The Power of Affirmations
માનસિક પ્રોગ્રામિંગ: મર્યાદિત માન્યતાઓને તોડવા માટે 'અફર્મેશન્સ'નો જાદુઈ ઉપયોગ
ગયા લેખમાં આપણે જોયું કે કેવી રીતે હાથીના બચ્ચાની જેમ આપણે પણ અદ્રશ્ય માનસિક સાંકળોમાં જકડાયેલા છીએ. આજે આપણે શીખીશું કે આ સાંકળોને તોડવા માટે 'અફર્મેશન્સ' (હકારાત્મક સૂચનો) નો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કેવી રીતે કરવો.
અફર્મેશન એટલે શું?
અફર્મેશન એટલે એવા હકારાત્મક વાક્યો જે તમે તમારા અર્ધજાગ્રત મન (Subconscious Mind) ને વારંવાર કહો છો. તે તમારા મગજના સોફ્ટવેરને રી-પ્રોગ્રામ કરવાની પ્રક્રિયા છે.
તમને લાગશે આવું કહેવાથી શું થાય? હું જે પણ વ્યક્તિ વિકાસના પુસ્તકો વાંચતો આવ્યો છું તેમાં આ બાબતોની ગહન અસર વિશે ખૂબ છણાવટ કરેલ છે. આ ખૂબ જ અગત્યની મનોવૈજ્ઞાનિક બાબત છે.
આપણે આપણીજાતને કોઈને કોઈ તો મર્યાદિત કરનારી માન્યતા એટલે કે Limiting Belief લઈને જીવતા હોઈએ છીએ. પછી ભલે ને તે આપણાં સ્વાસ્થ્યને લગતી હોય કે સફળતા કે પછી કારકિર્દી કે પૈસા. કોઈપણ હોય શકે છે. અજાણતા જ તે આપણાં જીવનનો ભાગ બની ગયેલ હોય છે.
પેલા શિંગડા વાળા સાબરની જેમ આ મર્યાદિત કરનારી આદતો આપણી સાથે જ વધતી જાય છે અને આપણને ખબર પણ પડતી નથી,તેનો ભાર એટલો વધી જાય કે મુશ્કેલીના સમયે તે વધુ મુશ્કેલી પેદા કરી દે છે. માટે આપણે જો શ્રેષ્ઠ જીવન જીવવું હોય તો તેનો ત્યાગ કરવો પડે.
કેવી રીતે આ પેટર્નને તોડવી તે જોઈએ.
લિમિટિંગ બિલીફને અફર્મેશન્સમાં કેવી રીતે ફેરવવી?
તમારી માન્યતા ગમે તે હોય—પૈસા વિશે, સંબંધો વિશે કે તમારી આવડત વિશે—તેને બદલવા માટે 'ફોર્મ્યુલા' યાદ રાખો: તે વર્તમાનકાળમાં, હકારાત્મક અને લાગણીસભર હોવી જોઈએ. મનને હમેશા જે અનુભવ આપો છો અને ગમાડો છો તે જ અનુભવો તે આકર્ષિત કરે છે માટે જરા સંભાલકે
અહીં કેટલાક મુખ્ય પરિવર્તનોના ઉદાહરણો છે:
| જૂની મર્યાદિત માન્યતા | નવું શક્તિશાળી અફર્મેશન |
| "હું ક્યારેય અમીર નહીં બની શકું." | "હું સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરી રહ્યો છું. પૈસા કમાવવા મારા માટે સરળ છે." |
| "હું જાહેર જનતા વચ્ચે બોલી શકતો નથી." | "હું એક પ્રભાવશાળી વક્તા છું અને લોકો મારા વિચારોને માન આપે છે." |
| "મારે બધું જ પરફેક્ટ કરવું પડશે." | "હું મારી પ્રગતિનો આનંદ માણું છું. ભૂલો એ મારી શીખવાની પ્રક્રિયાનો ભાગ છે." |
| "મારી પાસે સમય નથી." | "હું મારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરું છું અને મારી પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે." |
| "હું બદલાઈ શકું તેમ નથી." | "દરરોજ હું મારા શ્રેષ્ઠ સંસ્કરણ (Best Version) તરફ આગળ વધી રહ્યો છું." |
"Day by Day in Every Way I am getting Better and Better."
Affirmations ગુજરાતીમાં મેળવવા અંહી ક્લિક કરો અને ડાઉનલોડ કરો.
અફર્મેશન્સને અસરકારક બનાવવાની 3 ખાસ રીતો (NLP Techniques)
માત્ર વાક્યો બોલી લેવાથી પરિવર્તન આવતું નથી. તેને અસરકારક બનાવવા આ ત્રણ બાબતો ઉમેરો:
૧. વિઝ્યુલાઇઝેશન (Visualization): જ્યારે તમે બોલો કે "હું આત્મવિશ્વાસુ વક્તા છું", ત્યારે મનમાં કલ્પના કરો કે તમે સ્ટેજ પર ઊભા છો અને લોકો તાળીઓ પાડી રહ્યા છે.લોકો જોશથી બૂમો પાડીને અભિવાદન કરી રહ્યા છે.
૨. લાગણી (Emotions): તે અફર્મેશન સાચું પડવાથી તમને જે આનંદ કે ગૌરવ થશે, તે અત્યારે અનુભવો. લાગણી એ અર્ધજાગ્રત મન સુધી પહોંચવાની 'હાઈવે' છે.
૩. ચોક્કસ સમય: રાત્રે સૂતા પહેલા અને સવારે જાગ્યાની તરત જ 5 મિનિટ અફર્મેશન્સ માટે શ્રેષ્ઠ છે, કારણ કે આ સમયે તમારું મન સૌથી વધુ સ્વીકાર્ય (Receptive) હોય છે.
તમારા માટે આજનું કાર્ય (Action Plan):
તમે અગાઉના લેખમાં જે 'સાંકળ' (નકારાત્મક માન્યતા) ઓળખી હતી, તેને આજે એક હકારાત્મક અફર્મેશનમાં ફેરવો. તેને તમારી ડાયરી કે જર્નલમાં લખો અને દિવસમાં ૩ વાર બોલો.
"તમે તમારા માટે કયું અફર્મેશન પસંદ કર્યું? કોમેન્ટમાં લખો જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે."
- Shantubhai V.
(Mind Trainer & NLP Coach)


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો