Don't Control, Learn to Manage. કંટ્રોલ નહી પણ મેનેજ કરતાં શીખો.




 

Don't Control, Learn to Manage: 

કંટ્રોલ નહીં પણ મેનેજ કરતાં શીખો.

સાઉથના સુપરસ્ટાર અલલુ અર્જુનનું મૂવી "સૂર્યા ધ સોલ્જર" જોયું હશે. તેમાં અતિશય ગુસ્સાવાળો સૂર્યા શટડાઉન સમયે મેડિકલ સ્ટોરમાંથી  જરૂરી દવા - ઇન્જેકશન  પોતાના ફેમેલી મેમ્બર માટે લઈ જાય છે અને બદમાશ વિલનની ભૂમિકા ભજવનાર ટોળકી તેના હાથમાંથી દવા લઈને રોડ પર તોડી નાખે છે. છતાં તે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીજુ ઇન્જેકશન પોતાના શર્ટના ખિસ્સામાં લઈ આવે છે. 
અંહી તે મેનેજ કરે છે. 

હવે રિયલ લાઇફનું ઉદાહરણ જોઈએ. 

ધારો કે તમે એક પાવરફુલ સ્પોર્ટ્સ કાર ચલાવી રહ્યા છો. કારની સ્પીડ 200  કિમી પ્રતિ કલાક છે. હવે અચાનક તમારી સામે એક વળાંક આવે છે. તમે શું કરશો?

  • (A) કારના સ્ટિયરિંગને જોરથી પકડીને બ્રેક મારવા જશો તો? સ્ટીયરિંગ જામ કરી દેશો,અકસ્માતની સંભાવના વધી જશે. (Control)?

  • (B) સ્પીડ અને સ્ટિયરિંગ વચ્ચે તાલમેલ બેસાડીને કારને વળાંક પરથી આસાનીથી વાળી લેશો (Manage)?

જોરથી બ્રેક મારીને કારને કંટ્રોલ કરવાનો પ્રયત્ન અકસ્માત નોતરી શકે છે, જ્યારે યોગ્ય મેનેજમેન્ટ તમને સુરક્ષિત રાખે છે. આપણા જીવન અને મનનું પણ કંઈક આવું જ છે. આપણે દરેક વસ્તુને, દરેક પરિસ્થિતિને અને આપણા વિચારોને 'કંટ્રોલ' (નિયંત્રિત) કરવા માંગીએ છીએ, અને એટલે જ આપણે સતત સ્ટ્રેસમાં રહીએ છીએ.

એક NLP કોચ અને માઇન્ડ ટ્રેનર તરીકે, હું તમને એક કડવું પણ સાચું સત્ય જણાવવા માંગુ છું: 

તમે બહારની પરિસ્થિતિને કંટ્રોલ નથી કરી શકતા, 

પણ તમે તમારી ઊર્જાને મેનેજ ચોક્કસ કરી શકો છો.

"જે વસ્તુ બદલાઈ શકતી નથી

તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવો એ

પવનને મુઠ્ઠીમાં પકડવા જેવું છે.

ખલાસી પોતાના જહાજને તોફાન જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં શું કરે છે? તે પવનની દિશા જોઈને સઢને મેનેજ કરીને સંતુલન જાળવીને - અનુકુલન  સાધીને ટકી રહે છે.  

કંટ્રોલ (Control) અને મેનેજ (Manage) વચ્ચેનો તફાવત શું છે?

આપણે ઘણીવાર આ બે શબ્દોને એક જ સમજી બેસીએ છીએ, પણ NLP (Neuro-Linguistic Programming) વિજ્ઞાન મુજબ, આ બંને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે:

કંટ્રોલ એટલે ડર અને અસલામતીની માનસિકતા છે .હવે શું થશે? જ્યારે મેનેજ એટલે સમજદારી પૂર્વક વિચારવાની માનસિકતા છે. તેમાં ફલેકસીબીટી છે. હવે હું શું કરી શકું? 

કંટ્રોલનો અભિગમ : બધુ મારા ધાર્યા મુજબ કે ઈચ્છા મુજબ જ થવું જોઈએ ભલે ને ગમે તે થાય.

મેનેજનો અભિગમ : જે પરિસ્થિતિ છે,તેમાં હું શ્રેષ્ઠ શું કરી શકું? જેથી પરિસ્થિતિ સુધરી જાય?

પરિણામ શું આવશે ? તમે જ કહો. 

કંટ્રોલ કરવા જશો અને પરિસ્થિતિ તમારા ધાર્યા મુજબ નહી કામ ક્કરે તો માનસિક થાક,અન્યોને દોષ,એંગઝાયટી,સંબંધોમાં કડવાશ અને ઝગડા, દૂરી બનવી 

મેનેજ કરશો તો સ્માર્ટ કહેવાશો. અદારથી શાંત હશો. જે પણ હોય પરિસ્થિતિને વધુ ખરાબ તો નહી જ જુઓ. તેને કેવી રીતે અથવા નવી રીતે હેન્ડલ કરવાનો અભિગમ શીખવા પર લઈ જશે. અંદરથી ખુશી અને કરીટીવ માઇન્ડ એક્ટિવ થશે. 

રોજિંદા જીવનના 4  જીવંત ઉદાહરણો (Real-Life Examples)

આપણે કંટ્રોલ કરવાના બદલે મેનેજ કેમ કરવું જોઈએ, તે આ વ્યવહારુ ઉદાહરણો દ્વારા સમજીએ:

  • 1 . ડેમ અને નહેર (Dam & Canal): ચોમાસામાં જ્યારે ડેમ ભરાય ત્યારે નદીના ધસમસતા પાણીને જબરદસ્તી રોકી રાખવા (Control કરવા) જઈએ તો ડેમ તૂટી જવાનો અને પૂર આવવાનો ખતરો રહે છે. પરંતુ, જો એ જ પાણીને નાની-મોટી નહેરો (Canals) દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં વાળીને મેનેજ કરવામાં આવે, તો જ્યાં વરસાદ નથી તેવા વિસ્તારોમાં આ પાણી પોંહચાડીને સુકા ખેતરો પણ હરિયાળા કરી શકાય અને વધુ પાક ઉત્પાદન મેળવી શકાય. 

  • 2 . ગુસ્સો (Anger): જ્યારે ગુસ્સો આવે ત્યારે તેને મનમાં જ દબાવી રાખવો (Control કરવો) એ શરીર અને મન માટે ઝેર સમાન છે. ડાહ્યા માણસો ગુસ્સાને કંટ્રોલ કરવાના બદલે તે ઊર્જાને કસરત કરવા, રનિંગ કરવા કે કોઈ ક્રિએટિવ કામમાં વાળીને (Manage કરીને) શાંત પાડે છે.ગુસ્સાના ભાવને મેનેજ કરવા માટે મુન્નાભાઈ MBBS માં બતાવેલ લાફિંગ થેરાપી પ્રશંસનીય છે.

  • 3 . વ્યસનની લત (Addiction): જો કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કે અન્ય વ્યસન છોડવા માટે માત્ર મન પર બળજબરી (Control) કરશે, તો થોડા દિવસમાં તે ફરી એ જ રસ્તે જશે. તેના બદલે જો તે વ્યસન પાછળ થતા ખર્ચને મ્યુચ્યુઅલ ફંડ, બચત કે પોતાના બાળકોના સારા ભવિષ્યના ફંડ સાથે જોડી દે (Manage કરે), તો ભવિષ્ય સુરક્ષિત થવાની ખુશીમાં વ્યસન આપોઆપ છૂટી જશે. 

  • 4 . મોબાઈલ સ્ક્રોલિંગ (Mobile Scrolling): રોજ રાત્રે "આજથી હું સોશિયલ મીડિયા બિલકુલ નહીં જોઉં" એવો કડક નિયમ (Control) બનાવશો તો બે જ દિવસમાં નિયમ તૂટી જશે. તેના બદલે મોબાઈલના સ્ક્રીન ટાઈમને મેનેજ કરો—જ્યારે સ્ક્રોલ કરવાની ઈચ્છા થાય ત્યારે ફોન મૂકીને કોઈ રમત રમવા, વોક પર જવા કે ફિઝિકલ કસરત કરવા તરફ મનને વાળી લો.અથવા સમય ઘટાડી દો, નક્કી કરો આજથી હું માત્ર આ જ સમયે 15 મિનિટ માટે જ સ્કરોલિંગ કરવાનું નક્કી કરું છું.અલાર્મ સેટ કરો અને પછી મૂકી દો. 


NLP શું કહે છે? (The Science Behind It)

NLPનો એક બહુ ફેમસ નિયમ છે: "The Map is not the Territory" (નકશો એ આખી જમીન નથી). એનો અર્થ એ કે, આપણે બહારની દુનિયાને આપણી આંખ, કાન અને વિચારોના ફિલ્ટરથી જોઈએ છીએ. જ્યારે આપણે કોઈ વસ્તુને 'કંટ્રોલ' કરવાની કોશિશ કરીએ છીએ, ત્યારે આપણે આપણી જીદ પર અડી જઈએ છીએ.

જ્યારે તમે કોઈ ગુસ્સો, ચિંતા કે નેગેટિવ વિચારને 'દબાવવાનો' (Control કરવાનો) પ્રયત્ન કરો છો, ત્યારે તમારું અચેતન મન (Subconscious Mind) તેની સામે વધુ બળવો કરે છે.

એક નાનું ઉદાહરણ: અત્યારે બે સેકન્ડ માટે આંખો બંધ કરો અને 'ગુલાબી રંગના હાથી' વિશે બિલકુલ ન વિચારો.

શું થયું? તમારા મનમાં સૌથી પહેલો વિચાર ગુલાબી હાથીનો જ આવ્યો ને? આ જ છે કંટ્રોલ કરવાનું નુકસાન. તમે જે ઊર્જાને રોકશો, મન ત્યાં જ વધારે દોડશે. એટલે જ ઊર્જાને રોકવાની નથી, તેને સાચી દિશામાં વાળવાની છે.


પરિસ્થિતિને 'Manage' કરવાની 3  સુપર ટેકનિક

આપણે કંટ્રોલ છોડીને મેનેજમેન્ટ તરફ કેવી રીતે વધી શકીએ? આ ત્રણ NLP સ્ટેપ્સ ફોલો કરો:

1 . સ્ટેટ શિફ્ટિંગ (State Shifting)

જ્યારે પરિસ્થિતિ તમારા હાથ બહાર જાય, ત્યારે સૌથી પહેલા તમારી ફિઝિયોલોજી (શરીરની સ્થિતિ) બદલો. લાંબા ઊંડા શ્વાસ લો, સીધા ટટ્ટાર બેસો અથવા થોડું ચાલો. જ્યારે શરીર રિલેક્સ થાય છે, ત્યારે મન આપોઆપ પરિસ્થિતિને મેનેજ કરવા માટે તૈયાર થઈ જાય છે.

2 . રિફ્રેમિંગ (Reframing - નવો દ્રષ્ટિકોણ)

કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી જાતને પૂછો: "આ પરિસ્થિતિ મને શું નવું શીખવી રહી છે?" 

કંટ્રોલ કરનાર વ્યક્તિ પ્રશ્ન પૂછશે "આ મારી સાથે જ કેમ થયું?", 

જ્યારે મેનેજ કરનાર વ્યક્તિ પૂછશે "હવે અહીંથી આગળ કયો રસ્તો શ્રેષ્ઠ છે?"

૩. સર્કલ ઓફ ઈન્ફ્લુઅન્સ (Circle of Influence)

મહાન લેખક સ્ટીફન કોવીએ કહ્યું છે કે 

આપણી પાસે બે વર્તુળ છે: એક જેમાં આપણું નિયંત્રણ છે (આપણા વિચારો, આપણી મહેનત) અને 

બીજું જેમાં આપણું કોઈ નિયંત્રણ નથી (બીજા લોકો, હવામાન, ભૂતકાળ). 

તમારી ઊર્જા માત્ર એ જ વસ્તુઓ પર લગાવો જેને તમે બદલી શકો છો.

અંતિમ વિચાર: કંટ્રોલર નહીં, ડાયરેક્ટર બનો

જીવન એ કોઈ એવી સ્ક્રિપ્ટ નથી કે જેને તમે અક્ષરે-અક્ષર કંટ્રોલ કરી શકો. જીવન તો એક લાઈવ નાટક છે, જ્યાં ગમે ત્યારે ગમે તે પાત્ર કે સંવાદ આવી શકે છે. એક કંટ્રોલર બનવાના બદલે તમારા જીવનના 'મેનેજર' અથવા 'ડાયરેક્ટર' બનો, જે દરેક સીનને સુંદર રીતે હેન્ડલ કરી જાણે છે.

"શાંતિ ત્યારે નથી મળતી જ્યારે બધું તમારી ઈચ્છા મુજબ થાય છે,

શાંતિ ત્યારે મળે છે જ્યારે તમે દરેક પરિસ્થિતિને સ્વીકારીને

તેને સુંદર રીતે મેનેજ કરવાનું શીખી લો છો."

આગામી બ્લોગમાં આપણે શું વાત કરીશું?

શું તમે જાણો છો કે તમારી રોજિંદી ભાષા અને તમે બોલેલા શબ્દો તમારા ભવિષ્યને નક્કી કરે છે? જો તમે વારંવાર "હું નસીબદાર નથી" અથવા "મારાથી આ નહીં થાય" એવું બોલો છો, તો તમે તમારા મનને ફેલ થવા માટે પ્રોગ્રામ કરી રહ્યા છો!

અમારી આગામી પોસ્ટ "શબ્દોની માયાજાળ: કેવી રીતે તમારી ભાષા તમારું નસીબ બદલી શકે છે?" માં આપણે જાણીશું NLP ના એવા પાવરફુલ શબ્દો જે તમારી લાઈફ બદલી નાખશે. ચૂકતા નહીં!

તમને આજના આ બ્લોગમાંથી  કયું ઉદાહરણ સૌથી વધુ સ્પર્શી ગયું? નીચે Comment સેક્શનમાં ચોક્કસ જણાવો અને તમારા એવા મિત્ર સાથે Share કરો જે બધી જ વાતોમાં બહુ જલ્દી ટેન્શન લઈ લે છે!

- Shantubhai V.

(NLP Coach & Mind Trainer)



ટિપ્પણીઓ

  1. અજ્ઞાત19 જૂન, 2026 07:38 PM

    "સર, મને આ બ્લોગમાંથી ડેમ અને નહેર (Dam & Canal) વાળું પહેલું ઉદાહરણ સૌથી વધુ સ્પર્શી ગયું. ૧૨માં ધોરણની વિદ્યાર્થીની તરીકે મને એ વાત બહુ સાચી લાગી કે આપણા મનના વિચારો અને એનર્જી પણ પાણીના પ્રવાહ જેવાં જ હોય છે. તેને જબરજસ્તી રોકવાને (Control) કરવાને બદલે, જો આપણે નહેર (Canal)ની જેમ સાચી દિશા આપીને આપણા અભ્યાસ અને ગોલ તરફ ડાયરેક્ટ (Manage) કરીએ, તો લાઈફમાં ચોક્કસ સફળ થઈ શકીએ. ખૂબ જ સરસ બ્લોગ છે, આપનો ખૂબ ખૂબ આભાર, સર."

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?

આપણે શા માટે કંઇક કરીએ છીએ અથવા નથી કરતાં?

પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ