Growth vs. Fixed Mindset

 


ગ્રોથ માઇન્ડસેટ: 

શું તમારી સફળતા જન્મજાત છે કે તમારી મહેનત?

    તમે ક્યારેય એવા લોકોને જોયા છે જેઓ નિષ્ફળતા પછી હાર નથી માનતા, પણ ફરી બમણા વેગથી પ્રયત્ન કરે છે? બીજી બાજુ, એવા પણ લોકો છે જેઓ નાની અમથી ભૂલ થાય તો માની લે છે કે "આ કામ મારા માટે નથી."

આ બંને વચ્ચેનો તફાવત માત્ર બુદ્ધિનો નથી, પણ 'માઇન્ડસેટ' નો છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કેરોલ ડ્વેકે વર્ષોના સંશોધન પછી બે પ્રકારના માઇન્ડસેટ વિશે જણાવ્યું છે: જે આપણે આજે અંહી આ લેખમાં જોઈશું. 

માઇન્ડસેટ શબ્દ આજકાલ ખૂબ પ્રચલિત બનતો જાય છે. યુવાનો હોય કે વડીલો બધા સફળતા માટે માઇન્ડસેટને જવાબદાર ઠેરવે છે. શું છે આ માઇન્ડસેટ? ચાલો જોઈએ.

1. ફિક્સ્ડ માઇન્ડસેટ (Fixed Mindset) - 'સ્થિર મન'

આ માઇન્ડસેટ ધરાવતા લોકો માને છે કે તેમની બુદ્ધિ, આવડત અને ટેલેન્ટ જન્મજાત છે અને તેને બદલી શકાતી નથી.

  • વિચાર: "કાં તો હું આમાં હોશિયાર છું, કાં તો નથી."

  • નિષ્ફળતા: તેઓ નિષ્ફળતાને પોતાની ખામી માને છે અને ડરીને પ્રયત્ન કરવાનું છોડી દે છે.

  • પડકાર: તેઓ અઘરા કામો ટાળે છે કારણ કે તેમને હારવાનો ડર લાગે છે.

આ માઇન્ડસેટ પેલા હાથી જેવુ છે જેને દોરડાથી બાંધી રાખવામાં આવે છે. આ વિશે મારા બ્લોગ લિસ્ટમાં તપાસી શકો છો. 

2. ગ્રોથ માઇન્ડસેટ (Growth Mindset) - 'વિકાસશીલ મન'

આ લોકો માને છે કે મહેનત, સાચી વ્યૂહરચના અને અન્યોના માર્ગદર્શનથી કોઈ પણ આવડત કેળવી શકાય છે.

  • વિચાર: "હું હજુ આ શીખ્યો નથી, પણ મહેનત કરીશ તો ચોક્કસ શીખી જઈશ."

  • નિષ્ફળતા: તેઓ નિષ્ફળતાને શીખવાની એક તક માને છે.

  • પડકાર: તેઓ પડકારોને આવકારે છે કારણ કે તે તેમને મજબૂત બનાવે છે.

આ માઇન્ડસેટ કેવું લાગ્યું? આ જ આપણે ડિવેલપ કરવાનું છે. સફળ લોકોના જીવનમાં ન હરાવાની તાકાત અંહીથી જ આવે છે.  

ગ્રોથ માઇન્ડસેટ કેવી રીતે કેળવવો?

1 . "હજુ સુધી" (Not Yet) શબ્દનો જાદુ: જ્યારે તમે કહો કે "મને આ નથી આવડતું," ત્યારે પાછળ "હજુ સુધી" જોડી દો. "મને આ હજુ સુધી નથી આવડતું." આ એક નાનકડો શબ્દ તમારા મગજને શીખવા માટેના દરવાજા ખોલી આપે છે.

2 . પરિણામ નહીં, પ્રક્રિયા (Process) ને મહત્વ આપો: માત્ર માર્ક્સ કે જીત પર ધ્યાન આપવા કરતા, તમે તે મેળવવા માટે જે મહેનત કરી, જે નવી રીત અપનાવી તેની પ્રશંસા કરો. - આ ટોપીક પર અગાઉ એક બ્લોગમાં માહિતી આપી છે. જે વાંચવું હોય તો અંહી ક્લિક કરો.

પરિણામ નહી,પ્રક્રિયા( Process ) ને મહત્વ આપો.

3 . ટીકાને માર્ગદર્શન માનો: જ્યારે કોઈ તમારી ભૂલ કાઢે, ત્યારે તેને અપમાન માનવાને બદલે સુધારવાની તક માનો.

શિક્ષકો અને વાલીઓ માટે ખાસ નોંધ:

તમે જ્યારે બાળકની પ્રશંસા કરો, ત્યારે તેની "હોશિયારી" ના બદલે તેની "મહેનત" ના વખાણ કરો.

  • "તું બહુ હોશિયાર છે" કહેવાને બદલે  "તેં આ કામમાં જે મહેનત કરી તે ખરેખર પ્રશંસનીય છે" એમ કહો. આનાથી બાળકમાં ગ્રોથ માઇન્ડસેટ કેળવાય છે.

નિષ્કર્ષ

તમારું મગજ પ્લાસ્ટિક જેવું છે (Neuroplasticity), તેને તમે જે રીતે ઈચ્છો તે રીતે ઘડી શકો છો. જો તમે માનો છો કે તમે વધી શકો છો, તો તમે ચોક્કસ વધી શકશો.

આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવશો. 

આપે કોઈ અન્ય ટૉપિક પર માહિતી જોઈતી હોય તો તે પણ જણાવશો જેથી હું એ અંગે આપને માર્ગદર્શન આપી શકું. 


 "આજે તમે એવી કઈ નવી વસ્તુ શીખવાનો પ્રયત્ન કર્યો જેમાં તમને મુશ્કેલી પડી? યાદ રાખો, મુશ્કેલી એ તમારા મગજનો વિકાસ થઈ રહ્યો હોવાની નિશાની છે!"

તમને આ લેખ ગમ્યો હોય તો મિત્રોને શેર કરશો તેમજ  ઉપરનું Follow બટન ક્લિક કરી લેજો.

- Shantubhai V.

(NLP Coach & Mind Trainer)

ટિપ્પણીઓ

  1. અજ્ઞાત3 જૂન, 2026 10:03 AM

    "ગ્રોથ માઈન્ડસેટ વિશે આટલી સરસ અને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, સર!"

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?

આપણે શા માટે કંઇક કરીએ છીએ અથવા નથી કરતાં?

પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ