Side: This is where leaders live. They realize:  

  • "I am the cause of my results. My choices determine my destiny."

The Golden Rule: 

You have the absolute freedom to choose your actions. However, the universe holds the remote control for the consequences.

1. The Student’s Dilemma

You are free to choose 5 hours of Instagram over 5 hours of deep study. But you are not free to choose the 90% score or the peace of mind on exam day. Success is a package deal—it includes the discipline you might want to avoid.

2. The Everest Ambition

You can choose the glory of standing atop Mount Everest. But you cannot 'un-choose' the freezing winds, the thinning oxygen, and the life-threatening risks. To reach the summit, you must embrace the valley's struggles.

3. The Entrepreneur’s Risk

You can choose the comfort of a 9-to-5 job to avoid risk. But you also choose to forfeit financial freedom and massive growth. If you want the 'Reward', you must sign the contract for 'Risk'.

NLP Tools for a Powerful Life

  • Reframing: Stop looking at hard work as a 'burden'. Reframe it as the 'fuel' for your dream car.

  • Meta-Model Thinking: Before making a choice, ask: 

  • "What is the hidden price tag of this comfort?"

  • -----------------------------------------------------------------------------------------------------------------------


🍁 ગુજરાતી સંસ્કરણ (GUJARATI VERSION)

NLP નો અટલ સિદ્ધાંત: Cause and Effect ( કારણ > અસર )

શું તમે તમારા જીવનના ડ્રાઈવર છો કે માત્ર એક પેસેન્જર? NLP માં આપણે તેને Cause (કારણ) અને Effect (અસર) કહીએ છીએ.

  • Effect Side: જેઓ નસીબ, સરકાર કે બીજા લોકોને દોષ આપે છે.

  • Cause Side: જેઓ જવાબદારી લે છે અને માને છે કે: 

  • "મારા નિર્ણયો જ મારું ભવિષ્ય ઘડે છે."

મૂળ વાત: આપણને રસ્તો પસંદ કરવાની છૂટ છે, પણ એ રસ્તા પર આવતા ખાડા કે પથ્થરોને નકારવાની છૂટ નથી.

1 . વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ

તમારી પાસે આખું વર્ષ મોજ-મસ્તી કરવાની અને આળસ કરવાની પૂરેપૂરી છૂટ છે. પરંતુ, પરીક્ષાના દિવસે આવતા ટેન્શન કે ઓછા પરિણામને ટાળવાની તમારી પાસે કોઈ છૂટ નથી. 90% નું પરિણામ એ માત્ર એક આંકડો નથી, એ આખા વર્ષની 'શિસ્ત' નામના પેકેજનું પરિણામ છે.

2 . એવરેસ્ટ અને એથલીટ

એવરેસ્ટ સર કરવાનું સપનું જોવાની છૂટ દરેકને છે. પણ રસ્તામાં આવતી હાડ થીજવતી ઠંડી, ઓક્સિજનની કમી અને જોખમો એ સપનાનો જ એક ભાગ છે. તમે એમ ન કહી શકો કે "મારે માત્ર શિખર જોઈએ છે, રસ્તાના જોખમો નહીં."

3 . યુવાનો અને બિઝનેસમેન

તમે સુરક્ષિત જીવન જીવવાનું પસંદ કરી શકો છો, પણ ત્યારે તમે 'આર્થિક સ્વતંત્રતા' કે 'મોટું નામ' બનાવવાની તક ગુમાવવાનું પણ આપોઆપ પસંદ કરી લો છો. જો મીઠું ફળ જોઈએ છે, તો મહેનતનું કડવું બીજ વાવવું જ પડશે.

તમારા મનને કેવી રીતે ટ્રેન કરશો? (NLP Techniques)

  • Reframing (દ્રષ્ટિકોણ બદલો): મહેનતને 'સજા' ન ગણો, તેને તમારી સફળતાનું 'રોકાણ' (Investment) ગણો.

  • Meta-Model પ્રશ્નો: કોઈ પણ આળસ કરતા પહેલા તમારી જાતને પૂછો: 

  • "જો હું આજે આ શોર્ટકટ લઉં છું, તો કાલે મારે કઈ મોટી કિંમત ચૂકવવી પડશે?"

નિષ્કર્ષ (Conclusion)

તમે જ્યારે પણ કોઈ ક્રિયા (Action) પસંદ કરો છો, ત્યારે તમે તેના પ્રતિભાવ (Reaction) ને પણ આમંત્રિત કરો છો. તેથી, આજે જાગૃત બનીને એવી પસંદગી કરો જેના પરિણામો ગર્વ લેવા લાયક હોય.

✍️ About the Author:

Shantubhai V.

NLP Coach | Mind Trainer | Author

Founder, Infinite Mindset

તમારા મનની અસીમ શક્તિઓને જગાડો.

ટિપ્પણીઓ

  1. અજ્ઞાત15 જૂન, 2026 08:30 PM

    "ખૂબ જ પ્રેરણાદાયી અને ઉપયોગી બ્લોગ, સર! The Law of Cause & Effect (કારણ અને અસર) નો આ સિદ્ધાંત આપે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યો છે. એક માઈન્ડ ટ્રેઈનર અને મારા માર્ગદર્શક તરીકે આપના પાસેથી ઘણું શીખવા મળે છે. 12 મા ધોરણના આ મહત્વના વર્ષમાં આપના આ વિચારો ખૂબ સાચી દિશા આપે છે. આપનો ખૂબ ખૂબ આભાર, સર."

    જવાબ આપોકાઢી નાખો
  2. આભાર .. આપની ઉજ્જવળ કારકિર્દી માટે હમેશા માર્ગદર્શન આપવા હું અંહી જ છું. ખૂબ પ્રગતિ કરો.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?

આપણે શા માટે કંઇક કરીએ છીએ અથવા નથી કરતાં?

પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ